Wednesday, July 16, 2014

સત્યમ્‌ કૌભાંડ: રામલિંગા રાજુ પર 14 વર્ષનો પ્રતિબંધ

દેશની સૌથી મોટી કોર્પોરેટ છેતરપિંડીના કેસમાં સાડા પાંચ વર્ષથી ચાલતી તપાસ પૂર્ણ કરીને સેબીએ સત્યમ્ કમ્પ્યુટરના સ્થાપક બી રામલિંગા રાજુ અને અન્ય ચાર પર 14 વર્ષ માટે શેરબજારમાં સક્રિય થવા સામે પ્રતિબંધ મૂક્યો છે . સેબીએ તેમને વ્યાજ સાથે રૂ .1,849 કરોડ પરત કરવા જણાવ્યું છે .

રકમ 45 દિવસની અંદર સેબીમાં જમા કરાવવાની રહેશે . તેના પર 7 જાન્યુઆરી 2009 થી અત્યાર સુધી વાર્ષિક 12 ટકાના દરે વ્યાજ ગણવામાં આવશે . 7 જાન્યુઆરી 2009 ના રોજ રાજુએ લખેલા પત્ર દ્વારા સત્યમ્ કૌભાંડ બહાર આવ્યું હતું .

સેબીના પ્રોબિબિટરી આદેશનો સામનો કરતા અન્ય લોકોમાં રાજુના ભાઈ બી રામા રાજુ ( સત્યમ્ ના તત્કાલીન એમડી ) , વી શ્રીનિવાસ ( ભૂતપૂર્વ સીઇઓ ) , જી રામક્રિષ્ના ( પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ ) અને વીએસ પ્રભાકર ગુપ્તા ( ઇન્ટર્નલ ઓડિટના પૂર્વ વડા ) નો સમાવેશ થાય છે .

65 પાનાંનો આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે . તેમાં સેબીએ જણાવ્યું હતું કે પાંચેયે ભેગા મળીને આધુનિક વ્હાઇટ કોલર ગુનો આચર્યો હતો . અંગત લાભ ખાતર તેમણે પૂર્વઆયોજિત યોજના મુજબ કામ કર્યું હતું અને તે કંપની તથા તેના રોકાણકારો માટે નુકસાનકારક હતું .

સેબીને આદેશ આપવા માટે વિશેષ સત્તા આપવામાં આવી હતી . સેબીએ કહ્યું હતું કે કેસમાં જે નાણાકીય છેતરપિંડી થઈ છે તે રોકાણકારોના હિતની વિરુદ્ધ છે અને બજારની વિશ્વસનીયતાને જોખમમાં મૂકે છે .

સેબીના પૂર્ણકાલીન સભ્ય રાજીવ કુમાર અગરવાલે ઓર્ડરમાં જણાવ્યું હતું કે , મને ખાતરી છે કે કેસમાં એન્ફોર્સમેન્ટની કડક કાર્યવાહીથી બજારને યોગ્ય સંદેશ મળશે અને અસરકારક પ્રતિકાર રચવામાં આવશે .

7 જાન્યુઆરી 2009 ના રોજ સત્યમ્ કમ્પ્યુટરના ચેરમેન રામલિંગા રાજુએ સેબીને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે હિસાબી ગોટાળા સ્વીકાર્યા હતા . તેમણે સ્વીકાર કર્યો હતો કે કંપનીની રોકડ અને બેન્ક બેલેન્સના આંકડા વધારી ચઢાવીને અપાયા છે તથા કંપનીની જવાબદારીઓ ઓછી દર્શાવવામાં આવી છે .

કૌભાંડ બહાર આવ્યા બાદ સરકારે રોકાણકારો અને કર્મચારીઓના હિત માટે કંપનીનું હરાજીથી વેચાણ કરવાનો આદેશ આપ્યો હતો . તે સમયે તે ભારતની ચોથા ક્રમની સૌથી મોટી આઇટી કંપની હતી . ટેક મહિન્દ્રાએ સત્યમ્ ને ખરીદી હતી અને તેને મહિન્દ્રા સત્યમ્ નામ આપવામાં આવ્યું હતું . અંતે કંપનીને ટેક મહિન્દ્રા સાથે મર્જ કરી દેવામાં આવી હતી .

<a href="http://netspiderads2.indiatimes.com/ads.dll/clickthrough?slotid=36120" target="_blank"><img src="http://netspiderads2.indiatimes.com/ads.dll/photoserv?slotid=36120" border="0" width="462" height="48" alt="Advertisement"></a>

No comments:

Post a Comment