Tuesday, November 11, 2014

અલીબાબાનો શોપિંગ ફેસ્ટિવલ: 15 કલાકમાં 37000 કરોડ રૂ.નું વેચાણ


હેંગઝાઉઃ અલીબાબા ગ્રુપે જણાવ્યું છે કે તેનાં એન્યુઅલ સિંગલ્સ ડે ઓનલાઇન શોપિંગ ફેસ્ટિવલમાં 6 અબજ ડોલરથી (લગભગ 37000 કરોડ રૂપિયા)  વધુની વસ્તુઓ વેચાઇ ગઇ છે. ગ્રાહકોએ ભારે ડિસ્કાઉન્ટ સાથે વસ્તુઓ ખરીદતા આ વખતનું વેચાણ ગયા વર્ષનાં આ જ દિવસ કરતા વધી ગયું છે.અલીબાબાએ જણાવ્યા અનુસાર આ વર્ષનો ફેસ્ટિવલ ગ્લોબલ છે,જે 200થી વધુ દેશોમાં શોપર્સ સુધી પહોંચ્યો છે.

મંગળવારે ઇવેન્ટ શરૂ થતા ફક્ત 15 કલાકમાં જ અલીબાબાની વેબસાઇટ પર 39 અબજ યુઆન (6.4 અબજ ડોલર)ની વસ્તુઓ વેચાઇ હતી,હજું નવ કલાક તો  બાકી છે.
 
હજું દોઢ મહિના પહેલા જ અલીબાબાનાં શેરનું ન્યુયોર્ક શેર માર્કેટમાં લિસ્ટિંગ થયું હતું અને તેણે અહીં 25 અબજ ડોલરની માર્કેટ કેપ હાંસલ કરી રેકોર્ડ નોંધાવ્યો હતો.ગયા વર્ષનાં શોપિંગ ફેસ્ટિવલમાં અલીબાબાએ 35 અબજ યુઆનનો વેપાર કર્યો હતો.આ વર્ષનાં ફેસ્ટિવલનો આંકડો નવો રેકોર્ડ રચે તેવી શક્યતા છે.

18 મિનીટમાં એક અબજ ડોલરનું વેચાણ

આ વર્ષનાં 11.11 શોપિંગ ફેસ્ટિવલમાં 18 મિનીટથી ઓછા સમયમાં કંપનીએ એક અબજ ડોલરનું વેચાણ કર્યું છે.
 
આ વિક્રમી આંકડા પાછળ અલીબાબાનાં વેચાણ શરૂ થયા પહેલાનાં પ્રયત્ન કારણરૂપ છે.અલીબાબાનાં વિક્રેતાઓએ 15 ઓક્ટોબરથી જ સિંગલ્સ ડે માટેની ખાસ કિંમતોની જાહેરાતો શરૂ કરી દીધી હતી.તેઓ ઓફર શરૂ થયા પહેલા જ વસ્તુઓ માટે ગ્રાહકો પાસેથી ડિપોઝીટ્સ લેવા માંડ્યા હતા,પણ ફુલ પેમેન્ટનું પ્રોસેસિંગ અને વસ્તુઓનું શિપિંગ ફેસ્ટિવલનાં દિવસે જ કરાયું.
 
અલીબાબાનાં સિંગલ્સ ડે શોપિંગ ફેસ્ટિવલમાં ભાગ લેનાર 27000 જેટલા વિક્રેતાઓ પોતાનું વેચાણ વધારીને નવા ગ્રાહકો મેળવી શકે છે,પણ તેમાંથી કેટલાકની ફરિયાદ છે કે મસમોટા ડિસ્કાઉન્ટ અને ગળાકાપ હરીફાઇ તેમને મળતા લાભમાં ઘટાડો કરી રહી છે.
 
દુનિયાની ત્રીજી સૌથી મોટી સ્માર્ટફોન કંપની એવી ચીનની ઝિયોમી ટેક્નોલોજીઝ લિમીટેડે પોતાનાં સત્તાવાર વીબો એકાઉન્ટ પર લખ્યું છે કે તેણે પણ સિંગલ્સ ડે ફેસ્ટિવલમાં 8,53,000થી વધુ ફોન વેચીને 1.2 અબજ યુઆનની આવક મેળવી છે.

શું છે 11.11 શોપિંગ ફેસ્ટિવલ
 
અલીબાબાનાં કહેવા અનુસાર "11.11 શોપિંગ ફેસ્ટિવલ" દુનિયાનો સૌથી મોટો 24 કલાકનો ઓનલાઇન સેલ છે,જેની શરૂઆત 2009માં થઇ હતી.
 
ભારતમાં ફ્લિપકાર્ટનાં બિગ બિલિયન ડે નો થયો હતો ફિયાસ્કો-
અલીબાબાનો શોપિંગ ફેસ્ટિવલ: 15 કલાકમાં 37000 કરોડ રૂ.નું વેચાણ
અલીબાબાનું ચીનનાં હેંગઝાઉમાં આવેલું હેડક્વાર્ટર

No comments:

Post a Comment