Translate

Saturday, November 29, 2014

ચેકના નવા પાંચ નિયમ જાણી લો, જે બચાવશે તમને ફ્રોડથી

ચેકના નવા પાંચ નિયમ જાણી લો, જે બચાવશે તમને ફ્રોડથી
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI)એ હાલમાં ચેક સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે. તેનો ઉદ્દેશ ગેરરીતિ રોકવાનો છે. આવો જાણીએ ક્યા છે નવા નિયમ.....
 
પહેલા જ્યારે ડેબિટ કે ક્રેડિટ દ્વારા ટ્રાન્ઝેક્શન થયા બાદ એમએમએસ દ્વારા જાણ કરવામાં આવતી હતી, પરંતુ હવે નિયમમાં ફેરફાર કરીને ક્લિયરિંગ માટે ચેક આવ્યા બાદ બન્ને પક્ષને એસએમએસ કરી જાણ કરવામાં આવે છે. કોઈ પણ ચેક પર શંકા જાય અથવા વધુ રકમના ચેકની સ્થિતિમાં બેંક બન્ને પક્ષને ફોન કરી પુષ્ટિ કરશે. ઉપરાંત જે ગ્રાહકે ચેક લખ્યો છે તેની બેંકની શાખામાં પણ સંપર્ક કરવામાં આવશે.
2 લાખ રૂપિયાથી વધુ ચેક માટે બેંકોને યુવી લેમ્પ દ્વારા ચેકને તપાસની સૂચના આપવામાં આવી છે. પાંચ લાખ રૂપિયાથી વધુની રકમના ચેકની વિવિધ સ્તરે તપાસ કરવાની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે. નવા ખુલેલા ખાતામાં રૂપિયા કેવી રીતે જમા કરવામાં આવે છે અને ઉપાડવામાં આવે છે તેના પર પણ બેંકોએ દેખરેખ રાખવાની છે. 
બેંકોને ચેકના કિસ્સામાં ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ-2010નો કડકાઈથી અમલ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સિસ્ટમમાં ચેક આપનારનું ખાતું જે શાખામાં હોય તે શાખાને ચેકની ઇલેક્ટ્રોનિક ઇમેજ મોકલવામાં આવે છે. તેનાથી ખરાઈ માટે ચેકને લઇ જવાની જરૂર નથી પડતી. આમ ધોખાધડીની શક્યતાઓ ઘટી જાય છે. ક્યારેક એવું પણ બન્યું છે કે ચેક ગ્રાહક પાસે જ પડ્યો હોય અને ધોખાધડી કરનાર વ્યક્તિ એ જ નબરનો ચેક કેશ કરાવી લીધો હોય.
બેંકોમાં સીટીએસ સિસ્ટમને માત્ર સામાન્ય મેકેનિક પ્રોસેસ ન માનવામાં આવે પરંતુ તેને મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા સમજવા માટે કહેવામાં આવ્યું છે. સિસ્ટમને હેંડલ કરવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ઉપકરણો અને કર્મચારીઓની નિયુક્તિ કરવા માટે કહેવામાં આવ્યું છે.

બ્રાન્ચમાં જશો તો પણ લાગશે ચાર્જ, વાંચોઃ કેવા ચાર્જ વસૂલે છે BANK તમારી પાસેથી

બ્રાન્ચમાં જશો તો પણ લાગશે ચાર્જ, વાંચોઃ કેવા ચાર્જ વસૂલે છે BANK તમારી પાસેથી
(પ્રતિકાત્મક તસવીર)
બિઝનેસ ડેસ્ક. રોજિંદા જીવનમાં દરેક ક્ષેત્રમાં જાગરૂકતા હોવો જરૂરી છે. ખાસ કરીને નાણાકીય મામલે તો જાગરૂકતા હોવી જ જોઈએ. બેંક એકાઉન્ટને લઇને પણ આવું જ હોઈ છે. લોકો ઘણીવાર સ્ટેટમેન્ટમાં ડેબિટ થયેલ રકમ માટે બેંક અધિકારીઓ સાથે તકરાર કરતા હોય છો. આવું બેંક દ્વારા લેવાતા જુદા જુદા ચાર્જની જાણકારીના અભાવમાં થાય છે. માટે, આજે અમે તમને જણાવીએ છીએ કેટલાક એવા ચાર્જીસ વિશે જે બેંક તમારી પાસેથી વસૂલે છે. એકાઉન્ટ ખોલાવવાથી લઇને બેંકમાં થનારા ટ્રાન્ઝેક્શન માટે પણ ફી વસૂલવામાં આવે છે. 

આવો જાણીએ આવા 10 ચાર્જીસ વિશે....
વારંવાર બ્રાન્ચ પર જઈને ટ્રાન્ઝેક્શન કરવા પર ચાર્જ વસૂલે છે બેંક 
જો તમને એવું લાગતું હોય કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન અને એટીએમનો ઉપયોગ કરવાને બદલે બેંક જઇને ટ્રાન્ઝેક્શન કરવું વધારે સરળ છે અને તમારી પાસેથી તેનો કોઈ ચાર્જ પણ વસૂલવામાં નથી આવતો, તો એ તમારી ગેરસમજ છે. જો તમે કોઈ ખાનગી બેંકના ગ્રાહક છો તો ક્વાટર્લી તમે બ્રાંચમાંથી 12 વખત જ ટ્રાન્ઝેક્શન કરી શકો છો જો 13મી વખત ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તો 50 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલવામાં આવે છે. આ ચાર્જ મોટેભાગે ખાનગી બેંક જ વસૂલે છે. તમને એવું લાગશે કે આ બેંક મનમાની કરે છે, પરંતુ બેંક પાસે આ ચાર્જ વસૂલવા માટેના પોતાનો તર્ક છે.
એકાઉન્ટ બંધ કરાવવા પર પર લાગે છે ચાર્જ
જો તમે ઘણાબધા બેંક એકાઉન્ટ ખોલાવી રાખ્યા છે અને હવે કોઈ એકાઉન્ટ બંધ કરાવવું છે તો ધ્યાન રહે કે તેમાં પણ ખર્ચ આવી શકે છે. જો તમારે એકાઉન્ટ ખોલાવ્યે છ મહિના પણ ન થયા હોય તો મોટા ભાગની બેંક તેને બંધ કરવા માટે 50 થી લઇને 200 રૂપિયા સુધી ચાર્જ વસૂલે છે. જો તમારા એકાઉન્ટમાંથી કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન થયે છ મહિનાથી વધુ સમય થઈ ગયો હોય તો તેના માટે પણ દંડ ભરવો પડી શકે છે. તેમાં ખાનગી બેંકના પોતાના નિયમ હોય છે. 
  બીજી બ્રાંચ જવા પર લાગે છે ચાર્જ
જે બ્રાંચમાં તમારુ એકાઉન્ટ છે, તે સિવાયની બ્રાંચમાં જઇને જો તમે ટ્રાન્ઝેક્શન કરો છો, તો તેના માટે પણ રૂપિયા ચુકવવા પડે છે. ખાનગી બેંક પ્રથમવાર તો એવા કોઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ નથી વસૂલતી પરંતુ ત્યાર પછીના ટ્રાન્ઝેક્શન પર પ્રતિ હજાર રૂપિયા પર પાંચ રૂપિયા ચાર્જ વસૂલે છે.
માસિક સ્ટેટમેન્ટ ચાર્જ
તમારા ખિસ્સામાંથી ચાર્જ વસૂલતા લિસ્ટમાં તમારૂં બેંક સ્ટેટમેન્ટ પણ છે. જો તમે ઈચ્છો છો કે દર મહિને તમારા ઘરે બેંક સ્ટેટમેન્ટ આવે, તો તેના માટે તમારે બેંકને ચાર્જ ચૂકવવો પડે છે. દરેક બેંક પોતાની રીતે ચાર્જની કિંમત નક્કી કરે છે. મોટા ભાગની બેંકમાં તેની કિંમત 200 રૂપિયા સુધીની હોય છે. જોકે, ઇમેલ દ્વારા સ્ટેટમેન્ટ મંગાવવા પર કોઈ ચાર્જ લેવાતો નથી. રિઝર્વ બેંકના આદેશ અનુસાર, બેંકોએ દર 3 મહિને ગ્રાહકોને સ્ટેટમેન્ટ મોકલવાનું હોય છે, જેના માટે બેંક કોઈ ચાર્જ વસૂલી નથી શકતી.
ચેક સ્ટેટસ જાણવાનો પણ લાગે છે ચાર્જ
જો તમે તમારા ચેકનું સ્ટેટસ જાણવા માગો છો તો ઘણી ખાનગી બેંક તેના માટે ચાર્જ વસૂલે છે. આ સર્વિસ માટે બેંક 25 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે. નિષ્ણાંતોના મતે, રનિંગ ચેકના સ્ટેટસની જાણકારી માટે આ ફી ચૂકવવાની નથી રહેતી, પરંતુ તમે જ્યારે જુના ચેકનું સ્ટેટસ જાણવા માગો છો ત્યારે આ ચાર્જ ચૂકવવો પડે છે.
સરનામું કન્ફર્મેશનનો પણ લાગે છે ચાર્જ
સરકારી બેંકોથી ઊલટું, ખાનગી બેંક કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ જેમ કે, બેલેન્સ સર્ટિફિકેટ, એડ્રેસ કન્ફર્મેશન, અટેસ્ટેડ સિગ્નેચર, અટેસ્ટેડ ફોટો વગેરેના બદલે 50 થી 200 રૂપિયા સૂધી ચાર્જ વસૂલે છે. બેંકો પાસે એનો પણ તર્ક છે. બેંકો અનુસાર, આ તમામ ડોક્યુમેન્ટ પર લગાવેલ ચાર્જ વાજબી છે. જો આ સર્ટિફિકેટ લેવા તમે વકીલ પાસે જશો તો તે પણ તેના માટે ચાર્જ વસૂલ કરશે.
મિનિમમ બેલેન્સ ન હોવા પર લાગે છે ચાર્જ
બેંક એકાઉન્ટ ખોલાવતા સમયે તમારી સમક્ષ મિનિમમ બેલેન્સ રાખવાની શરત રાખવામાં આવે છે. મિનિમમ બેલેન્સ ન રાખવા પર બેંક તગડો ચાર્જ વસૂલે છે. બેંક ક્વાર્ટર્લી મિનિમ બેલેન્સ ન રાખવા પર 750 થી 1500 સુધીનો ચાર્જ વસૂલે છે. આવી સ્થિતિમાં ટ્રાન્ઝેક્શન પર પણ ફી વસૂલવામાં આવે છે.
અન્ય બેંકના એટીએમ પર 5થી વધુ ટ્રાન્ઝેક્શન કરવા પર લાગે છે ચાર્જ 
એટીએમમાં રૂપિયા ઉપાડવાની સુવિધાની સાથે ઉપભોક્તાની સાથે એ પણ સમસ્યા નડે છે કે તેમને દરેક જગ્યાએ તેમની બેંકનું એટીએમ નથી મળતું. આવી સ્થિતિમાં બીજી બેન્કના એટીએમમાંથી રૂપિયા ઉપાડવા મોંઘા પડી શકે છે. જોકે આ ચાર્જ બીજી બેંકના એટીએમમાંથી પાંચથી વધુ વખત ઉપયોગ કરવા પર ચાર્જ લાગે છે. તેના માટે અલગથી 20 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. જોકે હવે જે બેંકમાં આપણું ખાતું હોય તે બેંકના એટીએમમાંથી પણ પાંચથી વધુ વખત ટ્રાન્ઝેક્શન કરવા પર ચાર્જ લેવાઈ રહ્યો છે. જોકે હાલમાં આ ચાર્જ માત્ર મેટ્રો શહેરમાં જ લેવામાં આવે છે, પરંતુ ધીરે ધીરે આ વ્યવસ્થાની સ્થિતિ જોઇને તેને સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે.
નોન હોમ બ્રાન્ચમાં એક મહિનામાં બીજી વખત રોકડ ઉપાડ પર લાગે છે ચાર્જ
નોન હોમ બ્રાન્ચમાં એક મહિનામાં બીજી વખત રોકડ ઉપાડ કરવા પર ગ્રાહકે ચાર્જ ચૂકવવો પડે છે. તેના માટે કેટલો ચાર્જ ચૂકવવો પડશે તે બેંક પોતાની રીતે નક્કી કરે છે. જોકે ખાનગી બેંક તેના માટે 150 રૂપિયા સુધી ચાર્જ વસૂલે છે. 

