Wednesday, June 3, 2015

જયપુરમાં શરૂ થઈ મેટ્રો, મહિલા ડ્રાઈવરે દોડાવી ટ્રેન

શરૂઆતમાં મેટ્રો નવ સ્ટેશન્સને કવર કરશે.રાજસ્થાનનું જયપુર શહેર વિશ્વના ચૂનંદા શહેરોમાં સામેલ થઇ ગયું, જ્યાં મેટ્રો ટ્રેન ચાલે છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે સિંધિયા દ્વારા બુધવારે બપોરે મેટ્રો ટ્રેનને લીલીઝંડી દેખાડવામાં આવી.  અહીંની મેટ્રો અન્ય શહેરોની મેટ્રોની તુલનામાં કેટલીક ખાસિયત ધરાવે છે. તેમાં એક ખાસિયત છે કે મેટ્રોનું સંચાલન મહિલાઓના હાથમાં છે. 
 રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરારાજે સિંધિયાએ જયપુરમાં માનસરોવર મેટ્રો સ્ટેશન પર લીલીઝંડી દેખાડી હતી. ખુદ તેઓ પણ આ મેટ્રો ટ્રેનમાં સવાર થયા હતા. આ સાથે જ જયપુરનું નામ પણ વિશ્વના એ શહેરોમાં સામેલ થઈ ગયું છે, જ્યાં મેટ્રોની સુવિધા છે. બુધવારે બપોરે બે વાગ્યાથી આ સેવાને જાહેર જનતા માટે ખુલી મુકવામાં આવશે. 
 
સૌથી ગતિસભર રીતે પૂર્ણ થયો પ્રોજેક્ટ
 
અનેક ડેડલાઈન મીસ થવા છતાં જયપુર મેટ્રો સર્વિસને દેશમાં સૌથી ઝડપથી પૂર્ણ થયેલો મેટ્રો રેલ પ્રોજેક્ટ માનવામાં આવે છે. તેને રેકોર્ડ ચાર વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યો છે. 
 
સ્કૂટર નહીં ચલાવનારી ટ્રેન ચલાવશે 
 
જયપુર મેટ્રોની ઓપરેટિંગ ટીમના 24 સભ્યો પૈકી 6 મહિલાઓ છે. તેમાંની એક ઝુંઝુનુ જિલ્લાના ખેતડીની રહેવાસી કુસુમ કંવરના અનુસાર મને વાતનું ગર્વ છે કે મેટ્રોના સંચાલનમાં હું ભાગીદાર બની છું. મારા પપ્પા વાતે ગર્વ અનુભવી રહ્યા છે કે જે દીકરીને તેઓ બાઇક ચલાવવાનો ઇનકાર કરતા હતા તે હવે જયપુરમાં મેટ્રો ચલાવશે. 
 
કુસુમની સાથી મોનિકા મિત્તલે જણાવ્યું હતું કે, મારું બેન્ક પીઓમાં સિલેક્શન થયું હતું પણ મેટ્રો ઓપરેટર બનવાથી જે ખુશી થઇ તેને વર્ણવી શકાય તેમ નથી. સામાન્ય રીતે લોકોને મહિલાઓના ડ્રાઇવિંગ પર ઓછો વિશ્વાસ રહે છે પણ મારા માટે સેફ્ટી સૌથી વધારે મહત્વપૂર્ણ છે. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે પહોંચાડવા મારું લક્ષ્ય છે.આ મહિલાઓમાંથી અમુકને પરિવારજનોએ તેમના ગામમાં વાહન પણ ચલાવવા દીધું ન હતું. હવે તેઓ જાહેર પરિવહનનું એક એવું માધ્યમ સંભાળશે જે આગામી સમયમાં જાહેર પરિવહનની દશા અને દિશા બદલી નાખશે. 
 દર એક મિનિટના અંતરે ટ્રેન મળશે.PHOTOS: જયપુરમાં શરૂ થઈ મેટ્રો, મહિલા ડ્રાઈવરે દોડાવી ટ્રેન
મેટ્રોની મુખ્ય બાબતો અને લાભો 
 
*9.63 કિલોમીટરનું અંતર 23 મિનિટમાં પૂર્ણ થશે. 
*માનસરોવર, આતિશ માર્કેટ, વિવેક વિહાર, શ્યામનગર, સોઢાલા, સિવિલ લાઈન્સ, જયપુર જંકશન, સિંધી કેમ્પ, ચાંપોલ એમ નવ સ્ટેશન્સ રસ્તામાં આવશે. 
*ત્રીસ સેકન્ડથી લઈને બે મિનિટના સ્ટોપેજ રહેશે 
*રૂ. 5,10, અને 15ની ટિકિટ રહેશે
*દર દસ મિનિટના અંતરે ટ્રેન મળશે 
*દસ ટ્રેનો આખા દિવસમાં 131 રાઉન્ડ ટ્રીપ લેશે. 
*દરેક ટ્રેનમાં ચાર કોચ હશે 
*સવારે 6.45 કલાકથી રાત્રે નવ કલાક સુધી સેવા ચાલુ રહેશે
*એક ટ્રેનમાં 1100 મુસાફરો સવારી કરી શકશે 
*એક દિવસમા 1.20 લાખ મુસાફરો સવારી કરી શકશે 
*નવ કિલોમીટરના માર્ગ પર ચોથા ભાગનો ટ્રાફિક ઘટી જવાની શક્યતા છે. 
*બે હજાર જેટલી મેટ્રોની નજીકની કોલોનિઝને નવા ફીડર માર્ગો ખુલતા લાભ થશે. 
*પર્યટકોની સંખ્યામાં પાંચથી દસ ટકાનો વધારો થવાની શક્યતા છે
*જયપુરમાં દર વર્ષે પંદર લાખ મુસાફરો આવે છે. 

No comments:

Post a Comment