નવી
દિલ્હી
:
છેલ્લા
10
દિવસમાં
ચોમાસુ
એક
ઇંચ
પણ
આગળ
વધ્યું
નથી
,
જેના
કારણે
દુષ્કાળ
જેવી
સ્થિતિ
પેદા
થઈ
રહી
છે
.
આ
સંજોગોમાં
તેલીબિયાં
,
કઠોળ
અને
બીજા
પાકનાં
ખેતરો
સૂકાંભઠ
છે
.
નરેન્દ્ર
મોદી
સરકારે
તેના
પ્રથમ
વર્ષમાં
જ
તીવ્ર
ખાદ્યાન્ન
ફુગાવો
અને
નબળી
ગ્રામીણ
માંગનો
સામનો
કરવો
પડે
તેવી
શક્યતા
છે
.
આ વખતે જૂનનો વરસાદ છેલ્લી એક સદીમાં સૌથી ઓછો વરસાદ છે અને તેના કારણે શાકભાજી અને ડુંગળીના ભાવ ઝડપથી વધી રહ્યા છે . સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં વરસાદની ખાધ 37 ટકા છે અને મધ્ય , ઉત્તર અને પશ્ચિમ ભારતમાં મુખ્ય પાકોના વિસ્તારમાં પાણીની અછત છે . આ ઉપરાંત ચોમાસાના અંતમાં અલ નિનોની અસર પેદા થવાની આગાહી છે . ભારતનાં સૌથી મોટાં જળાશયોમાં ઝડપથી પાણી ઘટી રહ્યું છે . જૂનની શરૂઆતમાં મોટાં જળાશયોમાં પાણીનું પ્રમાણ ગયા વર્ષ કરતાં 33 ટકા વધારે હતું . પરંતુ જૂન પૂરો થવા આવ્યો છે ત્યારે જળાશયોમાં પાણી ગયા વર્ષના સ્તરે પહોંચી ગયું છે . ઘણા ડેમમાં પાણી ગયા વર્ષના સ્તરથી નીચે છે . નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ચોમાસુ હવે ઝડપથી આગળ નહીં વધે તો ખાદ્ય પદાર્થોના ભાવ નિરંકુશ બનશે . રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના વડા બી પી યાદવે જણાવ્યા પ્રમાણે આગામી બે - ત્રણ દિવસમાં આગળ વધે તેવી શક્યતા નથી . દેશના પૂર્વ ભાગમાં થોડો વરસાદ પડશે , પરંતુ ઉત્તર ભારતમાં હવામાન સૂકું રહેશે . સરકારે ડુંગળીની નિકાસ પર નિયંત્રણ લાદ્યાં છે અને બજારમાં વધારે ચોખા રિલીઝ કર્યા છે છતાં ખાદ્યાન્ન ફુગાવો વધવાનો ભય છે . દિલ્હી સ્થિત ભારતીય કૃષક સમાજના ચેરમેન અજય ઝાકરે જણાવ્યું કે આ વર્ષે તેલીબિયાં , શાકભાજી , કઠોળ અને ડાંગરનું વાવેતર ધીમું છે . ડુંગળીનો ભાવ તાજેતરમાં 16 ટકા વધીને રૂ .14 થી 20 થયો હોવાનું નાશિકના ડુંગળીના વેપારીઓના સંગઠનના પ્રમુખ સોહનલાલ ભંડારી જણાવે છે . તેઓ કહે છે કે હલકી ગુણવત્તાની ડુંગળી પણ રૂ .14 થી નીચા ભાવે મળતી નથી . રમજાન મહિનો શરૂ થવાની તૈયારીમાં હોવાથી દિલ્હીના હોલસેલ માર્કેટમાં શાકભાજી અને ફળના ભાવ વધવાની શક્યતા છે . સોયાબીન પ્રોસેસર્સ એસોસિયેશનના પ્રવક્તા અને કોઓર્ડિનેટર રાજેશ અગરવાલે જણાવ્યું કે , મહારાષ્ટ્રમાં સોયાબીનના વિસ્તારમાંથી માત્ર 10 ટકામાં વાવેતર થયું છે અને મધ્યપ્રદેશમાં સિંચાઈ હેઠળ કેટલાક ભાગોમાં સોયાબીનનું વાવેતર થયું છે . વાવેતરની સિઝન જુલાઈના મધ્ય સુધી ચાલશે . અગાઉના વર્ષની સરખામણીમાં 21 જૂન સુધીમાં તેલીબિયાંનું વાવેતર 85 ટકા ઘટીને 1.23 લાખ હેક્ટર સુધી સીમિત રહ્યું હતું . મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં સોયાબીનનો ૭૦ ટકા પાક વરસાદ પર આધારિત છે તેથી ખેડૂતો પાસે હજુ 15 દિવસનો જ સમય છે . આ વર્ષે ભારતમાં ખાદ્ય તેલની આયાત વધીને 1.1 કરોડ ટન થવાની શક્યતા છે જે ગયા વર્ષે 1.04 કરોડ ટન હતી . સોયાબીન અને સૂર્યમૂખીના તેલની આયાત વધવાની શક્યતા છે . |
No comments:
Post a Comment