Thursday, December 11, 2014

યુએસનાં વિઝાની પ્રક્રિયા થશે ગુજરાતીમાં, 3 કરોડનું રોકાણ કરી મેળવો ગ્રીન કાર્ડ

યુએસનાં વિઝાની પ્રક્રિયા થશે ગુજરાતીમાં, 3 કરોડનું રોકાણ કરી મેળવો ગ્રીન કાર્ડ
અમેરિકા વિઝાની પ્રક્રિયામાં ગુજરાતની ભાષાનો પણ સમાવેશ કરે તેવી શકયતાઓ ઉજળી બની છે. વિઝા પ્રક્રિયામાં ગુજરાતના લોકોને પડતી અગવડતાઓને ધ્યાનમાં લઇને ગુજરાતી ભાષાના સમાવેશનો વિચાર થઇ રહ્યો હોવાનું સિનિયર અધિકારીએ જણાવ્યું છે.
 
યુએસ કોન્સ્યુલેટ વાઇસ કોન્સુલ ચેરી કોલીન્સે જણાવ્યું કે અમે કેટલીક સ્થાનિક ભાષાઓનો અમારી વિઝા પ્રક્રિયામાં સમાવેશ કર્યો છે અને આ જ અનુસંધાનમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ કરવાની બાબત વિચારણા હેઠળ છે. ટ્રાવેલ એજન્ટસ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સૌરાષ્ટ્ર ચેપ્ટરના ઉપક્રમે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આ પ્રકારે જણાવ્યું હતું.
 
ટીએએઆઇ સૌરાષ્ટ્ર ચેપ્ટરના પ્રમુખ દેવેન્દ્ર શાહે જણાવ્યું કે ટીએએઆઇ સાથે સંકળાયેલા સૌરાષ્ટ્રના 60 જેટલા ટ્રાવેલ એજન્ટોએ અમેરિકાના નાયબ રાજદૂત સાથે આ અંગે ચર્ચા કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે સૌરાષ્ટ્રમાંથી લગભગ 10 હજાર જેટલા લોકો દર વર્ષે અમેરિકાની મુલાકાતે જાય છે અને આ બાબતને ધ્યાનમાં રાખીને જ યુએસના નાયબ રાજદૂતે વિઝાની પ્રક્રિયામાં ગુજરાતી ભાષાનો સમાવેશ કરવા અંગેની હૈયાધારણ આપી છે. 
 

5 વર્ષમાં 3 કરોડ રોકીને મેળવો યુએસનું ઇમિગ્રેશન
 
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાએ અમેરિકાના વર્તમાન ઇમીગ્રેશન કાયદામાં અને વીઝાની પોલીસીમાં કરેલા ફેરફારે અંગે જાણકારી મળી રહે તે માટે ઓબામાઝ ચેઇન્જીસ ઇન ઇમીગ્રેશન લો એન વીઝા પોઝીશન ફોર યુ એસ અંગે સેમિનારનું આયોજન ચેમ્બર ઓફ કોમર્સ ખાતે કરવામાં આવ્યુ હતું. આ સેમિનારમાં મુંબઇના જાણીતા યુએસએ ઇમીગ્રેશન લોયર ડો. સુધીર શાહે માર્ગદર્શક વક્તવ્ય આપ્યુ હતું તેમજ રૂપિયા ત્રણ કરોડના રોકાણથી કોઇ પણ વ્યક્તિ પરિવાર સાથે ગ્રીન કાર્ડ મેળવી શકે તેમ હોવાનું જણાવ્યું હતું.
 
 
સુધીર શાહે જણાવ્યું હતું કે, અમેરિકામાં ગ્રીન કાર્ડ અંગે 1993માં જે નવો કાયદો અમલમાં આવ્યો છે તે પ્રમાણે અમેરિકાના સરકાર માન્ય રીઝનલ સેન્ટરમાં 1 મિલિયન ડોલર એટલે કે અંદાજે રૂ.3 કરોડનું રોકાણ કોઇ વ્યક્તિ પાંચ વર્ષ માટે કરે તો તેને પ્રાથમિક કક્ષાએ 21 મહિના માટે આ વ્યક્તિ સહિત તેની પત્ની અને 21 વર્ષથી નીચેના તેના સંતાનોને ઇબી-5 વીઝા આપવામાં આવે છે. આવા વ્યક્તિ અને તેના પરિવારને ત્યાર બાદ 21 મહિને ક્રોસ વેરીફીકેશન કરીને સાબિતી આપવી પડે છે કે તેમના દ્વારા આ રોકાણ પાછુ ખેંચવામાં આવ્યુ નથી. ત્યાર બાદ આવા વ્યક્તિઓને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. શરત માત્ર એટલી છે કે, આ તમામ રકમ વ્હાઇટની હોવી જોઇએ અને અમેરિકાની સરકારના માન્ય રીઝનલ સેન્ટરમાં રોકાણ થયેલુ હોવુ જોઇએ.
 
