Tuesday, June 24, 2014

Bookmyshow.com - બુક માય શો નવા ફંડિંગ સાથે રૂ.1,000 કરોડની ક્લબમાં


નિષ્ણાતોનું બેંગલોર / મુંબઈ : ઓનલાઇન ટિકિટ સર્વિસ કંપની BookMyShow ફંડિંગના નવા રાઉન્ડ દ્વારા તેના મૂલ્યમાં ત્રણ ગણાથી વધુ વધારો નોંધાવ્યો છે અને તેના લીધે મુંબઈ સ્થિત કંપની ભારતની સૌથી મૂલ્યવાન કન્ઝ્યુમર ઇન્ટરનેટ કંપનીઓમાં સ્થાન પામી છે .

BookMyShow નું સંચાલન કરતી બિગટ્રી એન્ટરટેઇનમેન્ટે ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી ફંડ સૈફ પાર્ટનર્સ દ્વારા રૂ . 150 કરોડ એકત્રિત કર્યા છે . હાલના રોકાણકારો એસ્સેલ પાર્ટનર્સ અને મીડિયા કંપની નેટવર્ક 18 પણ તેના ઇન્વેસ્ટમેન્ટ રાઉન્ડમાં ભાગ લેતાં તેનું મૂલ્ય રૂ . 1,000 કરોડ મુકાયું છે . 2012 માં કંપનીનું મૂલ્ય રૂ . 350 કરોડ મુકાયું હતું તે હવે વધીને રૂ . 1,000 કરોડ થઈ ગયું છે .

BookMyShow ને 2013 માં ઇકોનોમિક ટાઇમ્સ એવોર્ડ્સ ફોર કોર્પોરેટ એક્સલન્સ વખતે સ્ટાર્ટ અપ ઓફ યરનો એવોર્ડ મળ્યો હતો . બિગટ્રી એન્ટરટેઇનમેન્ટના સ્થાપક આશિષ હેમરજનીએ જણાવ્યું હતું કે , અમે સૈફ પાર્ટર્નસના ફંડિંગથી ખુશ છીએ .

તેઓએ મેકમાયટ્રિપ અને જસ્ટડાયલ જેવી કંપનીઓને મદદ કરીને જાહેર જનતા સુધી જવા સક્ષમ બનાવી તે જોતાં તેનું અમારા માટે ઘણું મૂલ્ય છે . મૂલ્યના લીધે BookMyShow ભારતના ઇકોમર્સ ક્ષેત્રમાં સૌથી મૂલ્યવાન કન્ઝ્યુમર ઇન્ટરનેટ કંપનીઓ પૈકીની એક બની છે .

તાજેતરમાં ઓનલાઇન કંપની ક્વિકરનું મૂલ્ય રૂ .1,500 કરોડ મુકાયું હતું , જ્યારે રેસ્ટોરાં સર્ચ એન્જિન ઝોમાટોનું મૂલ્ય ફંડિંગના છેલ્લા રાઉન્ડમાં રૂ .1,000 કરોડ મુકાયું હતું .

માનવું છે કે મોબાઇલને સૌથી મહત્ત્વની સેલ્સ ચેનલ બનાવવાના લીધે કંપની સારું ભાવિ ધરાવે છે . મોબાઇલ એપ લોન્ચ કર્યાના વર્ષમાં BookMyShow ના અડધા ઉપરાંત ટ્રાન્ઝેક્શન ચેનલ દ્વારા થાય છે .
મોબાઇલ વ્યૂહરચનાએ બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં બજારોમાં અનેક નવી તક ખોલી આપી છે . ઇન્વેસ્ટમેન્ટ બેન્ક એવેન્ડસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તથા સોદાના નાણાકીય સલાહકાર આશિષ ભીંડેએ જણાવ્યું હતું કે , BookMyShow પ્રથમ ડિજિટલ કોમર્સ કંપનીઓમાંની એક કંપની બની છે જે મોબાઇલના માધ્યમ દ્વારા ગ્રાહકોની સ્વીકાર્યતા અને કામગીરીના ધોરણે વૈશ્વિક કંપનીઓની સમકક્ષ બેસે છે .

રોકાણકારોએ કંપનીની આવક અને ભારતમાં નવાં બજારોમાં ઝડપથી થઈ રહેલા વિસ્તરણ પર ભરોસો મૂકતાં તેનું મૂલ્ય ઊંચું મુકાયું છે . વેન્ચર કેપિટલ ફર્મ મેટ્રિક્સ પાર્ટનર્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અવનીશ બજાજે જણાવ્યું હતું કે , બારથી અઢાર મહિના પહેલાં 10 કરોડ ડોલરના મૂલ્યને વટાવવું મોટો પડકાર હતો , જે સ્થિતિ આજે કન્ઝ્યુમર ઇન્ટરનેટમાં સ્પષ્ટપણે બદલાઈ ગઈ છે . અહીં ફક્ત ભાવિ સંભાવનાઓની વાત નથી , પરંતુ મોબાઇલ ઇન્ટરનેટનો જોરદાર ફેલાવો થઈ રહ્યો છે તે છે .

No comments:

Post a Comment