Thursday, February 2, 2012

મારુતિએ લોન્ચ કરી નવી સસ્તી ડિઝાયર

મારુતિ સુઝુકીએ તેની એન્ટ્રી લેવલની સેડાન કાર ડિઝાયરના એક નાના વેરિએન્ટને આજે લોન્ચ કર્યું હતું. આ કારની કિંમત
4.79 લાખ થી 7.09 લાખ રૂપિયાની રેન્જમાં છે. ડિઝાયરનું આ નવું મોડલ પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને વિકલ્પોમાં ઉપલબ્ધ બનશે.

આ કારની લંબાઈ 4 મીટરથી ઓછી છે અને તેને કારણે તેના પર 10 ટકા એક્સાઈઝ ડ્યૂટી ઓછી લાગશે.

નવી ડિઝાયરનું પેટ્રોલ મોડલ 1200 સીસીના એન્જિન જ્યારે ડિઝવ વેરિએન્ટમાં 1300 સીસીનું એન્જિન છે. પેટ્રોલ કારમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ મળશે.

મારુતિ સુઝુકી ઈન્ડિયાના મેનેજિંગ એક્ઝિક્યુટિવ ઓફિસર (માર્કેટિંગ એન્ડ સેલ્સ) મયંક પરીકે જણાવ્યું હતું કે કંપની તેના વેન્ડરોએ નવી ડિઝાયર પર 230 કરોડ રૂપિયાથી વધુનુ મૂડીરોકાણ કર્યું છે. નવું મોડલ જૂના મોડલની સરખામણીમાં 25000 થી 30,000 રૂપિયા જેટલું સસ્તું છે.

કંપનીએ નવી ડિઝાયરના પેટ્રોલ એન્જિન વેરિએન્ટની કિંમત 4.79 લાખ રૂપિયાથી 6.54 લાખ રૂપિયાની વચ્ચે રાખી છે જ્યારે ડીઝલ મોડલની કિંમત 5.80 લાખથી 7.09 લાખ રૂપિયાની રેન્જમાં રાખી છે. પહેલાથી બજારમાં મોજૂદ ડિઝાયરની કિંમત 4.94 લાખથી 7.29 લાખની રેન્જમાં ચાલી રહી છે. નવી ડિઝાયરનું ઉત્પાદન કંપનીના માનેસર પ્લાન્ટમાં કરવામાં આવશે.

No comments:

Post a Comment