Tuesday, July 15, 2014

સમગ્ર ગુજરાતમાં વરસાદની ખેંચથી ચિંતા

ગુજરાતમાં થયેલા ઓછા વરસાદથી, આ વર્ષે ચોમાસુ નબળુ હોવાના સંકેતો મળી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ ચોમાસાની સ્થિતી ખરાબ છે, તો અત્યાર સુધીમાં કેટલો વરસાદ થયો અને હવામાન વિભાગ શું કહી રહ્યું છે.

ગુજરાતમાં 96 ટકા વરસાદની ઘટ રાજ્યના 39 ડિસ્ટ્રિકટ્માં વરસાદ જ નથી. જ્યારે 139 ડિસ્ટ્રિક્ટમાં 1 મિલિમીટર કરતાં ઓછો વરસાદ ગુજરાતમાં ઘાન્ય અને તેલીબીયાના પાક ઉપર ગંભીર અસર થવાની શક્યતાં. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન રાજ્યના 86,80,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થાય છે.

ગત વર્ષે ચોમાસાની શરૂઆતમાં 43.68 લાખ વિસ્તારમાં વાવેતર થયું હતું. ચાલુ વર્ષે ફક્ત 12.78 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું. વરસાદ ખેંચાતાં મગફળીનું ફક્ત 4.82 લાખ હેક્ટર અને 7.22 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર. ગત વર્ષે મગફળીનું વાવેતર 14.39 લાખ હેકટરમાં વાવેતર. ગત વર્ષે કપાસનું વાવેતર 27.17 લાખ હેક્ટરમાં વાવેતર.

No comments:

Post a Comment