Thursday, January 12, 2012

અર્થતંત્રમાં સુધારાનો સંકેત : નવેમ્બરનો IIP 5.9%

નવેમ્બરમાં દેશનો ઔદ્યોગિક ઉત્પાદન આંક ( IIP) વધીને 5.9
ટકા નોંધાતા દેશના અર્થતંત્રમાં સુધારાનો સંકેત હતો. ઓક્ટોબરમાં IIP-4.74 ટકા નોંધાયો હતો.

ઓક્ટોબરના - 6 ટકાની સરખામણીમાં ઉત્પાદન ક્ષેત્રે 6.6 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી જ્યારે બેઝિક ગૂડ્ઝમા ઓક્ટોબરના - 0.1 ટકાની સરખામણીમાં 6.3 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

IIP માં 76 ટકાનો ભાર ધરાવતાં ઉત્પાદન ક્ષેત્રમાં વાર્ષિક 6.6 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના ચેરમેન સી રંગરાજને જણાવ્યું હતું કે , કેપિટલ ગૂડ્ઝ ઉદ્યોગમાં હજુ પણ સુધારાનો કોઈ ખાસ સંકેત મળ્યો નથી.

જોકે , તેમણે નવેમ્બરના IIP ના આંકડા અંગે સંતોષ વ્યક્ત કરતાં નાણાકીય વર્ષ 2013 ના અંતે તેમાં વધુ સુધારો થવાની આશા વ્યક્ત કરી હતી.

HSBC ના માર્કિટ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સના મતાનુસાર ડિસેમ્બરમાં ઉત્પાદન પ્રવૃત્તિ છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી. ઔદ્યોગિક ક્ષેત્રે સુધારા તેમજ નવા ઓર્ડરો વધતાં દેશમાં ઉત્પાદન ક્ષેત્રે વૃદ્ધિ જોવા મળી હતી.

ડિસેમ્બરમાં HSBC ના માર્કિટ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ વધીને 54.2 ટકા થયા હતા. જુલાઈ બાદ પ્રથમવાર આ ઈન્ડેક્સ આટલી ઊંચી સપાટીએ પહોંચ્યો છે.

નવા બિઝનેસ સાહસો વધ્યા હોવાથી ડિસેમ્બરમાં સર્વિસ ક્ષેત્રએ પાંચ મહિનાનો ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. છેલ્લા છ મહિનામાં એમ્પ્લોયમેન્ટ ઈન્ડેક્સમાં પણ સુધારો જોવાયો હતો અને ખાદ્યાન્ન ફુગાવો શૂન્ય કરતાં પણ નીચી સપાટીએ આવી ગયો છે

No comments:

Post a Comment