નોન હોમ બ્રાન્ચમાં એક મહિનામાં બીજી વખત રોકડ જમા કરાવવા પર પણ લાગે છે ચાર્જ
નોન હોમ બ્રાન્ચમાં એક મહિનામાં બીજી વખત રોકડ જમા કરાવવા પર પણ બેંક તમારી પાસેથી ચાર્જ વસૂલે છે. તેના માટે પણ જુદી જુદી બેંકે જુદી જુદી ફી નક્કી કરી છે. તેના માટે આઈસીઆઈસીઆઈ બેંક 150 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે.
એસએમએસ એલર્ટ સુવિધાનો લાભ લેવા પર પણ લાગે છે ચાર્જ 
એસએમએસ એલર્ટ સુવિધાનો લાભ લેવા પર પણ બેંક ચાર્જ વસૂલે છે. તેના માટે બેંક ક્વાર્ટર્લી 15 રૂપિયા સુધીનો ચાર્જ લે છે. એટલે કે વર્ષે 60 રૂપિયા વસૂલે છે. જ્યારે કેટલીક બેંક તેના માટે 100 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે. તેમાં સરકારી બેંક પણ સામેલ છે.
 

બજારમાં અચ્છે દિનઃ મિડકેપ શેરોએ આપ્યું 800% રિટર્ન, FIIએ કર્યું 63,000 કરોડનું જંગી રોકાણ


મોદી સરકારની રચના બાદ આમ આદમીના ‘અચ્છે દિન’ આવ્યા હોય કે ન આવ્યા હોય એ અલગ વાત છે પરંતુ હાં, જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો નિશ્ચિત રીતે એમ કહી શકાય કે તમારા સારા દિવસો આવી રહયા છે.
 
નવી સરકાર બન્યા બાદ શેરબજારમાં પ્રમુખ સૂચકાંક નિફ્ટી અને સેન્સેક્સે રોકાણકારોને ગત 6 મહિનામાં 15 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. બીજી બાજુ એફઆઇઆઇએ પણ આ સમયગાળામાં 60 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ બજારમાં રોકી છે. આગળ પણ આ મૂવમેન્ટ ચાલુ રહેશે તેવો બજાર નિષ્ણાંતોનો મત છે. અને રોકાણકારોએ બજારમાં ટકી રહેવું જોઇએ તેવી સલાહ પણ આપી છે.
 
આંકડાઓના દર્પણમાં છેલ્લા 6 મહિના
 
બજારમાં અચ્છે દિનઃ મિડકેપ શેરોએ આપ્યું 800% રિટર્ન, FIIએ કર્યું 63,000 કરોડનું જંગી રોકાણઇન્ડેક્સનું પ્રદર્શન
ઇન્ડેક્સ
રિટર્ન (%)
નિફ્ટી
15
સેન્સેકસ
14.70
મિડ કેપ
18.50
સ્મોલ કેપ
23.90
 
સેકટરનું પ્રદર્શન
સેક્ટર
રિટર્ન (%)
ઓટો
26.60
બેંકિંગ
18.70
કેપિટલ ગુડ્સ
9
કન્ઝ્યુમર ડયૂરેબલ્સ
18.90
એફએમસીજી
11.80
હેલ્થકેર
48.30
આઇટી
29.80
મેટલ
-11
ઓઇલ એન્ડ ગેસ
-4.6
રિયલ્ટી
-14.80
પાવર
-4.90
 
નિફ્ટીમાં સૌથી વધુ વધનારા 5 શેર
શેર
રિટર્ન (%)
સિપ્લા
62.14
લૂપિન
55.91
ટેક મહિન્દ્રા
48.18
સન ફાર્મા
43.69
ઇન્ફોસિસ
40.10
 
મિડ કેપ અને સ્મોલ કેપે કર્યા માલામાલ
શેર
રિટર્ન (%)
વીસાગર પોલીટિક્સ
850.26
જીબીએમ ઓટો
543.92
પટેલ ઇન્ટીગ્રેટેડ
419
હાઇડ્રો એસ એન્ડ એસ
416.87
કેસર ટર્મિનલ એન્ડ ઇન્ફ્રા
364.22
 
FIIએ કર્યું 63,522 કરોડનું રોકાણ
નવેમ્બર
10,887.23
ઓક્ટોબર
892.35
સપ્ટેમ્બર
5,448.79
ઓગસ્ટ
6,436.65
જુલાઇ
9,335.77
જૂન
13,990
મે
16,512
 
ચાલુ રહેશે અચ્છે દિન
 
એસએમસીના સ્થાપક મેમ્બર ડી.કે.અગ્રવાલ મની ભાસ્કરને જણાવે છે કે નવી સરકારે છેલ્લા 6 મહિનામાં ઘણું પ્રસંશનીય કામ કર્યું છે. ડીઝલ ડી-કન્ટ્રોલ, કુદરતી ગેસની કિંમતો વધારવા જેવા ઘણાં મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. નવી સરકારથી બજારને ઘણી આશાઓ છે. આવતા 4 મહિનામાં સેન્સેકસ 30,000 અને નિફ્ટી 9,000ના લેવલને પાર કરી શકે છે. 

બજારોમાં નવા રેકોર્ડઃ નિફ્ટી 8,600ને આંબ્યોઃ રોકાણકારોની સંપત્તિ રૂ.100 ટ્રિલિયન પર પહોંચી

બજારોમાં નવા રેકોર્ડઃ નિફ્ટી 8,600ને આંબ્યોઃ રોકાણકારોની સંપત્તિ રૂ.100 ટ્રિલિયન પર પહોંચીશુક્રવારે ભારતીય શેરબજારોએ અનેક નવા રેકોર્ડ્ઝ બનાવ્યા છે. બેન્ચમાર્ક નિર્દેશાંકોએ સર્વોચ્ચ ઊંચાઇના જૂના રેકોર્ડ્ઝ તોડીને નવા શિખરો સર કર્યા છે. નિફ્ટીએ પ્રથમવાર 8,600ની સપાટી વટાવીને 8,617ની નવી ટોચ હાંસલ કરી છે. સેન્સેક્સે 28,882નો ઊંચાઇનો નવો સ્કોર હાંસલ કર્યો છે. આ સાથે બીએસઇએ 100 ટ્રિલિયન રૂપિયા (રૂ.100 લાખ કરોડ)નું એક મહત્ત્વનું સીમાચિહ્ન હાંસલ કરીને વિશ્વના ટોચના 10 શેરબજારોમાં પોતાનું સ્થાન અંકે કરી લીધું છે.
 
બજારોમાં શુક્રવારે આવેલી તેજીમાં બેન્ક શેરોમાં તેજી ફાટી નિકળી હતી અને તેના પગલે બેન્ક નિફ્ટીએ પણ નવી સર્વોચ્ચ સપાટી બનાવી હતી. આ સાથે એસબીઆઇએ નવી 52-સપ્તાહની ઊંચી સપાટી નોંધાવી હતી.
 
આજે શુક્રવારે મોડેથી બીજી ક્વાર્ટરના જીડીપીના સારા આંકડાની જાહેરાત અને આગામી સપ્તાહમાં આરબીઆઇની નાણાકીય નીતિમાં વ્યાજ દરમાં કાપની આશાએ બજારોમાં ઉત્સાહ અને જોશ જોવા મળ્યા હતા એમ બજારના સૂત્રો જણાવે છે. બીએસઇનો સેન્સેક્સ 255 પોઇન્ટ (0.90 ટકા) ઊછળીને 28,693.99 પર બંધ રહ્યો હતો. એ જ રીતે, નિફ્ટી 94.05 (+1.11%) વધીને 8,588.25 પર બંધ આવ્યો હતો.
 
બીએસઇ ઓપેકની ગઇકાલે મળેલી બેઠકમાં ક્રુડ ઓઇલના ઉત્પાદનમાં કોઇ કાપ નહિ મૂકવાના નિર્ણયના પગલે ક્રુડ ઓઇલના વૈશ્વિક ભાવમાં કડાકો આવ્યો છે અને ગબડીને 72 ડોલર પ્રતિ બેરલના ચાર વર્ષના તળિયા પહોંચ્યા છે. તેના પગલે ભારતના મોટી રાહત મળશે. વળી, આગામી દિવસોમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ ઘટવાથી મોંઘવારી હળવી થવાના અણસારને જોતા રિઝર્વ બેન્ક તેની આગામી નાણાકીય સમીક્ષા બેઠકમાં વ્યાજ દરોમાં કાપ મૂકશે એવી આશા પ્રબળ બની છે.
 
આજે બેન્ક શેરોમાં જોરદાર તેજીનો જુવાળ જોવા મળ્યો હતો. બીએસઇ બેન્કેક્સ સૌથી વધુ 3.12 ટકા ઊછાળા સાથે મોખરે રહ્યો હતો. બેન્ક નિફ્ટીએ 3 ટકા ઊછાળાના સાથે 18,584.45ની નવી 52-સપ્તાહની ઊંચાઇ બનાવી હતી. ઉપરાંત, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્ઝ અને રીયલ્ટી શેરોમાં તેજીનો સપાટો જોવા મળે છે. આ બધા શેરો વ્યાજ દર સંવેદી છે.
 
સેન્સેક્સમાં એસબીઆઇ 5 ટકા ઊછળ્યો હતો. ઉપરાંત, એક્સિસ બેન્ક, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, એમએન્ડએમ, મારુતિ, આઇસીઆઇસીઆઇ બેન્ક, કોલ ઇન્ડિયા, એલએન્ડટી અને એચડીએફસી બેન્ક સહિત 19 શેરો વધ્યા હતા, જ્યારે સેસા સ્ટરલાઇટ, ભારતી એરટેલ, ઓએનજીસી, ડો રેડ્ડીઝ, એચયુએલ સહિતના 11 શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
 
SMCના રીસર્ચ હેડ કહે છે કે સરકારે છેલ્લા છ માસમાં ખૂબ સારું કામ કર્યું છે. ડીઝલના ભાવમાં અંકુશમુક્તિ, નેચરલ ગેસના ભાવમાં વધારો જેવા મહત્ત્વના કાર્યો કર્યા છે. નવી સરકાર હજુ વધુ આર્થિક સુધારા કરશે એવી બજારોને આશા છે. તેથી આગામી ચાર માસમાં સેન્સેક્સ 30,000 અને નિફ્ટી 9,000ની સપાટીને તોડી શકે છે.
 
