Monday, September 28, 2015

ફ્રી સર્વિસ છતાં દર મિનિટે 15 લાખ રૂપિયા કમાય છે Google, જાણો કઇ રીતે

ફ્રી સર્વિસ છતાં દર મિનિટે 15 લાખ રૂપિયા કમાય છે Google, જાણો કઇ રીતેગુગલ આજે 17 વર્ષની થઇ ગઇ છે અને પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે ત્યારે અમે તમને બતાવીએ છીએ ગુગલ વિશેની એવી ખાસ વાતો જે તમે કદાચ નહીં જાણતા હોય. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે 7 દિવસના અમેરિકાના પ્રવાસે છે, આ દરમિયાન સિલિકૉન વેલીમાં ટેક દિગ્ગજોને મળશે. તેમાં ભારતીય મૂળના Googleના CEO સુંદર પિચાઇ પણ સામેલ છે આ મુલાકાતને લઇને સુંદર પિચાઇએ મોદી માટે એક વેલકમ વીડિયો પણ રજૂ કર્યો હતો.
 
ગુગલ પોતાના યૂઝર્સને ફ્રીમાં સર્વિસ આપી રહી છે પણ તમને ખબર છે દુનિયાની આ નંબર વન કંપની ફ્રીમાં સર્વિસ આપવા છતાં પણ કરોડો રૂપિયાનો વેપાર કરે છે. ગુગલ એક મિનિટના લગભગ 15 લાખ રૂપિયા કમાય છે. તમને ખબર છે આપણે જે સેવાઓને મફતમાં સમજીએ છીએ ગુગલ તેના જ આધારે અન્ય પાસેથી આવક મેળવે છે. જુદીજુદી કંપનીઓ આપણા વિશેની માહિતીઓ ગુગલ પાસેથી ખરીદે છે અથવા તો જાહેરાતો માટે પૈસા આપે છે. ગુગલ આવી અનેક જાહેરાતો પરના એક ક્લિકના એક સેન્ટથી માંડીને સેંકડો ડૉલર વસુલે છે.   
મિનિટના કેટલા રૂપિયા કમાય છે ગુગલ 
 
Gizmodo Australia વેબસાઇટ અનુસાર, વર્ષ 2014માં પ્રત્યેક મિનિટમાં ગુગલ 149,288 ડૉલર (લગભગ - 99 લાખ રૂપિયા)ની આવક જનરેટ કરે છે, જેમાં પ્રોફિટ 23509 ડૉલર (લગભગ 15 લાખ રૂપિયા) છે. 

ગુગલ 97 ટકા કમાણી જાહેરાતોમાંથી કરે છે
 
2015ની Q2 (બીજી ત્રિમાસિક) રિપોર્ટ અનુસાર, ગુગલની કુલ કમાણી 17.3 બિલીયન ડૉલર (લગભગ 109284.1 કરોડો રૂપિયા) હતી. તેમાંથી 97 ટકા માત્ર જાહેરાતોમાંથી આવી હતી. ગુગલની એડવર્ટાઇજીંગ સ્ટ્રેટેજી પ્રમાણે કીવર્ડ્ઝના હિસાબે પૈસા વસુલાય છે. wordstream.comના આર્ટિકલ અનુસાર 20 સૌથી એક્સપેન્સિવ કીવર્ડ઼સમાંથી પહેલો કીવર્ડ ઇન્સ્યોરન્સ (insurance) છે ત્યાર પછી (loan) કીવર્ડ બીજા નંબરે છે (આ આંકડા બદલાતા રહે છે.)
 
કૉસ્ટ પર ક્લિક મૉડલ
ફ્રી સર્વિસ છતાં દર મિનિટે 15 લાખ રૂપિયા કમાય છે Google, જાણો કઇ રીતે 
investopedia.com અનુસાર Googleની એડ પોલીસી ખાસ કરીને કૉસ્ટ પર ક્લિક મૉડલ પર કામ કરે છે. એટલે કે એડવર્ટાઇઝરના પેજ પર એકપણ ક્લિક ના થાય તો તેને એકપણ પૈસો ચૂકવવો પડતો નથી. જેટલી ક્લિક થાય તેના હિસાબે પેમેન્ટ વસુલાય છે. 
 
Googleની જાહેરાતોથી પોટેન્શિયલ ક્લાઇન્ટ્સને ટારગેટ કરવો સરળ બની ગયો છે. કોઇ પોટેન્શિયલ ક્લાઇન્ટ એડ પર ક્લિક કરે ત્યારે ગુગલ તેની સંબંધિત એડ આપવાવાળી કંપની પાસેથી પૈસા વસુલે છે. આ આખી પ્રક્રિયા AdWords સર્વિસ હેઠળ થાય છે. ડ્યુલ રેવન્યુ સ્ટ્રેટેજી અંતર્ગત AdSense સર્વિસ પણ આવે છે. 
જાણો શું છે AdSense?
 
અગાઉ ગુગલે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે તેની 70 ટકા એડ રેવન્યુ AdWords મારફતે આવે છે અને બાકીની AdSense સર્વિસથી આવે છે. 
 
ગુગલ પેજ પર એડ પોસ્ટ કરવાની સાથે સાથે ગુગલ બીજી વેબસાઇટ્ના ઓનરને ગુગલના બ્રાન્ડેડ એડ સર્વિસ સાથે જોડાવવાનો મોકો આપે છે. આમ બીજી કંપનીઓ પણ ગુગલ સાથે મળીને એડ આપી શકે છે.
 
સોફ્ટવેર 
ફ્રી સર્વિસ છતાં દર મિનિટે 15 લાખ રૂપિયા કમાય છે Google, જાણો કઇ રીતે 
Googleનું રેવન્યુ સોફ્ટવેર પણ આવે છે, અત્યારે એન્ડ્રોઇડ એ દુનિયાની સોથી લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ છે અને આ સોફ્ટવેરથી કંપની કમાણી પણ કરે છે. એક રિપોર્ટ અનુસાર, ગુગલ પ્લે સ્ટોર કમાણીમાં બહુ જ જલ્દી એપલના આઇટ્યુન્સની સરખામણીમાં આવી જશે. આંકડાઓ પ્રમાણે ગુગલ પ્લે સ્ટોર 2018 સુધીમાં એપલ આઇટ્યુન્સને કમાણીમાં પાછળ પાડી શકે છે. જોકે, ગુગલની કમાણી સોફ્ટવેરથી કેટલી થાય છે તેનો બરાબર અંદાજ નથી લગાવી શકાતો.
 

No comments:

Post a Comment