 
અમેરિકન સરકારના આ રીઝનલ સેન્ટરો દ્વારા અમેરિકામાં એરપોર્ટ, રીસોર્ટ, હોટલ, મોટેલ, ડોકયાર્ડ સહિતના ક્ષેત્રમાં રોકાણ કરવામાં આવે છે. આ રોકાણ ઉપર સામાન્ય વ્યાજ પણ ચુકવવામાં આવે છે. ઉપરાંત જો આ રોકાણ પાંચ વર્ષ પછી લેવામાં આવે તો તેમને ડોલરની કિંમતોમાં થયેલા વધારાનો પણ લાભ મળે છે. તાજેતરમાં જ બરાક ઓબામા દ્વારા 20મી નવેમ્બરના રોજ ઇમીગ્રેશનના કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે ખાસ કરીને અમેરિકાની વસ્તી 35 કરોડ છે જેમાંથી એક કરોડ 15 લાખ લોકો ગેરકાયદેસર રીતે રહે છે.
 
 
અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસતા આ તમામ લોકોને દેશ નિકાલ કરી શકાય તેમ નથી આમ પણ એમને સ્કીલ્ડ લેબરની આવશ્યકતા છે. નવા સુધારા પ્રમાણે અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસનારા પણ ગ્રીન કાર્ડ મેળવી શકે છે.  સ્ટેટસ ચેન્જ કર્યા બાદ ગ્રીન કાર્ડ આપવાની જોગવાઇ કરવામાં આવી છે અને તેનો લાભ મોટા ભાગના લોકો લઇ શકે છે. વિશ્વમાં અમેરિકા જ એવો દેશ છે કે, જેનુ નાગરિકત્વ આપવામાં આવે છે અને તેના માટે વિશ્વના દેશોના લાખો લોકો કતારમાં રહે છે.
સુધીર શાહ સાથે સવાલ- જવાબ:-
 
સવાલ :- અમે પતિ પત્ની અમેરિકન સીટીઝન શીપ ધરાવીએ છે પણ પોંણા ત્રણ વર્ષથી સુરતમાં રહીએ છે તો સીટીઝન શીપમાં સમસ્યા થાય ખરી ?
જવાબ :- અમેરિકાની સીટીઝન શીપ આખીર જીંદગી માટે આપવામાં આવે છે. સીટીઝન શીપ મળ્યા બાદ તે ક્યારેટ રદ થતી નથી. એક વખત સીટીઝન શીપ મળે પછી કોઇ પણ વ્યક્તિ આખી જીંદગી અન્ય દેશમાં રહી શકે છે.
 
::સવાલ :- છુટાછેડા પછી અટક બદલવામાં વિઝા પર અસર થાય ?
:)જવાબ:- ના કોઇ અસર થતી નથી માત્ર તમારા ચેઇન્જ થયેલા નામ અંગે ગેજેટમાં જાહેરાત કરવાની હોય છે અને અખબારમાં તેની જાહેરાત આપવાની હોય છે. આ સરળ પ્રક્રિયા પસાર થયા બાદ કોઇ અસર થતી નથી.
 
::સવાલ:-ગ્રીન કાર્ડના લાભ શું છે?
::) જવાબ:- અમેરિકન ગ્રીન કાર્ડ હોય ત્યારે સૌથી મોટો તમારા બાળકોને અમેરિકામાં ભણવામાં થાય છે. ત્રીજા ભાગની ફી માં તમારૂ બાળક અભ્યાસ કરી શકે છે અને તમે જે ડોલર કમાયા હો તેને  રૂપિયામાં કન્વર્ટ કરવામાં પણ સરળતા રહે છે.
 
::સવાલ :- દીકરો અમેરિકામાં છે અને વિઝીટર વિઝા માટે શું કરવું ?
:-જવાબ :-- વિઝીટર વિઝાની જે  પ્રક્રિયા છે તેને જ ફોલો કરવાની રહે છે અને સરળતાથી વિઝા મળી શકે છે.
 
:- સવાલ :- વિઝા મળ્યા પછી અમેરિકા ગયા નથી અને પાસપોર્ટ એક્સપાયર થઇ ગયો છે તો શું કરવું ?
:::જવાબ :- નવો પાસપોર્ટ બનાવીને નવેસરથી વિઝા મેળવીને તમે અમેરિકા જઇ શકો છો જુના વિઝામાં નથી ગયા તે બાબતને ધ્યાન પર લેવાતી નથી.
 
 
 

No comments:

Post a Comment