Friday, March 20, 2015

જય હો : બાંગ્લાદેશને હરાવી ધોની 100 જીત મેળવનાર વિશ્વનો ત્રીજો કેપ્ટન


વર્લ્ડકપની બીજી ક્વાર્ટર ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને હરાવતાની સાથે જ ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ બે ઇતિહાસ પોતાના નામે કર્યા છે. બાંગ્લાદેશ સામે જીતની સાથે જ ધોનીએ વન ડે ક્રિકેટમાં 100મી જીત મેળવી હતી. આ કારનામુ કરનાર મહેન્દ્રસિંહ ધોની ભારતનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે. ધોનીએ અત્યાર સુધી 177 વન ડેમાં કેપ્ટનશીપ કરી છે જેમાં 100 મેચ જીતી છે જ્યારે 62માં હારનો સામનો કરવો પડ્યો છે તો 4 મેચ ટાઇ અને 11 મેચનું કોઇ પરિણામ આવી શક્યુ નથી.
 
વિશ્વનો ત્રીજો સફળ કેપ્ટન બન્યો ધોની
 
ધોની પહેલા વિશ્વના બે કેપ્ટન 100 વન ડેમાં જીત મેળવવાનું કારનામુ કરી ચુક્યા છે. ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ અને એલન બોર્ડરના નામે આ રેકોર્ડ નોધાયેલો છે. પોન્ટિંગે 230 મેચોમાંથી 165માં વિજય મેળવ્યો છે જ્યારે બોર્ડરે 178 મેચમાંથી 107માં વિજય મેળવ્યો છે. ધોનીએ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન હેન્સી ક્રોન્યેનો 99 મેચ જીતવાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ક્રોન્યેએ 138 મેચમાંથી 99માં વિજય મેળવ્યો હતો.
 

No comments:

Post a Comment