Thursday, June 26, 2014

શેરબજાર રેડ ઝોનમાં: RIL, ONGC ડાઉન

F&O જૂન સિરીઝની એક્સપાયરીના દિવસે મુંબઈ શેરબજાર આજે બપોરે પણ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું હતું. બપોરે
<a href="http://ads.indiatimes.com/ads.dll/clickthrough?slotid=5204" target="_blank"><img src="http://ads.indiatimes.com/ads.dll/photoserv?slotid=5204" border="0" width="250" height="250" alt="Advertisement"></a>
11.30 વાગ્યે
BSE સેન્સેક્સ 123.91 પોઈન્ટ ઘટીને 25189.83 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 32.55 પોઈન્ટ ઘટીને 7,420.90 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.26 ટકા અને 0.05 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે બપોરે કેપિટલ ગૂડ્ઝ , ક્ઝ્યુમર ડ્યુરેબલ્સ તેમજ ફાર્મા શેરોમાં લેવાલી જોવા મળી હતી જ્યારે ઓઈલ-ગેસ , રિયલ્ટી તેમજ મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

કેન્દ્રીય કેબિનેટે નેચરલ ગેસના ભાવવધારાના નિર્ણયને ત્રણ મહિના માટે મોકૂફ રાખ્યો હોવાથી શેરબજારમાં આજે રિલાયન્સ અને ONGC ના શેર અનુક્રમે 2.73 ટકા અને 5 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજ કારણથી ફર્ટિલાઈઝર કંપનીઓના શેરમાં આજે સવારે ઉછાળો જોવાયો હતો. યુરિયા અને ફર્ટિલાઈઝરના ઉત્પાદનમાં ગેસનો કાચામાલ તરીકે ઉપયોગ થતો હોવાથી ફર્ટિલાઈઝર કંપનીના શેરોમાં આજે સવારે ઉછાળો જોવાયો હતો.

સવારે ચંબલ ફર્ટિલાઈઝર 2.37 ટકા , ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ્સ ટ્રાવણકોર 1.97 ટકા , રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ 1.47 ટકા , કોરોમાંડલ ઈન્ટરનેશનલ 1.24 ટકા અને GNFC ના શેર 1.85 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

શેરબજાર ઓપનિંગ : F&O જૂન સિરીઝની એક્સપાયરીના દિવસે મુંબઈ શેરબજાર આજે નીચે ગેપમાં ખૂલ્યું હતું . ટ્રેડિંગ શરૂ થયાની થોડી ક્ષણોમાં BSE સેન્સેક્સ 59.74 પોઈન્ટ ઘટીને 25254.00 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 15.30 પોઈન્ટ ઘટીને 7,420.90 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.14 ટકા અને 0.26 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા .

આજે સવારે કેપિટલ ગૂડ્ઝ , પાવર , ઓટો તેમજ મેટલ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે ઓઈલ - ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી .

બુધવારે BSE સેન્સેક્સ ઉપરમાં 25427.80 અને નીચામાં 25274.39 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 55.16 પોઈન્ટ ઘટીને 25313.74 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 7,589.25 અને 7,557.05 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 10.95 પોઈન્ટ ઘટીને 7,569.25 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .

No comments:

Post a Comment