આરબીઆઇએ નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓને પેમેન્ટ બેન્ક અને સ્મોલ ફાઇનાન્સ બેન્કો શરૂ કરવાની માર્ગદર્શિકા જાહેર કરતા આજે આ શેરોમાં ઊછાળો આવ્યો હતો. શ્રીરામટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ, સુંદરમ ફાઇનાન્સ, શ્રેઇ ઇન્ફ્રા ફાઇનાન્સ, મનપ્પુરમ ફાઇનાન્સ અને મુથૂટ ફાઇનાન્સ શેરો 4 ટકાની આસપાસ ઊછળ્યા હતા.
 
દરમિયાન, જેટ એરવેઝને ICRAએ અપગ્રેડ કરતા તેનો શેર બીએસઇમાં આશરે 18 ટકા ઊછળીને રૂ.322ની 52-સપ્તાહની ટોચને અડ્યો હતો. એ જ રીતે, જસ્ટ ડાયલમાં રિઝર્વ બેન્કે વિદેશી શેરહોલ્ડિંગની મર્યાદા તેની પેઇડ-અપ કેપિટલના 75 ટકા સુધી વધારવાની છૂટ આપતા તેનો શેર એનએસઇમાં 3.5 ટકા ઊછળીને રૂ.1624 પર ગયો હતો.

Wednesday, November 26, 2014

નાના-મોટા બધાની પસંદ, પાંચ પ્રકારના મસાલેદાર પફની રેસિપી

આજે અમે તમારી માટે તમારા જ મનપસંદ પફની રેસિપી લઈને આવ્યા છીએ. સામાન્ય રીતે આપણને પફનું નામ સાંભળતા જ આપણી ફેવરેટ બેકરી અથવા તો કોલેજની કેન્ટિન યાદ આવી જાય છે. કારણ કે, દરેક કેન્ટિનમાં તમને પફ તો જોવા મળે જ. હવે તમારો આ મસ્તમજાનો મસાલેદાર પફ તમે તમારા ઘરે જ બનાવી શકો છો. અમે તમારા માટે પાંચ અલગ-અલગ પ્રકારના પફની રેસિપી લઈને આવ્યા છીએ. જેમાં વેજ પફ, એગ પફ અને સ્વીટ પફ જેવી વેરાયટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે પફમાં તમે તમારૂં મનપસંદ સ્ટફિંગ ભરી શકો છો. બસ તો આજે આ પાંચ પ્રકારના પફની રેસિપી નોંધી લો, ત્યારબાદ તમારા રસોડે કરો નવા નવા અખતરા.
પોટેટો પફ-
 
સામગ્રી-
 
-3 થી 4 નંગ મધ્યમ કદના બટાટા બાફેલા
-1 મોટા કદની ડુંગળી
-1 ટેબલસ્પૂન વટામા
-3 થી 4 નંગ લીલા મરચાં
-1 ડાળખી મીઠો લીમડો
-3 થી 4 કળી લસણની
-1 નાનો ટુકડો આદુંનો
-લીંબુનો રસ
-મીઠું સ્વાદાનુસાર
-ગરમ મસાલો
-1 પેકેટ પેસ્ટ્રી સીટ
 
રીત-
 
નાના-મોટા બધાની પસંદ, પાંચ પ્રકારના મસાલેદાર પફની રેસિપીસૌપ્રથમ બાફેલા બટાટાના કટકા કરી લો. ત્યાર બાદ ડુંગળીને ઝીણી સમારી લો. આદું-મરચાં-લસણની પેસ્ટ કરી લો. હવે એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં અને મીઠો લીમડો ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરીને સાંતળો. લગભગ એકાદ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં ડુંગળી ઉમેરીને લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં લીલા વટાણા, બટાટા, ગરમ મસાલો, મીઠું, લીંબુનો રસ અને ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે આ મિશ્રણને ઢાંકીને લગભગ એકથી બે મિનિટ માટે ચઢવા દો. જ્યારે તેમાંથી એક સરસ મજાની સુગંધ આવવા લાગે ત્યારે સમજવું કે, સ્ટફિંગ તૈયાર છે. હવે પફ બનાવવા માટે સૌપ્રથમ પેસ્ટ્રી સીટને ડિફ્રોઝ કરો. કારણ કે, તેને ફ્રિઝરમાં મૂકવામાં આવ્યા હોય છે. આથી પફ બનાવવાના એક કલાક પહેલા તેને ફ્રીજમાંથી કાઢીને મૂકી દેવી. દરેક સીટને ત્રણ રેક્ટેગ્યુલર શેપમાં કટ કરી લો. આ રીતે ટોટોલ છ સિંગલ શીટમાંથી 18 રેક્ટેગ્યુલર પીસ તૈયાર થશે. તમારું પફ માટેનું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું હશે. એટલે હવે તમારી બેકિંગ ડિશ તૈયાર કરી લો. આ ડિશને એલ્યુમિનિયમ ફોઈલથી કવર કરી લો. અને તેને સ્લાઈટલી ગ્રીસ કરી લો. હવે એક રેક્ટેગ્યુલર સીટ લો. તેના મધ્યમાં એક ચમચી જેટલું સ્ટફિંગ મૂકો. હવે તેને ટ્રાયગંલ શેપમાં ફોઈલ કરીને સીલ કરી લો. આ રીતે બધી જ પેસ્ટ્રી પફ તૈયાર કરી લો. ત્યાર બાદ તેને બેકિંગ ડિસ પર થોડા-થોડા અંતરે મૂકી દો. હવે પ્રીહિટ ઓવનમાં આ પફને 450 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાંચ મિનિટ માટે બેક કરી લો. પફ ક્રિસ્પી અને બ્રાઉન રંગના થઈ જાય એટલે તેને બહાર કાઢી લો. એ વાતનું ધ્યાન રાખવું કે, તે બળી ના જાય. બસ તૈયાર છે સ્વાદિષ્ટ પફ, ગરમા-ગરમ પફને કટ કરીને ટોમેટો સોસ સાથે સર્વ કરો. 
વેજ પફ-
 
સામગ્રી-
 
-1 નંગ પફ પેસ્ટ્રી સીટ
-1 કપ મિક્ષ વેજિટેબલ સમારેલા(ગાજર, વટાણા, બીન્સ વગેરે)
-1 નંગ ડુંગળી
-1 નંગ ટામેટું
-1/2 ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ
-1 ટીસ્પૂન જીરૂં-1 ટીસ્પૂન લાલ મરચું પાવડર
-1/2 ટીસ્પૂન ગરમ મસાલો
-1/8 ટીસ્પૂન હળદર
-2 થી 3 ટેબલસ્પૂન કોથમીર
-તેલ જરૂર મુજબ
-મીઠું સ્વાદાનુસાર
 
રીત-
નાના-મોટા બધાની પસંદ, પાંચ પ્રકારના મસાલેદાર પફની રેસિપી
સૌપ્રથમ ગાજર, વટાણા, કેપ્સિકમ, બીન્સ જેવા મિક્ષ વેજિટેબલને થોડુંક જ પાણી ઉમેરીને ત્રણેક સીટી વગાડી લો. હવે એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો.
તેલ ગરમ થાય એઠલે તેમાં જીરૂં ઉમેરો. જીરૂં લાલ થાય એટલે તેમાં ડુંગળી ઉમેરીને એકાદ મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં આદું-લસણની પેસ્ટ ઉમેરીને બીજી એકાદ મિનિટ સાંતળો. ત્યાર બાદ તેમાં મિક્ષ વેજિટેબલ અને ટામેટા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં બધા જ મસાલા ઉમેરીને ફરીથી બરાબર મિક્ષ કરી લો. બધા જ શાકભાજી ચઢીને મેશી થઈ જાય ત્યાં સુધી તેને ચઢવા દો. છેલ્લે તેમાં મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરીને ઠંડુ થવા દો. હવે ઓવનને 220 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રીહિટ કરી લો. પેસ્ટ્રી સીટને પણ તેના કવર પર આપેલી સૂચનાઓ મુજબ ડિફ્રીજ કરી લેવી. હવે આ પેસ્ટ્રી સીટને લંબચોરસ કટ કરી લો. તેમાં બે ચમચી જેટલું સ્ટફિંગ ભરીને સીલ કરી લો. આ રીતે બધી પેસ્ટ્રી તૈયાર કરી લો. બેકિંગ ટ્રે પર એલ્યુમિનિયમ ફોઈલ લગાવી દો. અને હવે તેના પર તેલ લગાવીને ગ્રીસ કરી લો. તૈયાર કરેલા પફ તેમાં અમુક અંતર રાખીને ગોઠવી દો. આ પફ પર બ્રેશ વડે ઘી લગાવી લો. હવે આ પફને પ્રીહિટેડ ઓવનમાં 15 થી 20 મિનિટ માટે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી બેક કરી લો. ગરમા-ગરમ પફને તમે ચા સાથે પણ સર્વ કરી શકો છો.

એગ પફ-
 
સામગ્રી-
 
-1 પેસ્ટ્રી સીટ
-3 નંગ હાર્ડ બોઈલ એગ
-2 ટીસ્પૂન તેલ
-1/2 ટીસ્પૂન વરિયાળી
-1 ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ
-1/4 કપ ઝીણી સમારેલી ડુંગળી
-1/2 ટીસ્પૂન ધાણા પાવડર
-1/2 ટીસ્પૂન મરચું પાવડર
-મીઠું સ્વાદાનુસાર
-કોથમીર
-ઈંડાનો સફેદ ભાગ
 
રીત-
 
નાના-મોટા બધાની પસંદ, પાંચ પ્રકારના મસાલેદાર પફની રેસિપીસૌપ્રથમ એક નોન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં વરિયાળી, આદું-લસણની પેસ્ટ અને ડુંગળી ઉમેરીને સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં મીઠું, ધાણા પાવડર અને મરચું પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. બધી જ સામગ્રી બરાબર મિક્ષ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. હવે તેમાં કોથમીર ઉમેરને બરાબર મિક્ષ કરી લો. આ સ્ટફિંગને ઠંડુ થવા દો. ત્યાં સુધીમાં પેસ્ટ્રી સીટને રૂમ ટેમ્પરેચર પર લાવી દો. એના માટે તેના પેકેટ પર લખેલી સૂચનાઓનું પાલન કરો. હવે તેને લંબચોરસ કટ કરી લો. હવે આ લંબચોરસ સીટને એક સાફ સરફેસ પર મૂકો. તેમાં નીચે તૈયાર કરેલું સ્ટફિંગ એક ચમચી મૂકો. ત્યાર બાદ તેમાં બાફીને છાલ કાઢેલા ઈંડાનો અડધો ભાગ મૂકો. હવે આ સીટને સીલ કરી લો. આ રીતે જ બધા પફ તૈયાર કરો. તૈયાર કરેલા પફને બેકિંગ ટ્રે, કે જેના પર સિલ્વર ફોઈલ લગાવીને ગ્રીસ કરેલી હોય, તેના પર થોડા-થોડા અંતરે મૂકો. હવે આ પફને પ્રીહિટેડ ઓવનમાં 400 ફેરનહિટ પર 20 મિનિટ માટે બેક કરી લો. ગોલ્ડન બ્રાઉન રંગના ક્રિસ્પી થાય એટલે ગરમા-ગરમ સર્વ કરો.
 
