Friday, March 20, 2015

રણબીર-અનુષ્કાની 'બોમ્બે વેલ્વેટ'નુ ફસ્ટ ટ્રેલર જારી

જેની આતુરાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ફિલ્મ 'બોમ્બે વેલ્વેટ'નું ટ્રેલર જારી કરવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, અનુષ્કા શર્મા અને કરણ જોહર પણ છે.

નિર્માતા-નિર્દેશક અનુરાગ કશ્યપે આ ફિલ્મનુ ટ્રેલર તેમના ટ્વીટર અકાઉન્ટ @anuragkashyap72 પર આજે શેર કર્યુ હતુ. આજે ભારત-બાંગ્લાદેશની મેચ છે અને તે વચ્ચે આજે 'બોમ્બે વેલવેટ'નું ટ્રેલર જારી કરવામાં આવ્યુ છે. જો કે રણબીર કપૂર પોતાની ફિલ્મના ટ્રેલરને પ્રમોટ કરવા આજની મેચ માટે હિન્દી કોમેન્ટેટર બન્યો છે.
 


આ સાથે ત્રણ નવા પોસ્ટર પણ રિલિઝ કરવામાં આવ્યા છે. અનુષ્કા શર્માએ તેના ટવિટર એકાઉન્ટ @AnushkaSharma પર આ ઈમેજ પોસ્ટ કરી છે. એક પોસ્ટરમાં રણવીર, અનુષ્કા અને કરણ જેમણે ફિલ્મા જે ભૂમિકા ભજવી છે તે લૂકમાં જોવા મળે છે. રણબીરે આ ફિલ્મમાં જોની બલરાજની ભૂમિકા ભજવી છે.જ્યારે અનુષ્કા શર્મા રોઝી નોરોન્હાની ભૂમિકામાં છે. કરણ જાહેર પહેલી વખત આ ફિલ્મમાં ફુલ ફ્લેજ રોલમાં જોવા મળશે. તે આ ફિલ્મમાં કેઈઝાદ ખમ્ભાતાના રોલમાં છે.

આ ફિલ્મ જ્ઞાન પ્રકાશના પુસ્તક મુંબઈ ફેબ્લ્સ પરથી બનાવવામાં આવી છે,જેને અનુરાગ કશ્યપે 'બોમ્બે વેલ્વેટ' નામ આપ્યુ છે. આ ફિલ્મ 1960ની બોમ્બેની પુષ્ઠભૂમિ પર છે. આ બુકમાં જોની અને રોઝીના કેરેકટર પણ વણી લેવાયા હતા. ફિલ્મ 15 મેના રોજ રિલિઝ થઈ રહી છે.

અફરા-તફરી બાદ સેન્સેક્સ રેડ ઝોનમાં બંધ

ફેડના વડા જેનેટ યેલનના સાત વર્ષ બાદ અમેરિકામાં વ્યાજદર વધારવા અંગેનો માર્ગ મોકળો કરતાં નિર્ણય બાદ ભારતના શેરબજારમાં ગુરુવારે અફરા-તફરી

જોવા મળી હતી.

સવારે એક તબક્કે 300 પોઈન્ટ વધી ગયેલો સેન્સેક્સ બપોર બાદ ઈન્ટ્રા ડેમાં 200થી વધુ પોઈન્ટ ગગડી ગયો હતો અને સેશનના અંતે તે 152 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો.

શેરબજારમાં ગુરુવારે બેન્ક, કેપિટલ ગૂડ્ઝ, રિયલ્ટી, પાવર, ઓઈલ-ગેસ તેમજ ઓટો શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જ્યારે કન્ઝ્યુમર ડ્યુરબલ્સ તેમજ ફાર્મા શેરોમાં લેવાલી જોવા મળી હતી.

આજે દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 28978.74 અને નીચામાં 28411.70 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 152.45 પોઈન્ટ ગગડીને 28,469.67 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ઉપરમાં 8,788.20અને નીચામાં 8,614.65 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 51.25 પોઈન્ટ ઘટીને 8,634.65 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.59 ટકા અને 0.58 ટકા ઘટીને બંધ રહ્યા હતા.


જય હો : બાંગ્લાદેશને હરાવી ધોની 100 જીત મેળવનાર વિશ્વનો ત્રીજો કેપ્ટન


વર્લ્ડકપની બીજી ક્વાર્ટર ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને હરાવતાની સાથે જ ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ બે ઇતિહાસ પોતાના નામે કર્યા છે. બાંગ્લાદેશ સામે જીતની સાથે જ ધોનીએ વન ડે ક્રિકેટમાં 100મી જીત મેળવી હતી. આ કારનામુ કરનાર મહેન્દ્રસિંહ ધોની ભારતનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે. ધોનીએ અત્યાર સુધી 177 વન ડેમાં કેપ્ટનશીપ કરી છે જેમાં 100 મેચ જીતી છે જ્યારે 62માં હારનો સામનો કરવો પડ્યો છે તો 4 મેચ ટાઇ અને 11 મેચનું કોઇ પરિણામ આવી શક્યુ નથી.
 
વિશ્વનો ત્રીજો સફળ કેપ્ટન બન્યો ધોની
 
ધોની પહેલા વિશ્વના બે કેપ્ટન 100 વન ડેમાં જીત મેળવવાનું કારનામુ કરી ચુક્યા છે. ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ અને એલન બોર્ડરના નામે આ રેકોર્ડ નોધાયેલો છે. પોન્ટિંગે 230 મેચોમાંથી 165માં વિજય મેળવ્યો છે જ્યારે બોર્ડરે 178 મેચમાંથી 107માં વિજય મેળવ્યો છે. ધોનીએ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન હેન્સી ક્રોન્યેનો 99 મેચ જીતવાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ક્રોન્યેએ 138 મેચમાંથી 99માં વિજય મેળવ્યો હતો.