Thursday, February 2, 2012

જાન્યુઆરીમાં FIIએ ભારતમાં 26 હજાર કરોડ રૂપિયા ઠાલવ્યા

વિદેશી રોકાણકારોએ જાન્યુઆરી 2012 માં ભારતના બજારમાં આશરે રૂ. 26,000 કરોડ ( 5.08 અબજ
ડોલર)નું રોકાણ કર્યું છે , જે 16 મહિનામાં સૌથી વધુ ચોખ્ખું માસિક રોકાણ છે. ફુગાવાના દરમાં ઘટાડો અને આકર્ષક વેલ્યુએશનને કારણે રોકાણ પ્રવાહને વેગ મળ્યો હતો.

બજારની નિયમનકારી સંસ્થા સેબીના ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ જાન્યુઆરી 2012 માં ભારતના શેરબજાર અને દેવા બજારમાં કુલ રૂ. 76,548 કરોડની ખરીદી કરી હતી , જ્યારે કુલ વેચાણ રૂ. 50,219 કરોડનું કર્યું હતું. તેનાથી ચોખ્ખો રોકાણ પ્રવાહ રૂ. 26,329 કરોડ થયો હતો.

No comments:

Post a Comment