સ્વીટ પફ-
 
સામગ્રી-
 
-2 કપ નાળિયેરનું છીણ
-1 કપ ખાંડ
-1/2 કપ ગોળ અથવા બ્રાઉન સુગર
-1 ટીસ્પૂન ઈલાયચી પાવડર
-1 પેકેટ પેસ્ટ્રી પફ સીટ
 
રીત-
 
નાના-મોટા બધાની પસંદ, પાંચ પ્રકારના મસાલેદાર પફની રેસિપીસૌપ્રથમ પેસ્ટ્રી પફ માટેની સીટને ડિફ્રીજ કરી લો. નાળિયેરની છીણી લો. હવે એક નોન સ્ટિક કડાઈને ગરમ કરો. તેમાં નાળિયેરનું છીણ, ખાંડ અને ગોળ અથવા બ્રાઉન સુગર ઉમેરીને બરાબર મિક્ષ કરો. એક ચમચી પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરીને ચઢવા દો. કડાઈ જાડા તળિયાવાળી લેવી. ધીમા તાપે મિશ્રણને હલાવતા રહો. સતત હલાવતા રહો જેથી મિશ્રણ તળિયે ચોંટે નહી. લગભગ પંદરથી સત્તર મિનિટમાં મિશ્રણ ઘટ્ટ થશે. ત્યાં સુધી તેને સતત હલાવતા રહો. ત્યાર બાદ તેમાં ઈલાયચી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરીને ગેસ બંધ કરી લો. આ મિશ્રણને ઠંડુ થવા દો. હવે પેસ્ટ્રી પફ માટેની સીટ લો. તેને રેક્ટેગ્યુલર શેપમાં કટ કરી લો. હવે તેના પર તૈયાર કરેલા સ્ટફિંગમાંથી બે ચમચી મૂકો. અને ફરી સીલ કરી લો. આ રીતે જ બધા પફ તૈયાર કરો. હવે એક નોન સ્ટિક બેકિંગ ટ્રે પર આ પફને ગોઠવી દો. 25 મિનિટ માટે તેને બેક કરો. ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી. ત્યાર બાદ તેને બહાર કાઢીને ગરમ અથવા તો ઠંડા કરીને સર્વ કરો.
 
 

ઝડપથી Weight Loss કરવા, આ માંથી કોઈ 1 પ્રવાહી રોજ પીઓ, ચરબી ઘટશે!

ઝડપથી Weight Loss કરવા, આ 7માંથી કોઈ 1 પ્રવાહી રોજ પીઓ, ચરબી ઘટશે!
 વજન ઘટાડવા માટે સૌથી પહેલાં શું ખાવું અને શું નહીં તેની માટે શિખામણ આપવામાં આવે છે. પરંતુ તમને બતાવી દઈએ કે તમારી પાચન શક્તિ જેટલી મજબૂત અને સ્વસ્થ હશે તમારું વજન પણ એટલી જ ઝડપથી ઉતરશે અને કંટ્રોલમાં રહેશે. તો સવાલ એ છે કે પાચન શક્તિને કઈ રીતે દુરસ્ત રાખવી, તેની માટે કંઈ ઝાઝુ કરવાની જરૂર નથી, બસ તમારી રોજિંદી ડાયટમાં અહીં જણાવેલા સાત પ્રવાહીમાંથી કોઈ એક રોજ લેવાનું શરૂ કરી દો. આ પ્રવાહી તમારી પાચન શક્તિને આજીવન સ્વસ્થ રાખશે. જેથી તમારું વજન તો ફટાફટ ઘટશે જ સાથે જ તમને પેટ સંબંધી રોગો પણ સતાવશે નહીં. આ પ્રવાહી તમારા મેટાબોલિઝ્મને તંદુરસ્ત રાખશે અને કેલરીને બર્ન કરવામાં મદદ કરશે. તો ચાલો આજે જાણી લો આ પ્રવાહી વિશે.
1- ફેટ ફ્રિ મિલ્ક
 
જે લોકોનું વજન વધારે છે અથવા તો શરીરના કેટલાક ભાગો પરથી ચરબી ઘટતી નથી તે લોકોએ પોતાની ડાયટમાં ફેટ ફ્રિ મિલ્કને સામેલ કરવું અને રોજ આ મિલ્ક પીવું. આમ તો મિલ્ક સ્વાસ્થ્ય માટે અતિગુણકારી હોય છે આ વાત તો બધાં જાણે જ છે પરંતુ જે લોકો વજન ઘટાડવા માગે છે તેવા લોકો માટે ફેટ ફ્રિ મિલ્ક બેસ્ટ રહે છે. આ મિલ્કમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોવાની સાથે તે ફેટને પણ ખૂબ જ ઝડપથી ઓછું કરે છે. આ પ્રવાહી પીવાથી થોડાક જ દિવસમાં તમારું વજન ઘટવા લાગશે જે તમે અનુભવશો. કેલ્શિયમ સિવાય તેમાં અન્ય ઘણાં ન્યૂટ્રિશિયન્સ પણ હોય છે જે મેટાબોલિઝ્મને દુરસ્ત રાખવામાં મદદ કરે છે. 
 2-  પાણી
 પાણી એક એવું પ્રવાહી છે જે વજન ઘટાડવા માટે દરેક ડાયટીશિયન, ન્યૂટ્રિશનિસ્ટ્સ અ ને ફિટનેસ ટ્રેનર પીવાની સલાહ આપે છે. આમ તો જળ એ જ જીવન છે પરંતુ સ્વાસ્થ્ય અને વજન નિયંત્રણ માટે યોગ્ય માત્રામાં પાણી પીવું અત્યંત જરૂરી છે. પાણી પીવાથી શરીરમાં જમા થયેલું ફેટ ખતમ થવા લાગે છે. શરીરને પૂરતાં પ્રમાણમાં પાણી મળતું રહે તો શરીરમાં પાણીની ઉણપ સર્જાતી નથી, જેથી મેટાબોલિઝ્મ પાવરફુલ રહે છે. એક સંશોધન મુજબ જે લોકો દરરોજ 8 ગ્લાસ પાણી પીવે છે તેમનું વજન હમેશાં કંટ્રોલમાં રહે છે અને વધેલું વજન પણ ઘટે છે. જેથી શરીરમાં પાણીની ઉણપ સર્જાવા દેવી નહીં, અને સમયાંતરાલે પાણી પીતાં રહેવું. 
3- નારિયેળ પાણી
ગરમીના સિઝનમાં તો લોકો ખૂબ નારિયેળ પાણી પીતાં જ હોય છે પરંતુ શિયાળામાં પણ નારિયેળ પાણી પીવું જ જોઈએ. દરરોજ એક નારિયેળ પાણી પીવાથી તે મેટાબોલિક રેટ વધારે છે અને સાથે જ ભરપૂર ઊર્જા પણ શરીરને આપે છે. આને પીવાથી શરીરમાં પાણીની કમી રહેતી નથી. ખાસ વાત તો એ છે કે નારિયેળ પાણી પીવાથી ભૂખ પણ નિયંત્રણમાં રહે છે એટલે કે તમને આચરકુચર ખાવાની ઈચ્છા થતી નથી અને તમને શૂગર ક્રેવિંગ્સ પણ થતું નથી. નારિયેળ પાણી પીવાથી શરીરમાંથી ટોક્સિન્સ પણ નિકળી જાય છે. માત્ર એટલું જ નહીં પણ તેમાં એન્ટીએજિંગ પ્રોપર્ટી હોવાથી નારિયેળ પાણીનું સેવન તમને જુવાન પણ રાખે છે. 

Tuesday, November 25, 2014

પોલીસી ગ્રેસ પિરિયડ માં મૃત્યુ પામે તો શું થાય? જવાબ તમને આશ્ચર્ય થશે!

તમે પોલીસી પ્રિમીયમ ભરવા ના કારણે તારીખ પછી આપેલા ગ્રેસ પિરિયડ માં મૃત્યુ પામે ત્યારે શું થાય ખબર છે. આ વિષય આસપાસ મોટા પૌરાણિક કારણ કે ત્યાં આ જવાબ તમે આશ્ચર્ય શકે છે.

દરેક જીવન વીમા કંપનીએ નિયત તારીખ પર છે પછી પ્રીમિયમ ચૂકવીને માટે 30 દિવસ એક ગ્રેસ પિરિયડ પૂરો પાડે છે. કંપનીઓ ગ્રાહક પર અથવા નિયત તારીખ પહેલાં તેમના પ્રિમીયમ ચૂકવણી કરે છે, પરંતુ તેઓ સમય પર પ્રિમીયમ ચૂકવવા ભૂલી તો હજુ પણ તેઓ ગ્રેસ સમયગાળો 30 દિવસ વિચાર ખાતરી કરવા માટે એસએમએસ અને ઇમેઇલ્સ પર રીમાઇન્ડર્સ મોકલો. પ્રીમિયમ હજી ગ્રેસ સમયગાળા બાદ ચૂકવવામાં ન આવે તો, પછી નીતિ રદ થયેલી હોવાનું માનવામાં આવે છે અને મૃત્યુ ગ્રેસ સમયગાળા બાદ આવું થાય તો કોઈ મૃત્યુ લાભ આપવામાં આવશે.
તમે મૃત્યુ ગ્રેસ સમયગાળા દરમિયાન થાય તો ખાતરી રકમ મેળવશો?

Payment of Sum Assured if death happens during grace period 
 અને જવાબ હા છે. નીતિ ધારક મૃત્યુ પ્રીમિયમ ચુકવણી કારણે તારીખ પર અથવા ગ્રેસ સમયગાળા દરમિયાન થાય તો નિયમો મુજબ, હજુ નીતિ માન્ય છે અને લાભાર્થીઓ સરવાળા ખાતરી આવશે, પરંતુ માટે વગર પ્રીમિયમ બાદ કર્યા બાદ ચાલુ વર્ષ. એક પુરાવા તરીકે હું મેક્સ ન્યૂયોર્ક લાઇફ ઇન્શ્યોરન્સ વેબસાઈટ નીચે કહે છે તે એક સાબિતી મૂકવા છું. તમે નીચેની ચોક્કસ wordings જોઈ શકો છો.

જીવન વીમા માં ગ્રેસ પીરિયડ

એક વ્યક્તિ 20 મી ડિસેમ્બર 2010 ના રોજ દર વર્ષે પ્રીમિયમ રૂ 10,000 સાથે 30 yrs સમયગાળા માટે 1 કરોડ ગાળાની યોજના લેવામાં આવે છે અને કલ્પના કરી છે તેથી જો નીતિ 3 yrs માટે સ્કોર છે, અને હવે તેના 4 થી પ્રીમિયમ 20 મી ડિસેમ્બર 2014 ના રોજ ચૂકવણી કરવામાં આવે છે . ગ્રેસ સમયગાળા 20 મી જાન્યુ 2015 સુધી હશે. હવે પ્રીમિયમ ચૂકવણી અને મૃત્યુ 25 મી ડિસે 2014 પર થાય ન હતી, પછી તેના ગ્રેસ સમયગાળા દરમ્યાન. કેટલી રકમ ગ્રાહક પરિવારને ચૂકવણી ખાતરી કરવામાં આવશે?

