Tuesday, August 12, 2014

NSEL કેસમાં સાત ડિફૉલ્ટરોની એક જ દિવસે ધરપકડ

EOWના આ પગલાની અસરથી ડિફૉલ્ટરોમાં ભય અને રોકાણકારોમાં આશા :  ૧૧૬૩ કરોડ રૂપિયાની લેણી આ સાત જણ પાસે બાકી
નૅશનલ સ્પૉટ એક્સચેન્જ લિમિટેડ (NSEL)ના પ્રકરણમાં ગઈ કાલે બહુ જ મહત્વની ઘટના આકાર પામી હતી. મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગે (EOW) સાત ડિફૉલ્ટરોની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં એકસાથે સાત જણ પકડાયા હોવાનો આ પહેલો બનાવ છે. ખાસ કરીને જ્યારે રોકાણકાર-બ્રોકર વર્ગ તરફથી સતત ડિફૉલ્ટરો સામે ઍક્શન લેવાની માગણી ઊઠી રહી છે ત્યારે મુંબઈ પોલીસનું આ કદમ આવકાર્ય બન્યું છે. આ ડિફૉલ્ટર વર્ગ લાંબા સમયથી એમનાં નાણાંની ચુકવણીમાં ડિફૉલ્ટ કરી રહ્યો છે તેમ જ પોલીસને પૂરતો સહકાર પણ આપી રહ્યો નથી. આવા અમુક ડિફૉલ્ટરો સામે તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે પણ તપાસ કરી તેમનાં કરતૂતો પકડી પાડ્યાં હતાં, જેમાં આ લોકોએ NSELનાં નાણાં નહીં ચૂકવીને તેમના પોતાના બિઝનેસમાં તેમ જ અન્યત્ર રોકવામાં કઈ રીતે કામ કર્યું હતું એનો પર્દાફાશ થયો હતો.

ગઈ કાલે ધરપકડ કરવામાં આવેલા સાત ડિફૉલ્ટરો પાસેથી ૧૧૬૩ કરોડ રૂપિયા જેટલી રકમ લેવાની નીકળે છે જે ૫૬૦૦ કરોડ રૂપિયાના કુલ સ્કૅમની રકમ સામે નોંધપાત્ર ગણાય.

સાત ડિફૉલ્ટરો કોણ છે?

જે સાત ડિફૉલ્ટરોની ધરપકડ કરવામાં આવી છે એમાં ખ્ય્ધ્ ઇમ્પોર્ટ્સના કૈલાશ અગરવાલ, ફ્ઘ્લ્ શુગરના નારાયણ નાગેશ્વર રૉય, સ્પિનકોટ ટેક્સટાઇલ્સના ઘાનતા કામેશ્વર રાવ, આસ્થા ગ્રુપના બીવીએચ પ્રસાદ, મેટકોર અલૉયના પ્રશાંત બોરુગા અને વિમલાદેવી ઍગ્રોટેકના ચંદ્રમોહન સિંઘલ અને વરુણ ગુપ્તાનો સમાવેશ છે. આ સાત પાર્ટીઓ પાસેથી એક્સચેન્જે ૧૧૬૩ કરોડ રૂપિયા જેટલી રકમ લેવાની નીકળે છે.

No comments:

Post a Comment