Tuesday, November 11, 2014

લવાસા માટે IPOની મંજૂરી મળતા HCC 12% ઊછળ્યો

હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની (એચસીસી)નો શેર મંગળવારે સવારના સેશનમાં 14 ટકા ઊછળીને રૂ. 38.25ની ટોચને અડ્યો હતો, કેમકે આ રીયલ્ટી કંપનીની પેટાકંપની લવાસા કોર્પોરેશનને બજારની નિયમનકાર સેબીએ ઇનિશિયલ પબ્લિક ઓફર (આઇપીઓ) મારફત રૂ.750 કરોડ એકત્ર કરવાની મંજૂરી આપી છે. કંપનીએ સૂચિત આઇપીઓ માટે આ વર્ષે જુલાઇમાં સેબીને રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ રજૂ કર્યા હતા. સેબીએ 7 નવેમ્બરે ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટ્સ પર તેનું અંતિમ નિરીક્ષણ આપ્યું હતું. બીએસઇમાં HCCનો શેર અંતે 7.77 ટકા વધીને રૂ.36.75 પર બંધ રહ્યો હતો.
આ અગાઉ સેબીએ લવાસાના લીડ મેનેજર એક્સિસ કેપિટલ લિમિટેડ પાસેથી કંપનીના સૂચિત આઇપીઓ અંગે બે બાબતો અંગે સ્પષ્ટતા માગી હતી. કંપની આઇપીઓ મારફત બીજી વાર નાણાં એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. 

આ કંપની હાલ પૂણે નજીક લવાસામાં 10,000 હેક્ટર્સમાં મોટી ટાઉનશીપ (હીલ સિટી) વિકસાવી રહી છે.

બીએસઇમાં તેનો શેર હાલ 8 ટકા ઊછાળા સાથે રૂ.37 પર ટ્રેડ કરે છે.

No comments:

Post a Comment