Grace Period in Life Insurance 
 તે સમ એશ્યોર્ડ હશે - ચાલુ વર્ષ માટે બધા અવેતન પ્રિમીયમ

= 1 કરોડની - 10.090
= 99.9 લાખમાં

મૃત્યુ ગ્રેસ સમયગાળા દરમિયાન થાય તો સમ ચુકવણી એશ્યોર્ડ

ત્યાં એક વ્યક્તિ માત્ર કેટલાક કારણોસર તેમની નીતિ બંધ કરવામાં કિસ્સાઓ છે કે જ્યાં, ઘણો રહ્યો છે અને તેઓ એક અકસ્માત સામનો કર્યો હતો અને મૃત્યુ પામ્યા છે. ઈન્ટરનેટ કિસ્સાઓમાં આ પ્રકારની સંપૂર્ણ છે. વખત મૃત્યુ ઘણાં ગ્રેસ સમયગાળા દરમિયાન થાય છે અને પરિવારના સાથે સાથે આ પાસા પર શિક્ષિત નથી કારણ કે, તેઓ તેઓ હજુ દાવો (અમે અમારી ક્લાઈન્ટો કુટુંબ દાવો assitance સેવા પૂરી પાડે) માટે જવાબદાર છે કે ખબર નથી.

જેથી તમે તમારા પ્રિમીયમ ચૂકવવા અને તમે વીમા કંપની પાસેથી રીમાઇન્ડર્સ માટે રાહ નથી તેની ખાતરી કરવા માટે ભૂલી નથી તેની ખાતરી કરો. તમે તમારા પોતાના રીમાઇન્ડર્સ સેટ અને આ પર વધુ ચેતવણી અને સક્રિય બની શકે છે.

કાર ખરીદતાં પહેલાં પાર્કિંગ સ્પેસ બુક કરાવવી પડશે

સરકારની યોજનાનો અમલ થશે તો તમે કાર ખરીદવાનું નક્કી કરશો એ પહેલાં તમારે પાર્કિંગ સ્પેસનું બુકિંગ કરાવવું પડશે. નવા રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ સેફ્ટી બિલ 2014ની જોગવાઈ પ્રમાણે વ્યક્તિ કાર ખરીદે એ પહેલાં તેની પાસે પાર્કિંગ સ્પેસ હોવી ફરજિયાત બનશે. ખરડો સંસંદના શિયાળુ સત્રમાં રજૂ થવાની શક્યતા છે.

ખરડાની જોગવાઈ અનુસાર નવા વાહનની નોંધણીની અરજી સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રમાણિત પાર્કિંગ સ્પેસનો પુરાવો આપવાનું ફરજિયાત બનશે. આ પગલાથી કાર ખરીદવાનું થોડું મુશ્કેલ બનશે. હજુ આ ખરડાને સંસદમાં મંજૂરી મળી નથી, પરંતુ ધીમા વેચાણનો સામનો કરી રહેલો કાર ઉદ્યોગ આ દરખાસ્તથી ખુશ નથી. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરમાં કારનું વેચાણ 2.55 ટકા ઘટીને 1.59 લાખ યુનિટ રહ્યું હતું.

ઓટો ઉદ્યોગે એવી દલીલ કરી હતી કે, ઉદ્યોગ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આ પ્રકારની જોગવાઈનો અમલ યોગ્ય નથી. આ અવ્યાવહારિક પગલું છે. ભારત જેવા વિશાળ દેશમાં દરેક કાર ખરીદનાર પાસે પાર્કિંગ લોટ કેવી રીતે હોઈ શકે? હજુ ઘણાં ગામડાં અને શહેરી વિસ્તારો એવા છે જ્યાં મકાન બનાવવા માટે પણ આગોતરી મંજૂરીની જરૂર પડતી નથી. હા, પાર્કિંગનો પ્રશ્ન ધરાવતાં મહાનગરો અને કેટલાંક મોટાં શહેરોમાં આ નિયમ લાગુ પાડી શકાય, પરંતુ સમગ્ર દેશમાં તેનો અમલ કરવો યોગ્ય નથી.

ઓટો ઉદ્યોગ આ નિયમને અવરોધક ગણે છે, પરંતુ સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પગલાથી કાર ખરીદદારો માટે પાર્કિંગ સ્પેસની જવાબદારી અંગે સભાનતા વધશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, "દિલ્હીની ત્રીજા ભાગની જમીન પેસેન્જર કારથી ભરાયેલી હોય છે. પેસેન્જર વ્હિકલના વધી રહેલા વેચાણને લીધે ખુલ્લી જગ્યાઓમાં ઘટાડો થઈ રહ્યો છે. કાર પાર્કિંગની જગ્યા માટે સભાનતા કેળવવા વ્યાપક પોલિસી માળખાની જરૂર છે.''

ઓટો ઉદ્યોગે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર (SIAM) મારફતે પાર્કિંગના નિયમ સામે ચિંતા વ્યક્ત કરી છે. તેણે જોગવાઈને અવ્યવહારુ ગણાવી છે. માત્ર કાર ખરીદદારો પર જવાબદારી ઢોળવાને બદલે પ્રક્રિયામાં શહેરની યોજના તૈયાર કરનારા સત્તાવાળાને સાંકળી લેવા જણાવ્યું છે.

કેટલીક રાજ્ય સરકારોએ આંશિક રીતે આ જોગવાઈ દાખલ કરી છે. જોકે, સ્માર્ટ સિટી વિકસાવવા ઇચ્છુક મોદી સરકાર ઝડપથી વધી રહેલાં વાહનોની યોગ્ય વ્યવસ્થા માટે યોજના ઘડશે એવી શક્યતા છે.

થોડાં વર્ષ પહેલાં યુપીએ સરકારે એસયુવી અને લક્ઝરી કાર પર ઊંચો ટેક્સ લાદ્યો હતો. અત્યારે સેડાન અને એસયુવી પરની એક્સાઇઝ ડ્યૂટી ઊંચી લગભગ 24 ટકા છે. જ્યારે નાની કાર પર 8 ટકા ડ્યૂટી લાગે છે.

KATHMANDU: મોદીએ ભારત-નેપાળ બસને આપી લીલી ઝંડી, શરીફ ભારત સાથે ચર્ચા માટે તૈયાર

(તસવીરઃ નેપાળ-દિલ્હી બસને લીલી ઝંડી આપતા પહેલા મોદી મુસાફરોને મળ્યા હતા)
 
કાઠમંડૂઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે નેપાળ પહોંચ્યા. તેઓ બુધવારથી શરૂ થનારા સાર્ક સંમેલનમાં ભાગ લેવા માટે અહીં આવ્યા છે. મોદીએ અહીંયા નેપાળ અને ભારત વચ્ચે બસ સર્વિસ શરૂ કરવાની ઘોષણા કરી. બાદમાં પીએમે કાઠમંડૂથી દિલ્હી જનારી બસને લીલી ઝંડી દેખાડી હતી. આ બસને 'પશુપતિનાથ એક્સપ્રેસ' નામ આપવામાં આવ્યું છે. નેપાળ અને ભારત વચ્ચે આ બસો કાઠમંડૂથી દિલ્હી, કાઠમંડૂથી વારાણસી અને પોખરાથી નવી દિલ્હી એમ ત્રણ રૂટ પર દોડશે.  
 
બસની લીલી ઝંડી દર્શાવતા પહેલા મોદી બસમાં ચઢ્યા હતા ને મુસાફરોને પણ મળ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ બસને કારણે પર્યટનને ઉત્તેજન મળશે. તેમણે કહ્યું હતું કે, શક્ય હશે તો બસોમાં વાઇ-ફાઇની સુવિધા પણ આપવામાં આવશે. અગાઉ મોદીએ કાઠમંડૂ ખાતે નેશનલ ટ્રોમા સેન્ટરનું ઉદ્ધાટન પણ કર્યું હતું. મોદી તથા નેપાળના પીએમ સુશીલ કોઇરાલા વચ્ચે એમઓયૂ પણ સાઇન થયા હતા. 
 
જિયો ન્યૂઝના અહેવાલ અનુસાર પાકિસ્તાન વડાપ્રધાન નવાઝ શરીફે મંગળવારે કહ્યું હતું કે, પાકિસ્તાન ભારત સાથે વાત કરવા તૈયાર છે, પરંતુ ભારતની સરકારે તે દિશામાં પહેલું પગલું ઉપાડવું પડશે.

નાનાં મ્યુચ્યુઅલ ફન્ડ્સને સેબી તરફથી રાહત : વરસમાં બે સ્કીમ લૉન્ચ કરવાની મંજૂરી

અગાઉ મિનિમમ ૫૦ કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવવાની સૂચના આપી હતી અને ત્યાં સુધી એની નવી સ્કીમ બહાર પાડવા પર અંકુશ મૂક્યો હતો

નાનાં મ્યુચ્યુઅલ ફન્ડ્સને સેબીએ વરસમાં બે સ્કીમ બહાર પાડવાની મંજૂરી આપતાં આ ફન્ડ્સમાં રાહત અને ખુશીની લાગણી પ્રસરી છે. સેબીએ થોડા વખત પહેલાં નાનાં મ્યુચ્યુઅલ ફન્ડ્સની ઍસેટ મૅનેજમેન્ટ કંપની (AMC)ને મિનિમમ ૫૦ કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવવાની સૂચના આપી હતી અને ત્યાં સુધી એની નવી સ્કીમ બહાર પાડવા પર અંકુશ મૂક્યો હતો. જોકે નાનાં ફન્ડ્સ માટે આ નેટવર્થ ઊભી કરવામાં સમય લાગી શકે એમ હોવાથી સેબીએ એમની નિર્દિક્ટ નેટવર્થ હાંસલ થાય નહીં ત્યાં સુધી ફન્ડને વરસે મહત્તમ બે યોજના માટે મંજૂરી આપતાં રાહત થઈ છે જેથી હવે નાનાં ફન્ડ્સ સ્કીમ લાવવા સજ્જ થઈ રહ્યાં છે.

જોકે સેબીએ આવાં ફન્ડ્સની દરખાસ્ત કેસ ટુ કેસ ધોરણે હાથ ધરવાનું નક્કી કર્યું છે. એમાં એમના નેટવર્થ વધારવા માટેના પ્રયાસ કેટલા ગંભીર છે એની ચકાસણી કરવામાં આવશે. વર્તમાનમાં દસ AMC એવી છે જેમની નેટવર્થ ૫૦ કરોડ રૂપિયાથી નીચે છે. આવાં ફન્ડ્સમાં ક્વૉન્ટમ, સહારા, શ્રીરામ, ટોરસ, એસ્ર્કોટ્સ અને પરાગ પરીખ ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝરી સર્વિસિસનો સમાવેશ છે. મ્યુચ્યુઅલ ફન્ડ્સના નિષ્ણાતોના મત મુજબ સેબીનું આ પગલું વ્યવહારું અને વાજબી છે અને આનાથી નાનાં ફન્ડ્સને નેટવર્થ વધારવાની તક મળશે અને પ્રોત્સાહન પણ મળશે.બીજું, સેબી પોતાનાં ધોરણો કડક બનાવીને નાનાં ફન્ડ્સને બિઝનેસમાંથી દૂર કરી દેવા માગે છે એવું નથી એ આ પગલા પરથી સાબિત થાય છે. સેબી માત્ર આ ફન્ડ્સ ગંભીર બનીને પ્રવૃત્તિ કરે એવું ઇચ્છે છે.

