Thursday, February 2, 2012

મોદીને રાહત : પંચ સામે હાજર થવું નહીં પડે

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે રાહત સમાન ચુકાદામાં ગુજરાત હાઈ કોર્ટે 2002
નાં તોફાનોના સંદર્ભમાં મોદીને તપાસ માટે નાણાવટી પંચ સમક્ષ બોલાવવાનો આદેશ આપવાની માંગ કરતી અરજી ફગાવી હતી.

જસ્ટિસ અકિલ કુરેશી અને સોનિયા ગોકાણીની બનેલી ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે , મોદીને બોલાવવાનો આદેશ આપવાની માંગ કરતી જન સંઘર્ષ મંચની અરજીમાં કોર્ટને કોઈ દમ લાગતો નથી. જજે નિરીક્ષણ કર્યું હતું કે , પંચ પાસે સાક્ષીઓને બોલાવવાના વધુ વ્યાપક અધિકારો છે.

કેટલાક તોફાન પીડિતો વતી રજૂઆત કરનાર જન સંઘર્ષ મંચ (જેએસએમ)એ મોદીને તપાસ માટે બોલાવવાની માંગ કરતી અરજી જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ અક્ષય મહેતાના પંચ સમક્ષ કરી હતી. જે ફગાવાયા પછી તેણે ગુજરાત હાઈ કોર્ટમાં આ મુજબની અરજી કરી હતી.

No comments:

Post a Comment