Sunday, July 20, 2014

આ 5 શેરના ભાવ આસમાને અને બેલેન્સ શીટમાં વધતી રહી ખોટ

મુંબઇ: ચૂંટણી પહેલાં શેર બજારમાં શરૂ થયેલી તેજી થોભવાનું નામ જ લઇ રહી નથી અને શેર બજાર રોજેરોજ નવા ઊંચી સપાટીને અડી રહ્યું છે. આ તેજીમાં સારા ફંડામેન્ટલવાળા શેરોની સાથે કેટલાંક ખરાબ ફંડામેન્ટલ અને પંટર શેરો એ પણ જોરદાર તેજી દેખાડી છે, આથી નિષ્ણાતો આવી ચોતરફ તેજીમાં રોકાણકારોને સૌથી વધુ એલર્ટ રહેવાની સલાહ આપી રહ્યાં છે.
 
છેલ્લાં 6 મહિનાથી 1 વર્ષની અંદર આ પંટર શેરોએ તેજી દેખાડી છે, પરંતુ આ કંપનીઓની બેલેન્સ શીટમાં ખોટ સતત વધતી રહી છે. બજારના ફંડામેન્ટલ નિષ્ણાત મિલન શર્માનું કહેવું છે કે હાલના સમયમાં રોકાણકાર ધ્યાનથી રોકાણ કરે અને કંપનીઓના ફંડામેન્ટલની સાથે કંપનીની બેલેન્સશીટ ચોક્કસ જુઓ.
 
પંટર શેર એટલે શું
 
પંટર શેર એવી કંપનીના શેર હોય છે, જેની બેલેન્સ શીટમાં તો ખોટ વધતી રહી છે, પરંતુ શેર બજારમાં તેના શેરોમાં તેજી આવતી રહે છે. શેર બજારની ભાષામાં આ શેરોને 'પંટર શેર' કહે છે.
 
આવો જાણીએ આવા જ 5 પંટર શેરો અંગે, જેના ફંડામેન્ટલ ખરાબ હોવા છતાંય તેને માર્કેટમાં તેજી દેખાડી છે
 
1- રાજાબહાદુર ઇન્ટરનેશનલ લિમિટેડ
 
શું થયું શેર બજારમાં
 
=> એક વર્ષની અંદર શેર અંદાજે 300 ટકા ચઢ્યો
=>  21મી ઑગસ્ટ 2013ના રોજ શેરનો ભાવ 551 રૂપિયા હતો
=> 17મી જૂલાઇ 2014ના રોજ શેરનો ભાવ 1515 રૂપિયા હતો
 
શું કહે છે બેલેન્સ શીટ
 
=> કંપની છેલ્લાં પાંચ ત્રિમાસિકથી ખોટમાં
=> છેલ્લાં ચાર વર્ષથી કંપની ખોટમાં
આ 5 શેરના ભાવ આસમાને અને બેલેન્સ શીટમાં વધતી રહી ખોટ 
જીસીએમ સિક્યોરિટી
 
શું થયું શેર બજારમાં
 
=> એક વર્ષ દરમ્યાન શેર અંદાજે 385 ટકા ચઢ્યો
=> શેર પ્રાઇસ 119 રૂપિયાથી ચઢીને 577 રૂપિયા
=> 11 ઑક્ટોબર 2013ના રોજ શેરનો ભાવ 119 રૂપિયા
=> 17મી જૂલાઇ 2014ના રોજ શેરનો ભાવ 573 રૂપિયા
 
શું કહે છે બેલેન્સ શીટ
 
=>  2013-2014માં કંપનીનો નફો 18000 રૂપિયાથી તૂટીને 9,000 રૂપિયા
=> 2013-2014માં આવક 13 લાખ રૂપિયાથી તૂટીને 9 લાખ રૂપિયા
ચેનલ નાઇન એન્ટરટેનમેન્ટ લિમિટેડ
 
શું થયું શેર બજારમાં
 
=> એક વર્ષ દરમ્યાન શેર અંદાજે 1150 ટકા ચઢ્યો
=> શેર પ્રાઇસ 40.45 રૂપિયાથી ચઢીને 508 રૂપિયા થયો
=> 26 જૂલાઇ 2013ના રોજ શેરનો ભાવ 40.45 રૂપિયા
=> 17મી જૂલાઇ 2014ના રોજ શેરનો ભાવ 497 રૂપિયા
 
શું કહે છે બેલેન્સ શીટ
 
=>  2013-2014માં કંપનીનો નફો 13000થી તૂટીને 5000
=>  2013-2014માં આવક 31 લાખ રૂપિયાથી તૂટીને 28 લાખ રૂપિયા

એટુઝેડ મેન્ટેન્સ
 
શું થયું શેર બજારમાં
 
=> એક વર્ષ દરમ્યાન શેર અંદાજે 266 ટકા ચઢ્યો
=> 29મી નવેમ્બર 2013ના રોજ શેરનો ભાવ 7.51 રૂપિયા હતો
=> 17મી જૂલાઇ 2014ના શેરનો ભાવ 27.55 રૂપિયા
 
શું કહે છે બેલેન્સ શીટ
 
=> કંપની સતત 5 ત્રિમાસિકથી ખોટમાં છે
=> સતત પાંચ ત્રિમાસિકથી આવકમાં ઘટાડો
હીરા અપરેલ
 
શું થયું શેર બજારમાં
 
=> એક વર્ષ દરમ્યાન શેર અંદાજે 93 ટકા તૂટ્યો
=> 7મી એપ્રિલ 2014ના રોજ શેરનો ભાવ 297 રૂપિયા હતો
=> 17મી જૂલાઇના રોજ 2014ના રોજ શેરનો ભાવ 22.05 રૂપિયા
 
 
 

No comments:

Post a Comment