નાનાં ફન્ડ્સને ૨૦૧૭ સુધીનો સમય
આ વરસના આરંભમાં સેબીએ નેટવર્થની મિનિમમ જરૂરિયાત દસ કરોડ રૂપિયાથી વધારીને પચાસ કરોડ રૂપિયા કરી ત્યારે એ પગલાની ભારે ટીકા થઈ હતી, પરંતુ સમય જતાં હવે એ પગલું વાજબી લાગી રહ્યું છે. સેબીએ આ માટે ફન્ડ્સને મે ૨૦૧૭ સુધીનો સમય પણ આપ્યો છે.

પંચાવન ઇક્વિટીલક્ષી સ્કીમ

આ વરસે અત્યાર સુધીમાં ઇક્વિટી કૅટેગરીમાં પંચાવન સ્કીમ બજારમાં આવી છે, જે મોટા ભાગે મધ્યમ અને લાર્જ સાઇઝ ફન્ડ્સની રહી છે.

૩૨ વર્ષનો ગુજરાતી યુવાન ગોલ્ડમૅન સાક્સનો યંગેસ્ટ પાર્ટનર

૭૮ વ્યક્તિઓને પ્રમોશન મળ્યું એમાં કુલ પાંચ ભારતીય અને એમાં એક કુણાલ શાહ
kunal shah
ગોલ્ડમૅન સાક્સમાં મૅનેજિંગ ડિરેક્ટરનું પદ ધરાવનાર બિનરહીશ ભારતીય કુણાલ શાહને કંપનીના પાર્ટનર તરીકે બઢતી આપવામાં આવી છે. રોકાણ સંબંધી કામકાજ કરતી વૈશ્વિક સ્તરની અગ્રણી કંપની ગોલ્ડમૅન સાક્સમાં આ પદ પર પહોંચનાર સૌથી નાની વયની મૂળ ભારતીય વ્યક્તિનું બિરુદ પણ કુણાલને મળી ગયું છે.

૩૨ વર્ષના કુણાલ સહિત ૭૮ વ્યક્તિઓને પાર્ટનરનો હોદ્દો આપવામાં આવ્યો છે. મૂળ ભારતીય એવી અન્ય ૪ વ્યક્તિઓને પણ આ પદ મળ્યું છે. કુણાલ શાહને ૨૭ વર્ષની નાની વયે જ ઇન્વેસ્ટમેન્ટ બૅન્કિંગની આ કંપનીમાં મૅનેજિંગ ડિરેક્ટરનું પદ મળ્યું હતું. તે કૅમ્બિþજ યુનિવર્સિટીનો મૅથ્સના વિષયનો પદવીધારી છે. તેને ૨૦૧૧માં ‘ફૉબ્સર્‍’ના ૩૦ અન્ડર ૩૦ ફાઇનૅન્સ લિસ્ટમાં અર્થાત્ ૩૦ વર્ષથી ઓછી ઉંમરની નાણાકીય ક્ષેત્રની ૩૦ અગ્રણી વ્યક્તિઓમાં સ્થાન મળ્યું હતું.

કુણાલ ૨૦૦૪માં ગોલ્ડમૅન સાક્સમાં લંડનમાં જોડાયો ત્યારથી જ તેણે અદ્ભુત પ્રગતિ કરી છે. એ ઉપરાંત ગોલ્ડમૅન સાક્સમાં પાર્ટનર બનેલી અન્ય ચાર મૂળ ભારતીય વ્યક્તિઓમાં મીના લાકડાવાલા ફ્લિન, માણિકનંદન નટરાજન, ઉમેશ સુબ્રમણ્યન અને રાજેશ વેન્કટરમણીનો સમાવેશ છે.

ગોલ્ડમૅન સાક્સ દર બે વર્ષે પોતાના પાર્ટનર્સની પસંદગી કરે છે. એને માટેના માપદંડ ઘણા આકરા છે. એ પ્રક્રિયા એક મહિનો ચાલે છે.

ગોલ્ડમૅનમાં ૪૬૭ પાર્ટનર્સ છે જે એના કુલ ૩૩,૫૦૦ના કર્મચારીગણનો ૧.૬ ટકા હિસ્સો થાય છે.

પાર્ટનર થવાના લાભ

ગોલ્ડમૅન સાક્સના પાર્ટનર્સને આશરે ૯ લાખ ડૉલરનો પગાર અને બૅન્કના ફક્ત પાર્ટનર્સ માટેના બોનસનો હિસ્સો તથા અન્ય લાભ મળે છે. તેમને રોકાણની વિશેષ તક પણ મળે છે જે અન્ય કર્મચારીઓને નથી અપાતી.

ચેન્નઈનાં ડૉલી ખન્ના વર્તમાન બુલ-રનનાં સ્ટાર છે?

તેમની પાસે ૧૪ લિસ્ટેડ કંપનીઓના ૧ ટકાથી વધારે શૅર છે
અત્યાર સુધીનો અનુભવ કહે છે કે શૅરબજારની દરેક તેજીની સાથે એક સ્ટાર જન્મ લે છે. આ સ્ટાર તેજીલા તોખાર જેવા સ્ટૉક પસંદ કરે છે, જે વખત જતાં ભરપૂર કમાણી કરાવી આપતા પુરવાર થાય છે. આ વખતની તેજીનાં સ્ટાર ડૉલી ખન્ના હોય તો નવાઈ નહીં, કારણ કે તેમની પાસે ૧૪થી વધુ લિસ્ટેડ કંપનીઓના ૧ ટકાથી વધારે શૅર છે. વળી તેમણે જ્યાં-જ્યાં હાથ નાખ્યો છે ત્યાં ઘણી કમાણી કરી લીધી છે. ડૉલી ખન્ના પાસેના શૅરનું મૂલ્ય ૧૭૫ કરોડ કરતાં વધારે હોવાનો અંદાજ છે. તેમના સ્ટૉક્સ અનેકગણું વળતર આપી ગયા છે.

ડૉલીનું રોકાણ મોટા ભાગે સ્મૉલ કૅપ સ્ટૉક્સમાં છે. હાલ દલાલ સ્ટ્રીટમાં તેનું અનુકરણ કરનારા લોકોની સંખ્યા વધવા લાગી છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે તેઓ ફક્ત એક ગૃહિણી હોવાનું કહેવાય છે.

બજારના જાણકારો કહે છે કે તેઓ એક સમયના ક્વૉલિટી મિલ્ક ફૂડ્સના માલિક રાજીવ ખન્નાનાં પત્ની છે. ચેન્નાઈમાં રહેતા આ દંપતીએ વ્યવસાય તરીકે નહીં પણ શોખ ખાતર સ્ટૉક-ઇન્વેસ્ટિંગ શરૂ કર્યું હતું. રાજીવ ખન્નાએ ક્વૉલિટી મિલ્ક ફૂડ્સ ૧૯૯૫માં હિન્દુસ્તાન યુનિલીવરને વેચી કાઢી હતી. એમાંથી મળેલાં નાણાંથી રાજીવ ખન્નાએ ૧૯૯૬-૯૭માં પહેલી વાર શૅરબજારમાં રોકાણ શરૂ કર્યું. હાલ તેઓ ૬૭ વર્ષના છે. હજી પણ તેમનો દૂધની બનાવટનો બિઝનેસ છે.

રાજીવ ખન્નાએ હૉકિન્સ કુકર્સમાં કરેલું રોકાણ સૌથી પહેલું ફાયદાકારક રોકાણ નીવડ્યું. તેમણે આ કંપનીમાં ૨૦૦૭માં રોકાણ કરવાની શરૂઆત કરી. જૂન ૨૦૦૯ સુધી તેઓ ખરીદી કરતા રહ્યા. તેમની ઍવરેજ પ્રાઇસ ૧૩૦-૧૪૦ની હતી. આજે હૉકિન્સનો ભાવ ૩૨૫૧ છે. આ કંપની પોતાના નફાના ઓછામાં ઓછા ૭૦ ટકા જેટલો હિસ્સો ડિવિડંડ સ્વરૂપે વહેંચી દે છે. રાજીવ ખન્નાએ ત્યાર બાદ વિમ પ્લાસ્ટ લિમિટેડની ખરીદી કરી. બે વર્ષમાં એ શૅરમાં સાત ગણું વળતર મળ્યું. સેરા સેનિટરી વેરમાં તેમને ૬ ગણું, આરએસ સૉફ્ટવેરમાં બે વર્ષમાં પાંચ ગણું તથા અવંતિ સીડ્સમાં ૬ મહિનામાં ૩ ગણું વળતર મળ્યું છે.

નોંધપાત્ર વાત એ છે કે રાજીવ ખન્ના સંશોધન કર્યા બાદ જ સ્ટૉકની પસંદગી કરે છે. તેમણે કરેલા રોકાણમાં ધીરજનાં ફળ દસ વર્ષ બાદ અર્થાત ૨૦૦૭થી મળવા લાગ્યાં. જોકે અમુકમાં તેમને ઓછા સમયમાં પુષ્કળ લાભ થયો છે. દા.ત. તેમણે અમર રાજા બૅટરીઝમાં ૨૦૧૨ના જૂન ક્વૉર્ટરમાં ૧૩ કરોડ રૂપિયામાં ૧ ટકા શૅર ખરીદ્યા હતા. એ આખો સ્ટેક તેમણે છ મહિના કરતાં ઓછા સમયમાં ૩૯ કરોડ રૂપિયામાં વેચી દીધો. છેલ્લે તેમને પ્રીમિયર એક્સપ્લોઝિવ્સ, મોલ્ડ ટેક પૅકેજિંગ અને નીલકમલમાં ધરખમ લાભ થયો છે.

રાજીવ ખન્નાનું બૅકગ્રાઉન્ડ
રાજીવ ખન્ના મદ્રાસના કેમિકલ એન્જિનિયર છે. શરૂઆતમાં તેમણે દવાની એક કંપનીમાં કામ કર્યું હતું અને ૧૯૮૬માં ક્વૉલિટી મિલ્ક ફૂડ્સની સ્થાપના કરી. તેમની ક્વોલિટી આઇસક્રીમ પણ ઘણી વખણાઈ હતી.

મોદી તાજી હવાની લહેરખી છે : માર્કેટિંગ ગુરુ ફિલિપ કોટલર

narendra-modiમાર્કેટિંગ ક્ષેત્રના અગ્રણી ફિલિપ કોટલરે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આશાવાદ વ્યક્ત કરતાં તેમને તાજી હવાની લહેરખી ગણાવ્યા છે.

બૅન્ગલોરમાં બુધવારે એક કાર્યક્રમમાં કૉર્પોરેટ ક્ષેત્રના અગ્રણીઓ, માર્કેટિંગના વ્યવસાયીઓ અને મૅનેજમેન્ટ શૈક્ષણિક સંસ્થાઓના સભ્યો તથા વિદ્યાર્થીઓને સંબોધતી વખતે તેમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા.

અનેક રાજકીય વિશ્લેષકોએ કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ માર્કેટિંગનો ઉપયોગ કર્યો એને લીધે ભારતીય જનતા પાર્ટીને ૨૦૧૪ની સાવર્‍ત્રિક ચૂંટણીઓમાં સફળતા મળી, પરંતુ કોટલરે આ બાબતે વિપરીત મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મોદીએ માર્કેટિંગ દ્વારા પ્રસિદ્ધિ મેળવી હોવાની ગેરસમજ છે. મને લાગે છે કે તેમની કામ કરવાની રીત તથા તેમનાં મૂલ્યોને લીધે તેઓ આગળ નીકળી શક્યા છે. લોકો મને પણ ઘણી વાર પૂછતા હોય છે કે આજે હું જે કંઈ છું એ મારા માર્કેટિંગના પ્રતાપે છું કે કેમ. હું તેમને એ જ જવાબ આપું છું કે મને મારું કામ ગમે છે અને એ કામ ચાલી નીકળ્યું એ મારું નસીબ કહેવાય.’

