Saturday, October 3, 2015

US: જાણો, ઓક્ટોબર-2015માં તમારી કેટેગરીના વિઝાનું સ્ટેટસ


વોશિંગ્ટનઃ અમેરિકામાં ઓક્ટોબર માસનું વિઝા બુલેટિન જાહેર થયું છે. વિઝા બુલેટિન અનુસાર વિવિધ કેટેગરીના વિઝાનું કરંટ સ્ટેટસ આ પ્રમાણે છેઃ
 
US: જાણો, ઓક્ટોબર-2015માં તમારી કેટેગરીના વિઝાનું સ્ટેટસફેમિલી સ્પોન્સર્ડ વિઝામાં પહેલી કેટેગરી એક મહિનો આગળ વધી છે, જ્યારે F2A કેટેગરી દોઢ મહિનો આગળ વધી છે. તે સિવાય F2B કેટેગરી ત્રણ સપ્તાહ આગળ વધી છે.  જ્યારે ફેમિલી સ્પોન્સર્ડ વિઝામાં ત્રીજી  કેટેગરી બે સપ્તાહ આગળ વધી છે જ્યારે ચોથી કેટેગરી ત્રણ સપ્તાહ આગળ વધી છે.
 
એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ કેટેગરીમાં પ્રોફેશનલ ડિગ્રી ધરાવનારાની E-2 કેટેગરી અંદાજે સાડા ત્રણ વર્ષ જેટલી આગળ વધતાં યુવાનોમાં ઉત્સાહ છે. જ્યારે E-3 કેટેગરી સાત મહિના આગળ વધી છે. તે સિવાય અન્ય કેટેગરીઓ સપ્ટેમ્બર-2015 માસ પ્રમાણે યથાવત્ છે.
 
એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સિસના વિઝાની વિગતો
 
E1 -  પ્રાયોરિટી વર્કર્સ (ચઢિયાતા કામદારો)
E2 - પ્રોફેશનલ ડિગ્રી ધરાવનાર વ્યક્તિ
E3 - સ્કિલ્ડ અને પ્રોફેશનલ વર્કર
E4 - સ્પેશિયલ ઇમિગ્રન્ટ્સ
E5 - ખાસ પ્રોગ્રામ, નક્કી કરેલા વિભાગમાં રોજગાર ઉત્પન્ન કરનાર અને ખાસ પ્રકારની નોકરીઓની તક
 
ઓક્ટોબર-2015 માસની એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ વિઝાની ઇન્ફર્મેશન
 
કેટેગરી કટ-ઓફ ડેટ
E1 કરંટ ડેટ
E2 01 જુલાઇ 09
E3 01 જુલાઇ 05
E4 કરંટ ડેટ
E5 કરંટ ડેટ
 
ઓક્ટોબર-2015 ની ફેમિલી સ્પોન્સર્ડ કેટેગરી સંપૂર્ણ વિઝા ઇન્ફર્મેશન
 
F1- યુએસ સિટીઝનશિપ ધરાવનાર વ્યક્તિના 21 વર્ષથી વધુ વયના અપરણીત દીકરાઓ તથા દીકરીઓ
F2A- કાયમી વસવાટ કરનારાઓના પતિ-પત્ની તથા અપરણીત બાળકો
F2B- કાયમી વસવાટ કરનારાઓના 21 વર્ષથી વધુ વયના અપરણીત દીકરાઓ તથા દીકરીઓ
F3- યુએસ સિટીઝનશિપ ધરાવનાર વ્યતકિતના પરિણીત પુત્રો અને પુત્રીઓ
F4- યુએસ સિટીઝનના એડલ્ટ બ્રધર અને સિસ્ટર
 
ઓક્ટોબર-2015 માસની ફેમિલી સ્પોન્સર્ડ કેટેગરીની વિગતો
 
કેટેગરી     કટ-ઓફ ડેટ
F1 15 જાન્યુઆરી 08
F2A 15 એપ્રિલ 14
F2B 15 જાન્યુઆરી 09
F3 22 મે 04
F4 08 ફેબ્રુઆરી 03    
 

No comments:

Post a Comment