જેની આતુરાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ફિલ્મ 'બોમ્બે વેલ્વેટ'નું
ટ્રેલર જારી કરવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, અનુષ્કા શર્મા અને
કરણ જોહર પણ છે.
નિર્માતા-નિર્દેશક અનુરાગ કશ્યપે આ ફિલ્મનુ ટ્રેલર તેમના ટ્વીટર અકાઉન્ટ @anuragkashyap72 પર આજે શેર કર્યુ હતુ. આજે ભારત-બાંગ્લાદેશની મેચ છે અને તે વચ્ચે આજે 'બોમ્બે વેલવેટ'નું ટ્રેલર જારી કરવામાં આવ્યુ છે. જો કે રણબીર કપૂર પોતાની ફિલ્મના ટ્રેલરને પ્રમોટ કરવા આજની મેચ માટે હિન્દી કોમેન્ટેટર બન્યો છે.
આ સાથે ત્રણ નવા પોસ્ટર પણ રિલિઝ કરવામાં આવ્યા છે. અનુષ્કા શર્માએ તેના ટવિટર એકાઉન્ટ @AnushkaSharma પર આ ઈમેજ પોસ્ટ કરી છે. એક પોસ્ટરમાં રણવીર, અનુષ્કા અને કરણ જેમણે ફિલ્મા જે ભૂમિકા ભજવી છે તે લૂકમાં જોવા મળે છે. રણબીરે આ ફિલ્મમાં જોની બલરાજની ભૂમિકા ભજવી છે.જ્યારે અનુષ્કા શર્મા રોઝી નોરોન્હાની ભૂમિકામાં છે. કરણ જાહેર પહેલી વખત આ ફિલ્મમાં ફુલ ફ્લેજ રોલમાં જોવા મળશે. તે આ ફિલ્મમાં કેઈઝાદ ખમ્ભાતાના રોલમાં છે.
આ ફિલ્મ જ્ઞાન પ્રકાશના પુસ્તક મુંબઈ ફેબ્લ્સ પરથી બનાવવામાં આવી છે,જેને અનુરાગ કશ્યપે 'બોમ્બે વેલ્વેટ' નામ આપ્યુ છે. આ ફિલ્મ 1960ની બોમ્બેની પુષ્ઠભૂમિ પર છે. આ બુકમાં જોની અને રોઝીના કેરેકટર પણ વણી લેવાયા હતા. ફિલ્મ 15 મેના રોજ રિલિઝ થઈ રહી છે.