Friday, March 20, 2015

અફરા-તફરી બાદ સેન્સેક્સ રેડ ઝોનમાં બંધ

ફેડના વડા જેનેટ યેલનના સાત વર્ષ બાદ અમેરિકામાં વ્યાજદર વધારવા અંગેનો માર્ગ મોકળો કરતાં નિર્ણય બાદ ભારતના શેરબજારમાં ગુરુવારે અફરા-તફરી

જોવા મળી હતી.

સવારે એક તબક્કે 300 પોઈન્ટ વધી ગયેલો સેન્સેક્સ બપોર બાદ ઈન્ટ્રા ડેમાં 200થી વધુ પોઈન્ટ ગગડી ગયો હતો અને સેશનના અંતે તે 152 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો.

શેરબજારમાં ગુરુવારે બેન્ક, કેપિટલ ગૂડ્ઝ, રિયલ્ટી, પાવર, ઓઈલ-ગેસ તેમજ ઓટો શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જ્યારે કન્ઝ્યુમર ડ્યુરબલ્સ તેમજ ફાર્મા શેરોમાં લેવાલી જોવા મળી હતી.

આજે દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 28978.74 અને નીચામાં 28411.70 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 152.45 પોઈન્ટ ગગડીને 28,469.67 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ઉપરમાં 8,788.20અને નીચામાં 8,614.65 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 51.25 પોઈન્ટ ઘટીને 8,634.65 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.59 ટકા અને 0.58 ટકા ઘટીને બંધ રહ્યા હતા.


No comments:

Post a Comment