મોદીના મેક ઇન ઇન્ડિયા અભિયાન વિશે તેમણે કહ્યું હતું કે ‘દેશના માર્કેટિંગ નિષ્ણાતોએ પહેલાં તો ભારતીયત્વ ઝળકે એવી કઈ પ્રોડક્ટ્સ કે બીજી કઈ બાબત આગળ ધરવી છે એ નક્કી કરવાનું રહેશે. એ નિર્ણય લેવાઈ ગયા બાદ એનું સારી રીતે માર્કેટિંગ કરવું.’

અંધકારભર્યો સિનેમાહૉલ માનવ-એકતાનું મોટું ઉદાહરણ છે : બીગ બી

રજનીકાન્ત અને અમિતાભના હસ્તે ગોવામાં ૪૫મા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાનું ઉદઘાટન
big b
ભારતીય ફિલ્મજગતના મુઠ્ઠીઊંચેરા અભિનેતાઓ રજનીકાન્ત અને અમિતાભ બચ્ચન તેમ જ કેન્દ્રના ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર અરુણ જેટલી, ગોવાના મુખ્ય પ્રધાન લક્ષ્મીકાંત પાર્સેકર તથા તાજેતરમાં જ દેશના સંરક્ષણખાતાના પ્રધાન તરીકે અખત્યાર સંભળનારા મનોહર પર્રિકરની હાજરીમાં ઝાકઝમાળ અને ભવ્ય વાતાવરણમાં ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI)નો ગઈ કાલે ગોવામાં આરંભ થયો હતો.ગોવાની રાજધાનીમાં યોજાયેલા આ ૧૧ દિવસના IFFIમાં ૭૫ દેશોની ૧૭૯ ફિલ્મો જુદી-જુદી કૅટેગરીમાં પ્રદર્શિત કરવામાં આવશે. એમાં વર્લ્ડ સિનેમા (૬૧ ફિલ્મો), માસ્ટર સ્ટ્રોક્સ (૧૧ ફિલ્મો), ફેસ્ટિવલ કલાઇડોસ્કોપ (૨૦ ફિલ્મો), સોલ ઑફ એશિયા (૭ ફિલ્મો), ડૉક્યુમેન્ટરીઝ (૬ ફિલ્મો) અને ઍનિમેશન (૬ ફિલ્મો)નો સમાવેશ છે.

આ ફેસ્ટિવલમાં ભારતની બે ફિલ્મો સહિત આખા વિશ્વની ૧૫ ફિલ્મો પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકૉક એવૉર્ડ માટે સ્પર્ધામાં છે.ઉદઘાટન-સમારંભમાં પ્રાસંગિક પ્રવચન કરતાં અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે ‘અંધકારભર્યો સિનેમાહૉલ વિશ્વમાં માનવ-એકતાનું મોટું ઉદાહરણ છે. આપણે જ્યારે અંધકારભર્યા સિનેમાહૉલમાં બેસીએ ત્યારે આપણી બાજુમાં બેસતી વ્યક્તિની ન્યાત, જાતિ, ભાષા, ધર્મ વગેરે કંઈ પૂછતા નથી. આજે ઝડપથી વિખેરાતા જતા આ વિશ્વમાં તમને માનવ-એકતાનું આવું ઉદાહરણ ક્યાં મળશે?’અમિતાભ બચ્ચને અત્યંત ઇમોશનલ છતાં ભારતીય સિનેમાના આરંભ અને પ્રગતિ વિશે જાણકારી આપતી ઇન્ફર્મેટિવ સ્પીચમાં તાળીઓના ગડગડાટ વચ્ચે તેમના પિતા હરિવંશરાય બચ્ચનની કવિતા ‘હિંમત કરનેવાલોં કી હાર નહીં હોતી’ની પંક્તિઓનું પઠન કર્યું હતું. બચ્ચને પૉપ્યુલર સિનેમાની તરફેણમાં અનેક મુદ્દા જણાવતાં ઉમેર્યું હતું કે પૉપ્યુલર સિનેમાની ઘïણી મશ્કરી અને ટીકા કરવામાં આવે છે, એમ છતાં છેવટે આજે એ વૈશ્વિક સ્તરે પહોંચ્યું છે.

અમિતાભની સાથે જ રજનીકાન્તને ‘સેન્ટેનરી અવૉર્ડ ફૉર ફિલ્મ પર્સનાલિટી ઑફ ધ યર’ એનાયત કરનારા કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીએ પ્રવચનમાં જણાવ્યું હતું કે ‘ક્રિકેટ દેશનો ધર્મ છે તો ફિલ્મો દેશનો વૈકલ્પિક ધર્મ છે. એ આપણને મનોરંજન આપે છે, શિક્ષિત કરે છે, વિવિધ સામાજિક મુદ્દા પર પ્રકાશ પાડે છે. ઊછરતા યુવા દિમાગને એમાંથી ઘણું જાણવા મળે છે. એના દ્વારા આપણને જબરદસ્ત ટૅલન્ટેડ વ્યક્તિઓ મળે છે. ભારતીય ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના કૉર્પોરેટાઇઝેશનની આ તુલનમાં નવા પ્રવાહને લીધે એનું ભવિષ્ય વધુ ઊજળું બનશે.’ આ પ્રસંગના છેલ્લા સ્પીકર રજનીકાન્તે ટૂંકા પ્રવચનમાં અવૉર્ડ પોતાના હસ્તે એનાયત કરવા બદલ ‘મોટા ભાઈ’ અમિતાભ બચ્ચનનો આભાર માન્યો હતો અને અવૉર્ડને પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ, ટેãક્નશ્યન્સ અને કરોડો ચાહકોને અર્પણ કર્યો હતો.

જશોદા નરેન્દ્ર મોદીના મનમાં ઊભા થયા અનેક સવાલ

jashodabenગઈ કાલે મહેસાણામાં RTI ઍક્ટ હેઠળ અરજી કરીને જવાબ માગ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ધર્મપત્ની જશોદાબહેન મોદીને પ્રોટોકોલ મુજબ સિક્યૉરિટી આપવામાં આવી છે; પણ બને છે એવું કે તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરે છે અને જ્યારે તેમના સિક્યૉરિટી-ગાર્ડ્સ સરકારી કારમાં તેમની સુરક્ષા માટે પાછળ ફરે છે એ સંદર્ભનો સ્પેશ્યલ રિપોર્ટ ‘મિડ-ડે’માં પ્રસિદ્ધ થયા પછી જશોદાબહેને ગઈ કાલે મહેસાણામાં ડેપ્યુટી પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટની પાસે RTI ઍક્ટ હેઠળ ઍપ્લિકેશન દાખલ કરીને ઉપરોક્ત સહિત દસથી વધુ બાબતનો ખુલાસો ભારત સરકાર પાસે માગ્યો છે. જશોદાબહેને ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બાબતમાં મારી પાસે કોઈ જાણકારી નહોતી, પણ પેપરમાં આવ્યા પછી મને આ વિશે ખબર પડી એટલે મેં તમામ માહિતી માગી છે અને સરકાર મને ૪૮ કલાકમાં જવાબ આપે એ બાબતની વિનંતી પણ કરી છે. મને બીજી શું-શું સુવિધા મળે છે એ વિશે પણ મેં પૂછ્યું છે.’

જશોદાબહેન મહેસાણામાં ઍપ્લિકેશન આપવા ગયાં ત્યારે પણ સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં બેઠાં હતાં અને તેમનો વારો વીસ મિનિટ પછી આવ્યો હતો. જશોદાબહેને કહ્યું હતું કે ‘મને કોના આદેશથી અને કયા આધારે સિક્યૉરિટી આપવામાં આવી છે એ આજ સુધી ખબર નથી એટલે મેં એ માહિતી માગી છે. ઉપરાંત આવી બીજી કઈ-કઈ સુવિધાઓ મળવી જોઈએ એની પણ વિગતો માગી છે.’

જશોદાબહેને કરેલી ઍપ્લિકેશનમાં તેમણે કુલ આઠ જવાબ સરકાર પાસે માગ્યા છે જે તમામ તેમની સિક્યૉરિટીને લગતા છે.

કોના હુકમથી રક્ષણ?


ગઈ કાલે ય્વ્ત્ની અરજી દ્વારા જશોદાબહેને સરકાર સામે સૌથી પહેલો પ્રશ્ન એ કર્યો હતો કે મને આપવામાં આવેલું રક્ષણ કયા હુકમથી, કયા કાયદા મુજબ અને કોના હુકમથી આપવામાં આવી રહ્યું છે એનો તાત્કાલિક જવાબ આપવામાં આવે અને જે હુકમ કરવામાં આવ્યો હોય એની સર્ટિફાઇડ નકલ મને આપવામાં આવે. આ ઉપરાંત જશોદાબહેને એ મુદ્દો પણ ઉઠાવ્યો છે કે હું વડા પ્રધાનનાં વાઇફ હોવાના નાતે જો મને પ્રોટોકોલ મુજબ સિક્યૉરિટી આપવામાં આવી રહી હોય તો આ જ પ્રોટોકોલ મુજબ મને બીજી કઈ-કઈ સુવિધા મળી શકે એની પણ તમામ વિગતો આપવામાં આવે.

સરકારી વાહન કોના હુકમથી?


જશોદાબહેને એ પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે હું જ્યારે પણ ટ્રાવેલિંગ કરું છે ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટથી કરું છે, જ્યારે મારી સુરક્ષા માટે આવેલા અધિકારીઓ સરકારી ગાડીમાં ફરે છે તો તે સૌ સરકારી વાહનમાં કયા હુકમથી ફરી રહ્યા છે એની વિગત પણ આપવામાં આવે. જશોદાબહેને કહ્યું હતું કે અત્યાર સુધી મારી પાસે આ બાબતનો કોઈ કાગળ આવ્યો નથી તો એ બધા કાગળ પણ મને પહેલેથી આપવા જોઈએ.

મહેમાન જેવું સ્વાગત શું કામ?

જશોદાબહેને તેમની ઍપ્લિકેશનમાં લખ્યું છે કે સુરક્ષા-અધિકારીઓ મારી પાસે મહેમાન જેવું સ્વાગત માગી રહ્યા છે તો આવું સ્વાગત કરવાની કાયદાની કઈ બાબતમાં જોગવાઈ છે કે પછી કયા પ્રોટોકોલનો ભાગ છે એ બાબતનો જવાબ પણ સરકાર આપે અને એ જવાબની સાથોસાથ જશોદાબહેને એ બાબતનો પણ જવાબ માગ્યો છે કે મને જે સિક્યૉરિટી ઑફિસર આપવામાં આવ્યા છે તેમની કામગીરી શું છે અને શું-શું ફરજ છે.

