Thursday, February 2, 2012

મ્યુચ્યુઅલ ફંડ માં અપફ્રન્ટ કમિશન પર પ્રતિબંધની વિચારણા કરાશે

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સનું વેચાણ કરતા વિતરકોને અપફ્રન્ટ કમિશનની ચુકવણી પર પ્રતિબંધ મૂકવાના કેટલાંક અગ્રણી ફંડ હાઉસના સીઇઓના સૂચનની સેબી ગંભીરતાપૂર્વક વિચારણા કરે તેવી ધારણા છે.

હાલમાં રિડેમ્પશનનો સામનો કરી રહેલાં કેટલાંક મ્યુચ્યુઅલ ફંડ ઊંચા કમિશન સાથે વિતરકોને આકર્ષી રહ્યાં છે. આ પદ્ધતિ ગેરવાજબી સ્પર્ધા તરફ દોરી જાય છે અને ' નો એન્ટ્રી લોડ સિસ્ટમ ' ના સિદ્ધાંત વિરુદ્ધની છે. સેબીએ એપ્રિલ 2009 માં એન્ટ્રી લોડ પર પ્રતિબંધ મૂક્યો હતો.

સેબી અને 15 ફંડ હાઉસિસના વડાઓ વચ્ચેની બેઠકમાં આ મુદ્દો ઉપસ્થિત કરાયો હતો. નિરાશાજનક બજારનો સામનો કરી રહેલા મ્યુચ્યુઅલ ફંડે નો યોર કસ્ટમર (કેવાયસી)નાં ધોરણોને સરળ બનાવવાની તથા લાંબા ગાળાના રોકાણકારોને આકર્ષવા એક્ઝિટ લોડના સમયગાળાને એક વર્ષ કરતાં વધુ કરવાનું પણ સૂચન કર્યું હતું.

બેઠકમાં હાજર રહેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે , સેબી મ્યુચ્યુઅલ ફંડ્સને ' ઇન્વેસ્ટમેન્ટ ' પ્રોડક્ટ્સની જગ્યાએ ' સેવિંગ ' પ્રોડક્ટ્સ તરીકે પ્રમોટ કરવા આતુર છે રિટાયરમેન્ટ ફંડ્સ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરે તે સંદર્ભે સરકારને રજૂઆત કરવા સેબી એક ટીમની રચના કરશે. તે કર્મચારી માટેના અમેરિકાના રિટાયરમેન્ટ સેવિંગ પ્લાન '401 કે ' જેવું હોઈ શકે છે. આવી હિલચાલથી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો મોટા પાયે વિકાસ થશે , એમ સેબીના સૂત્રએ જણાવ્યું હતું.

No comments:

Post a Comment