Thursday, July 3, 2014

સંરક્ષણ ક્ષેત્રે FDIની તબક્કાવાર મંજૂરી શક્ય

નવી દિલ્હી ભારત સંરક્ષણ ક્ષેત્રનેસીધા વિદેશી મૂડીરોકાણ એફડીઆઇમાટે ધીમે ધીમે ખુલ્લું મૂકવાનીનીતિ અપનાવે તેવી શક્યતા છે .તેનાથી સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પુનજીવંત કરશે જે આર્થિક સુધારા માટેનરેન્દ્ર મોદી સરકારની વ્યૂહરચનાનોહિસ્સો છે 

સંરક્ષણ મંત્રાલયની જેમ જ સાવચેતીદાખવીને નાણામંત્રાલયે આ સેક્ટરમાં વિદેશી રોકાણ પ્રોત્સાહન બોર્ડ એફઆઇપીબીની પૂર્વમંજૂરી મેળવ્યા બાદ એફડીઆઇની મર્યાદા 49 ટકા કરવાની તરફેણ કરી છેહાલમાં 26 ટકાની મર્યાદા છે પરંતુ દરેક કિસ્સામાં યોગ્યતાના ધોરણે તેને વધારીશકાય છે 

સંરક્ષણ ઉત્પાદનોમાં એફડીઆઇને મંજૂરી આપવાથી આ ક્ષેત્રમાં EADS, બોઇંગ ,બ્રિટિશ એરોસ્પેસ રોલ્સ રોયસ અને અસંખ્ય કમ્પોનન્ટ ઉત્પાદકોનો ભારતમાંપ્રવેશ થઈ શકશે જેમની સાથે અબજો ડોલરના રોકાણની સંભાવના પણ ઊભી થઈશકે છે 

મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને પુન જીવિત કરવા ભાજપ સરકાર પરના દબાણને જોતાંએવી અપેક્ષા રખાય છે કે જે સાધનોની સંપૂર્ણ આયાત કરવી પડતી હતી તેસાધનોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સેક્ટરને ખોલવામાં આવીશકે છે 

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન ડીઆઇપીપી એ એકચર્ચાપત્રમાં દરખાસ્ત કરી હતી કે ટેક્ ‌ નોલોજી ટ્રાન્સફર જરૂરી ન હોય તેવા કિસ્સામાં49 ટકા સુધી એફડીઆઇને મંજૂરી આપવી જોઈએ ટેક્ ‌ નોલોજી ટ્રાન્સફર આવશ્યકહોય તેવા કિસ્સામાં 74 ટકા તથા અત્યાધુનિક ટેક્ ‌ નોલોજી હોય તેવા કિસ્સામાં 100ટકા એફડીઆઇની ભલામણ કરવામાં આવી છે 

ઘટનાક્રમથી વાકેફ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે આ સેક્ટરનીસંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ક્યાસ કાઢવાનો અભિગમ વધારે સારો છે 

ડીઆઇપીપીની કેબિનેટ નોટમાં પોતાનો અભિપ્રાય આપતાં નાણામંત્રાલયે સુરક્ષાઅંગેની કેબિનેટ કમિટીની અગાઉથી મંજૂરી મેળવ્યા બાદ જે કિસ્સામાં અત્યાધુનિક ટેક્‌ નોલોજીને ટ્રાન્સફર કરવાની હોય તેમાં 100 ટકા સુધીના વિદેશી રોકાણને ટેકોઆપ્યો હતો 

સરકાર એક આકરી શરતને પણ દૂર કરે તેવી શક્યતા છે જે મુજબ સંરક્ષણ કંપનીમાંવિદેશી રોકાણ થયું હોય ત્યારે ઓછામાં ઓછા ૫૧ ટકા હિસ્સા સાથે તેમાં એકભારતીય હિસ્સેદાર હોવો જોઈએ 

કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી જેવા લોબી જૂથની માંગણી પ્રમાણે આ નિયમહળવા કરવામાં આવશે તો 49 ટકા એફડીઆઇ સાથે પણ આ સાહસમાં વિદેશીરોકાણકાર મોટા શેરધારક બની શકશે જેનાથી રોકાણ આકર્ષક બનશે 
આ ઉપરાંત મંત્રાલયે સંયુક્ત મર્યાદાની તરફેણ કરી છે જેમાં એફડીઆઇ ઉપરાંતવિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટનો પણ સમાવેશ થાય છે આ શરત હળવીકરવાથી લાર્સન એન્ડ ટુબ્રો પુંજ લોયડ અને પીપાવાવ ડિફેન્સ જેવા અનેકઉત્પાદકોને ફાયદો થઈ શકે 

No comments:

Post a Comment