Friday, August 22, 2014

BAPSનો વર્લ્ડ રેકોર્ડઃ 909 કરોડમાં બનશે વિશ્વનું સૌથી વિશાળ મંદિર

(અમેરિકાના ન્યૂજર્સીમાં રોબિન્સવિલે ખાતે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર)
 
ન્યૂજર્સીઃ BAPS સંસ્થાના વડા પ્રમુખ સ્વામી મહારાજે 10મી ઓગસ્ટ, 2014ના રોજ અમેરિકાના ન્યૂજર્સીમાં રોબિન્સવિલે ખાતે  શ્રી સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી. રોબિન્સવિલેમાં 162 એકરના વિસ્તારમાં તૈયાર થઇ રહેલા અક્ષરધામ સંકુલ 2017 સુધીમાં સંપૂર્ણપણે તૈયાર થઇ જાય તેવી સંભાવના છે. ન્યૂજર્સીમાં 162 એકરના પરિસરમાં આકાર પામતું BAPS અક્ષરધામ મંદિર વિશ્વનું સૌથી વિશાળ હિન્દુ મંદિર બનશે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર, રોબિન્સવિલેમાં 150 મિલિયન ડોલર (અંદાજે 909 કરોડ રૂ.)ના ખર્ચે તૈયાર થઇ રહેલા અક્ષરધામ પરિસરની સાથે વિશ્વના સૌથી વિશાળ હિન્દુ મંદિરના રેકોર્ડ માટે દાવો રજૂ કરશે. હાલમાં સૌથી વિશાળ હિન્દુ મંદિર તમિલનાડુના શ્રીરંગમ્ સ્થિત શ્રી રંગનાથસ્વામી મંદિર છે, તે 155.92 એકર્સમાં પથરાયેલું છે.  
 
વર્લ્ડ રેકોર્ડના દાવામાં સંભવતઃ અડચણ
 
વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો કંબોડિયામાં આવેલું અંગકોર વાટના હિન્દુ મંદિરનું પરિસર અંદાજે 202 એકરમાં પથરાયેલું છે. આમ, જો માત્ર પરિસરની વાત કરીએ તો અંગકોર વાટનું હિન્દુ મંદિર, રોબિન્સવિલેના મંદિર કરતાં પણ વિશાળ જ રહે. આ કિસ્સામાં જોવાનું એ રહે છે કે, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સવાળા વિશ્વના સૌથી વિશાળ હિન્દુ મંદિરનો ખિતાબ આપવામાં કઇ બાબતોની નોંધ લેશે. આમ, અંગકોરવાટના મંદિરને કારણે રોબિન્સવિલે સ્થિત અક્ષરધામના રેકોર્ડના દાવામાં મુશ્કેલી સર્જાઇ શકે છે.

No comments:

Post a Comment