Monday, July 14, 2014

સારા રિટર્ન માટે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો

ઈન્વેંચર ગ્રોથ એન્ડ સિક્યુરિટીઝના મેહુલ અશર જણાવે છે કે ક્યા મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવાથી સારું રિટર્ન કમાઈ શકાય છે.  તેમ જ કયા ફંડ્સને આપણા પોર્ટફોલિયોમાંથી નીકાળવું યોગ્ય રહેશે. 

સવાલ – હું વર્ષ 2008થી એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યો છું. મારા પોર્ટપોલિયોમાં રિલાયન્સ નેચરલ રિસોર્સિસ, ડીએસપી બીઆર ઈન્ડિયા ટાઈગર, કેનેરા રોબેકો ઈન્ફ્રા અને સુંદરમ કેપેક્સ ફંડ છે. શું કોઈ ફંડને પોર્ટફોલિયોમાંથી બહાર કાઢવો જોઈએ?

મેહુલ અશર – તમારા દ્વારા કરવામાં આવેલા 4 ફંડમાંથી 3 ફંડ સેક્ટર ફંડ છે. રિલાયન્સ નેચરલ રિસોર્સિસને તમારા પોર્ટફોલિયોમાંથી બહાર કાઢો, બાકી ફંડ્સમાં રહી શકો છો. સેક્ટર ફંડમાં રોકાણ કરવાથી હંમેશા બચવું જોઈએ. સેક્ટર ફંડની જગ્યાએ લાર્જ કેપ અથવા ડાઈવર્સિફાઈડ ફંડમાં રોકાણ કરવું વધુ યોગ્ય રહેશે.

સવાલ – હું જાણવા માગું છું કે શું વર્તમાન એસઆઈપીમાંથી જરૂરત હોય ત્યારે કેટલાક પૈસા નિકાળી શકાય છે. તેમ જ તેની શું પ્રક્રિયા હોય છે?

મેહુલ અશર – વર્તમાન એસઆઈપીની વચ્ચેથી જ પૈસા નિકાળવાનો વિકલ્પ હાજર હોય છે. પણ જ્યારે શક્ય હોય ત્યાં સુધી તેમાંથી નાણા ન કાઢો. કેમ કે એસઆઈપી શરૂ કરવાના ઉદ્દેશ્યને હમેંશા ધ્યાનમાં રાખો. જો એસઆઈપીની રકમ 1 વર્ષ પહેલા નિકાળતા હોય તો એક્ઝિટ લોડ દેવું પડે છે. તેમ જ શોર્ટ ટર્મ કેપિટલ ગેન હેઠળ પણ 15 ટકા ચાર્જ આપવો પડશે.

No comments:

Post a Comment