Saturday, December 10, 2011

BSE સેન્સેક્સમાં વધુ 275 પોઈન્ટનું ધોવાણ @ 16213

યુરોપના નેતાઓ યુરો ઝોન સંકટ દૂર કરવા માટે નક્કર પગલાં ભરવામાં નિષ્ફળ રહેતાં મુંબઈ શેરબજાર આજે વધુ 275
પોઈન્ટનું ધોવાણ થયું હતું .

એક તબક્કે સેન્સેક્સ 300 થી વધુ પોઈન્ટ ગગડ્યો હતો પરંતુ , નીચા મથાળે ફરી લેવાલીનો ટેકો મળતાં તેમાં રિકવરી જોવા મળી હતી.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 16382.57 અને નીચામાં 16142.32 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 274.78 પોઈન્ટ ઘટીને 16213.46 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 4918.35 અને 4841.75 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 76.95 પોઈન્ટ ઘટીને 4866.70 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.86 ટકા અને 0.89 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

No comments:

Post a Comment