![]()
શ્રીનગર, 12 ઓગસ્ટ
લેહથી નરેન્દ્ર મોદીના સંબોધનની હાઈલાઈટ્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કાશ્મીર મુલાકાતે છે. આજે સવારે 9 વાગતા તેઓ લેહ પહોચી ગયા હતા. અહીં તેઓ એક જનસભા સંબોધશે અને ત્યારબાદ એક વીજળી યોજનાનુ ઉદ્ધાટન કરવાના છે. આમ, કાશ્મીરની ઘાટીઓને આજે નરેન્દ્ર મોદી વીજળી સમર્પિત કરશે. આજે વડાપ્રધાન નરેન્દ્રમોદી કારગીલની પણ મુલાકાત લેવાના છે. નરેન્દ્ર મોદીની કાશ્મીર મુલાકાતને પગલે આજે અહીં સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. નરેન્દ્ર મોદીની કાશ્મીરની મુલાકાતના કારણે અહીની જનતામાં પણ ઘણો સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડુંગરાઓ અને ડુંગરાઓની વચ્ચે આવેલુ લેહ શહેરમાં વડાપ્રધાનના આગમન માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વખત લેહ અને કારગીલની મુલાકાત લેવાના છે. લેહ શહેરમાં ઘણી જગ્યાએ તેમના સ્વાગતના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. મોદીની મુલાકાતની તૈયારીઓ માટે બીજેપીના નેતા મુખ્તાર અબ્બાસ નકવી પહેલેથી જ લેહ પહોચી ગયા હતા. નરેન્દ્ર મોદી પહેલા પોલો ગ્રાઉન્ડ પહોચશે, અહીં સભા સંબોધન કરીને ત્યાર પછી તેઓ લેહમાં જ 45 મેગાવોટની નીમૂ બાજગો વિજળી યોજના રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યાર પછી મોદી કારગીલ રવાના થશે. કારગીલમાં પણ વડાપ્રધાન મોદી એક સભાને સંબોધશે અને ત્યાં પણ 44 મેગાવોટ વિજળી યંત્ર રાષ્ટ્રને સમર્પિત કરશે. આટલુ જ નહી મોદી લેહ-કારગીલ-શ્રીનગરને જોડતી 349 કિલોમીટરની પાવર ટ્રાન્સમિશન લાઈનનો પણ આધારશિલા રાખશે. લેહ અને કારગિલની તેમની પ્રથમ મુલાકાતમાં થલસેના અને વાયુસેનાના જવાનોની પણ મુલાકાત લેશે. વડાપ્રધાન મોદીની આગેવાની માટે રાજ્યના રાજ્યપાલ એનએન વોહરા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલા સહિન અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજરરહ્યા હતા. મોદી વડાપ્રધાન બન્યા પછી બીજી વખત આ રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે. આ પહેલા તેઓ કટરા અને જમ્મૂ વચ્ચે શ્રી શ્કતિ ટ્રેન સેવાના ઉદ્ધાટન માટે જમ્મૂ-કાશ્મીર ગયા હતા. |
No comments:
Post a Comment