Thursday, November 13, 2014

G20: જુઓ નેતાઓની હોટેલ, ઓબામાને રૂ. 1.35 લાખ, મોદીને 30 હજારની રૂમ


(તસવીર: જી20 સમિટ જ્યાં યોજાવાની છે તે બ્રિસબેન શહેરની ફાઈલ તસવીર. ઈન્સેટમાં વિશ્વના નેતાઓ અને તેમના સ્યૂટનું ભાડું દર્શાવ્યું છે.)

- ભારત અને ફ્રાન્સના વડા એક જ હોટેલમાં રોકાશે
- યજમાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટોની એબોટ પ્રમાણમાં સસ્તી હોટેલમાં રોકાશે
  બ્રિસબેન: આગામી તારીખ 15-16 નવેમ્બરના રોજ યોજનારી G-20 સમિટ માટે ઓસ્ટ્રેલિયા સજ્જ થઈ ગયું છે. વિશ્વના નેતાઓને બ્રિસબેનની જુદી જુદી હોટેલ્સમાં ઉતારાઓ અપાયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને અન્ય નેતાઓની સરખામણીએ સૌથી મોંઘા સ્યૂટમાં ઉતારો અપાયો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વિશ્વના ટોચના નેતાઓના પ્રમાણમાં ઓછા મોંઘા સ્યૂટમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

 
ઓબામા 'મેરીયો'ટ હોટેલના જે સ્યૂટમાં રોકાવાના છે, તેનું એક દિવસનું ભાડું અંદાજે 1,35,000 રૂપિયા છે. ઓબામા પછી ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ માટે મોંઘો સ્યૂટ બૂક કરવામાં આવ્યો છે. જીનપિંગ હોટેલ 'સ્ટેમફોર્ડ પ્લાઝા'ના સ્યૂટમાં આરામ ફરમાવશે, જેનું એક દિવસનું ભાડું 88,290 રૂપિયા છે. બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરૂન ટ્રેઝરી' હોટેલના સ્યૂટમાં રોકાશે, જેનું એક દિવસનું ભાડું 67,986 રૂપિયા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 'હિલ્ટન' હોટેલ અને જર્મનીના ચાન્સેલર એન્‍જેલા માર્કેલ 'ફોર પોઈન્ટ' હોટેલમાં ચેક ઈન કરશે. આ બંને હોટેલ્સના સ્યૂટનું ભાડું અનુક્રમે 33,210 અને  32,940 રૂપિયા છે.
 
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફાન્સના રાષ્ટ્રપતિ ફ્રાંસ્‍વા ઓલાંદને એક જ હોટેલ 'સોફીટેલ'માં ઉતારો અપાયો છે. આ હોટેલના સૌથી મોંઘા સ્યૂટનું ભાડું અંદાજે 29,220 રૂપિયા છે. યજમાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટોની એબોટ પ્રમાણમાં સસ્તી હોટેલમાં રોકાશે. તેઓ 'રીજીસ' હોટેલના સ્યૂટમાં આરમ ફરમાવશે, જેનું એક દિવસનું ભાડું રૂપિયા 16,686 છે. આ ઉપરાંત બ્રાઝિલના મહિલા પ્રમુખ ડિલ્મા રોસેફ હોટેલ 'રોયલ ઓન ધ પાર્ક'માં રોકાશે, જેનું એક દિવસનું ભાડ઼ું અંદાજે 29,220 રૂપિયા છે.

No comments:

Post a Comment