Sunday, July 20, 2014

નીતા અંબાણીના પિતાના અંતિમ સંસ્કારમાં ઐશ્વર્યા-અભિષેક રહ્યાં હાજર

(ફોટો : ડાબેથી પહેલાં ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન નીતા અંબાણીને મળી રહ્યા છે)

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીના સસરા અને નીતા અંબાણીના પિતા રવિન્દ્રભાઇ દલાલનું બુધવારે સવારે તેમના નિવાસસ્થાને મૃત્યુ નીપજ્યું હતું. રવિન્દ્રનાથ દલાલ ગિરગાંવમાં આવેલા દલાલ હાઉસમાં રહેતા હતા, તેઓ છેલ્લાં કેટલાંય સમયથી બીમાર હતા. રવિન્દ્રભાઇ દલાલની ડેડ બોડી સૌપ્રથમ તો પરેડ રોડ પર આવેલા નીતા અંબાણીના ઘરે લાવવામાં આવી હતી. ત્યારબાદ મલબાર હિલ્સમાં આવેલા બાણગંગા સ્મશાન ખાતે અંતિમસંસ્કારનું આયોજન કરાયું હતું. રવિન્દ્રભાઇ બિરલા ગ્રૂપના ભૂતપૂર્વ સિનિયર એક્ઝિક્યુટિવ હતા.
 
તેમના અંતિમ સંસ્કારમાં પરિવારના સભ્યો, રિલાયન્સના ટોચના એક્ઝિક્યુટિવ્સ, બોલિવુડ એકટર અભિષેક બચ્ચન અને તેમના પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન હાજર રહ્યા હતા. તેમનો અંતિમ સંસ્કાર નીતા અંબાણીના પુત્ર અનંત અને આકાશ અંબાણીએ કર્યો હતો.

No comments:

Post a Comment