Thursday, September 4, 2014

સીસીઆઈની નજર હવે દેશની મોટી ફાર્મા ડીલ પર

સીસીઆઈની નજર હવે દેશની સૌથી મોટી ફાર્મા ડીલ પર છે. 4 અરબ ડાૅલરની સન ફાર્મા અને રેનબેકસી ડિલને સીસીઆઈએ સાર્વજનિક તપાસમાં લાવી દીધી છે. આપને જણાવી દઇએ કે આ વિલીનીકરણનો પહેલો એવો મામલો છે કે જયાં આગળ સીસીઆઈએ સાર્વજિનક તપાસની ભલામણ કરી હોય. સીસીઆઈના મત મુજબ ડીલની તપાસ પાછળ ઉદેશ એ છે કે આ વિલયના કારણે ફાર્મા સેકટરમાં એકાઘિકારની સ્થિતી તો પેદા નહિ થાય ને.

રેગ્યુલેટરે ડીલ પર પોતાની ટિપ્પણીઓ સીસીઆઈને આપવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. 15 દિવસમાં તમામ પક્ષોએ પોતાની વાતની સાથે તેની સાથે જોડાયેલા કાગળો સીસીઆઈને જમા કરાવવાના રહેશે. તો બીજી તરફ સીસીઆઈએ સ્પષ્ટતા કરી છે કે તે ડીલ વિરૂધ્ધ કોઇ પણ પ્રકારની ગેરજરૂરી આપતિઓ પર વિચાર નહિ કરે

No comments:

Post a Comment