Wednesday, June 3, 2015

મારુતિએ 27.6 Kmpl માઈલેજ આપતી Celerio ડીઝલ કાર લોન્ચ કરી

મારુતિએ 27.6 Kmpl માઈલેજ આપતી Celerio ડીઝલ કાર લોન્ચ કરીદેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ તેની કાર મારુતિ સેલેરિયોનું ડીઝલ વર્ઝન લોન્ચ કર્યું છે. 800 સીસી ડીઝલ એન્જિનની સાથે કંપનીની આ પહેલી કાર છે. કંપનીનો દાવો છે કે મારુતિ સેલેરિયોનું ડીઝલ વર્ઝન 27.62 કિલોમીટર પ્રતિ કલાક માઈલેજ આપશે.
નવું ડીઝલ એન્જિન 800cc  કેટેગરીમાં સૌથી નાનું એન્જિન છે. આ એન્જિન મારુતિએ જાતે ડિઝાઈન કર્યું છે, પરંતુ તેને ફિયાટ સાથે મળીને તૈયાર કરાયું છે. નાની કાર ખરીદવા માંગતા લોકો માટે આ એક મોટું આકર્ષણ હશે.
 
શું છે વિશેષતા

> એન્જિનમાં 800 સીસીના ટ્વિન સિલિન્ડર છે. જે 50 બીએચપીનો પાવર જનરેટ કરે છે. આ એન્જિનના કારણે તે દેશની સૌથી વધુ ઈંધણ એફિશિયન્ટ કાર બની ગઈ છે.  
> સેલેરિયો ઝેડએક્સઆઈ એએમટી બોડી કલર હેન્ડલ્સ સાથે આવશે.
 >  તેમાં વિંગ મિરર અને રિયર વિન્ડો વાયપર પણ લાગેલા હશે.
> આ ઉપરાંત કી-લેસ એન્ટ્રી, સ્ટીયરિંગ પર ઓડિયો કન્ટ્રોલ, ટેમ્પરેચર ડિસ્પ્લે જેવા ફિચર્સ પણ હશે. ।
> મારુતિ સેલેરિયોના આ મોડલમાં એબીએસ તથા પેસેન્જર એરબેગ નહીં હોય.
 
4 મોડલમાં આવશે મારુતિ સેલેરિયો ડીઝલ
 
કંપનીના જણાવ્યા મુજબ, સેલેરિયો ડીઝલને 4 વેરિયન્ટમાં લોન્ચ કરાશે. જેમાં એલએક્સઆઈ, વીએક્સઆઈ, ઝેડએક્સઆઈ અને ઝેડએક્સઆઈ(ઓ)નો સમાવેશ થાય છે. આ ચારેયની કિંમત 4.30 લાખ રૂપિયાથી લઈને 5.50 લાખ રૂપિયા હશે.
 
કોની સાથે ટક્કર
 
સેલેરિયો ડીઝલની ટક્કર શેવરલે બીટી ડીઝલ, હ્યુન્ડાઈ આઈ 10 ગ્રાન્ડ અને ટાટાની હેચબેક કારો સાથે થશે.
 
ઓટોમેટિક વર્ઝન પણ લોન્ચ થશે
 
કંપની ડીઝલ એન્જિનમાં ઓટોમેટિક વર્ઝન પણ રજૂ કરશે. કંપની ઓટોમેટિક વર્ઝન ક્યારે લોન્ચ કરશે તે કહેવું હાલ મુશ્કેલ છે પરંતુ પોસાય તેવા ભાવમાં ઓટોમેટિક કાર ખૂબ લોકપ્રિય સાબિત થઈ શકે છે.
 
સૌથી સસ્તી કાર હશે
 
ડીઝલ સેલેરિયો કાર સેગમેન્ટમાં ભારતમાં અત્યાર સુધીની સૌથી સસ્તી ડીઝલ કાર છે.

No comments:

Post a Comment