સિક્યૉરિટી ગાર્ડનો લાગે છે ડર

જશોદાબહેનની સિક્યૉરિટી કોના કહેવાથી કરવામાં આવી રહી છે એ સંદર્ભનો કોઈ લેટર આ સિક્યૉરિટી-ગાર્ડ્સ પાસે હોતો નથી એવો દાવો કરતાં જશોદાબહેને પોતાની ઍપ્લિકેશનમાં કહ્યું છે કે આ પ્રકારનો ઑથોરિટી-લેટર કોના કહેવાથી તેમની પાસે નથી એનો સત્તાવાર જવાબ આપવામાં આવે. ઑથોરિટી-લેટર સાથે ન હોવાથી મને એ સિક્યૉરિટી ગાર્ડનો ડર લાગી રહ્યો છે એવું કહેતાં જશોદાબહેને અરજીમાં ઇન્દિરા ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરીને લખ્યું છે કે ‘વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા તેમના સિક્યૉરિટી ગાડ્ર્સે જ કરી હતી એથી મને આ સિક્યૉરિટી-ગાર્ડ્સથી બહુ ડર લાગે છે. આ કારણે સરકારે મને આપવામાં આવેલા સુરક્ષા-કર્મચારીઓની તમામ માહિતી આપવામાં આવે.

આ માગણીની સાથોસાથ જશોદાબહેને એ પણ કહ્યું છે કે મારી સુરક્ષા માટે આવેલા અધિકારીઓ પાસે મારા રક્ષણના હુકમની નકલ હોય એવું પણ થવું જોઈએ અને જો એવું ન થાય તો એવું કયા કાયદાની રૂએ કરવામાં આવે છે એની સ્પષ્ટતા કરવામાં આવે.

જશોદાબહેનના ભાઈ અશોક મોદીએ કહ્યું હતું કે ‘સરકારી કાગળો ન હોય એવા સમયે ગાર્ડ તરીકે કોઈ પણ વ્યક્તિ આવી જાય. જો એવું બને તો ઊલટાનું જીવનું જોખમ વધે.’

સંજય ગાંધીએ જ્યોતિષીની મદદથી ગબડાવેલી જનતા પાર્ટીની સરકાર

sanjay gandhiજ્યોતિષના સહારે ભવિષ્યને શોધવાનું ભારતીય રાજકારણમાં નવી વાત નથી. ઘણા મોટા નેતાઓ ઉમેદવારી નોંધાવવાથી માંડીને પ્રધાન તરીકે સોગંદ લેવાના અને ઘણી વાર રાજીનામું આપવા સુધીના બધા કિસ્સાઓમાં સારું મુરત જોઈને જ આગળ વધતા હોય છે.


આવા રાજકારણીઓમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણસિંહનો કિસ્સો વિખ્યાત છે. કટોકટી પછી મોરારજી દેસાઈના વડપણ હેઠળ બનેલી જનતા પાર્ટીની સરકાર આંતરિક વિવાદો તથા મતભેદોને કારણે લાંબું ખેંચી શકી ન હતી. ચરણસિંહને એમના જ્યોતિષી પર ભારે ભરોસો હતો અને એ વાતથી કૉન્ગ્રેસના નેતા સંજય ગાંધી સુપેરે વાકેફ હતા. સંજય ગાંધીએ કોઈક તિકડમ ચલાવીને ચરણસિંહના જ્યોતિષીને પટાવી લીધો હતો અને પછી જનતા પાર્ટીની સરકાર તોડવાનો ખેલ પાડ્યો હતો. જનતા પાર્ટીની સરકારના પ્રધાનો એક પછી એક રાજીનામું આપવા માંડ્યા હતા, પણ ચરણસિંહને વડા પ્રધાન બનવું હતું એટલે પર્સનલ જ્યોતિષીએ તેમને સલાહ આપી એ પછી સૌથી છેલ્લે પોતાનું રાજીનામું મોકલ્યું હતું.

જ્યોતિષમાં શ્રદ્ધા રાખતા હોય તેવા રાજકારણીઓમાં ચૌધરી ચરણસિંહ એકલા જ ન હતા. ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી પણ સમયાંતરે જ્યોતિષીની સલાહ લઈને આગળ વધતાં હતાં. કૉન્ગ્રેસી નેતા કમલાપતિ ત્રિપાઠીની ગણતરી ઇન્દિરા ગાંધીના વિશ્વાસુ લોકોમાં થતી હતી. સત્તા પર ફરી આવવા માટે કમલાપતિ ત્રિપાઠીના કહેવાથી ઇન્દિરા ગાંધીએ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું હતું. એ પછી ગંગાસ્નાન કરીને ભીનાં કપડે વિંધ્યવાસિની માતાનાં દર્શન કરવા ગયાં હતાં. હિન્દુ સ્ત્રીઓ જે વ્રત-ઉપવાસ કરે છે એમાં પણ ઇન્દિરા ગાંધીને શ્રદ્ધા હતી.

ઇન્શ્યૉરન્સ, GST અને શ્રમસુધારા સંબંધી ખરડાઓ પર લટકતી તલવાર

parliamentઇન્શ્યૉરન્સ, ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) અને શ્રમસુધારા જેવા મહત્વના ખરડાઓના પસાર થવા સામે મુશ્કેલી સર્જાવાની શક્યતા છે.


સંસદના શિયાળુ સત્રનો ગઈ કાલથી પ્રારંભ થયો હતો, પણ ગઈ કાલે કોઈ કામકાજ થયું નહોતું. કારણ કે તાજેતરમાં મૃત્યુ પામેલા સભ્યોને શ્રદ્ધાંજલિ આપી અને ગૃહની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. આજે સંસદનો પહેલો વર્કિંગ ડે છે અને સંસદમાં આ ખરડાઓને પસાર નહીં થવા દેવા માટે વિરોધ પક્ષોએ હાથ મિલાવ્યા છે.

તૃણમૂલ કૉન્ગ્રેસ અને જનતા દળ (યુનાઇટેડ) જેવા વિરોધ પક્ષો બ્લૅક મનીના મુદ્દે પણ સરકારને ઘેરવા ઇચ્છે છે. આ બન્ને પક્ષોએ રાજ્યસભામાં આજે પ્રશ્નકાળ સસ્પેન્ડ કરવાની નોટિસ આપી છે.

સરકારને ઊભા પગે રાખતાં કૉન્ગ્રેસે ગઈ કાલે જણાવ્યું હતું કે ઇન્શ્યૉરન્સ અને GST ખરડાની વિગત જાણ્યા વિના અમે સરકાર પર આંધળો ભરોસો નહીં કરીએ. GST ખરડાની રચના કૉન્ગ્રેસે કરી હતી, પણ આ ખરડો એના મૂળ સ્વરૂપમાં જ સરકાર રજૂ કરવાની છે કે કેમ એની અમને ખાતરી નથી એમ કોન્ગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું.

Monday, November 24, 2014

હવે દુનિયાના મુસ્લિમો સ્વીકારે છે કે અમે મોદીને ઓળખવામાં ભૂલ કરી છે

‘હવે દુનિયાના મુસ્લિમો સ્વીકારે છે કે અમે મોદીને ઓળખવામાં ભૂલ કરી છે’(મોદી સાથે ઝફર સરેશવાલા : ફાઇલ ફોટો)
 
અમદાવાદ : જો ઓસ્ટ્રેલિયામાં G20 સમિટમાં આખી દુનિયાના પ્રમુખની ચૂંટણી યોજાઇ હોત તો નરેન્દ્ર મોદી જ બિનહરિફ ચૂંટાઇને આવ્યા હોત. તેમનો પ્રભાવ એવો હતો કે એક સમયે તેમનો વિરોધ કરનારા મુસ્લિમો પણ હવે સ્વીકારે છે કે અમે મોદીને ઓળખવામાં ભૂલ કરી છે એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા ગુજરાતી બિઝનેસમેન ઝફર સરેશવાલાએ દિવ્ય ભાસ્કર ડોટ કોમ સાથે તેમના અનુભવો વિશે વાત કરતાં જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજ્બ, નરેન્દ્ર મોદી વિશેર મુસ્લિમોની વિચારધારામાં જમીન-આસમાનનો ફરક આવી ગયો છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપની જીતમાં સૌથી મોટો પ્લસ પોઇંટ મુસ્લિમ યુવાનો જ છે. છેલ્લા એકાદ-દોઢ વરસમાં ઘણા બધા કાશ્મીરી યુવાનો ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. એ યુવાનો પણ મોદીને મુસ્લિમ વિરોધી નથી માનતા એમ સરેશવાલા માને છે. કાશ્મીરમાં મોદી માટે મુસ્લિમો બહુ જ પોઝિટિવ છે.
 
ઝફર સરેશવાલા એ જણાવ્યું કે હું મોદીજી સાથે તમામ કાર્યક્રમોમાં હાજર હતો. હું અગાઉ અમેરિકા અને જાપાનની મુલાકાત વખતે પણ તેમના પ્રતિનિધમંડળમાં હતો. ઓસ્ટ્રેલિયામાં તો તેમણે કમાલ જ કરી નાખી. G20 સમિટમાં મોદીજીએ જે લીડરશીપનું ઉદાહરણ પુરું પાડ્યું છે તે જોઇ આખી દુનિયા દંગ રહી ગઇ છે. જો ઓસ્ટ્રેલિયામાં આખી દુનિયાના પ્રમુખની ચૂંટણી યોજાઇ હોત તો નરેન્દ્ર મોદી જ બિનહરિફ ચૂંટાઇને આવ્યા હોત. મેં બહુ જ નજીકથી તેમના વટને જોયો છે. આખી દુનિયાના નેતાઓ તેમની સાથે મુલાકાત કરવા તલપાપડ હતા.
 

ઝાંગ્મુ ડેમઃ જુઓ ભારતની ઉંઘ ઉડાડી દેનારો ચીનનો પ્રોજેક્ટ


(તસવીરઃ ઝાંગ્મુ ડેમનીની થ્રિડી ઈમેજ)

ઈન્ટરનેશનલ ડેસ્કઃ
તિબેટમાં  બ્રહ્મપુત્રા નદી પર ઝાંગ્મુ ડેમ પર બનાવેલો હાઈડ્રોપાવર
સ્ટેશને રવિવારે કામ કરવાનું શરૂ કરી દીધું છે. 1.5 અબજ ડોલરના ખર્ચે આઠ વર્ષમાં નિર્મિત ઝાંગ્મૂ હાઇડ્રોપાવટર સ્ટેશનનું પ્રથમ જનરેટિંગ યૂનિટ સમુદ્ર સપાટીથી 3300 મીટરની ઊંચાઇ પર આવેલું છે. તેના પાંચ અન્ય વિજળી ઉત્પાદન એકમોનું નિર્માણ આવતા વર્ષે પૂર્ણ થઈ જશે. આ છ યૂનિટો સંપૂર્ણ શરૂ થતા વિશાળ પરિયોજનાની કુલ સ્થાપિત ક્ષમતા 5.10 લાખ કિલોવોટ હશે. ચીને આ જળ વિદ્યુત પરિયોજના 2.5 અબજ કિલોવોટ વાર્ષિક વિજળી ઉત્પન્ન કરવા માટે બનાવી છે.

હાઈડ્રોપાવર સ્ટેશનની ફેક્ટ ફાઈલ
- ચાર વર્ષના બાંધકામ બાદ 510,000 KWની કેપેસિટી
- વાર્ષિક 2.5 બિલિયન કિલોવોટ-કલાકની ઈલેક્ટ્રિસિટીના ઉદ્દેશ સાથેનો પ્રોજેક્ટ
- 2000 મેગાવોટની કેપિસિટી ધરાવતા પાંચ સ્ટેશનમાંનો એક પ્રોજેક્ટ

ઝાંગ્મુ હાઈડ્રોપાવર સ્ટેશન એ ઝાંગ્મુ ડેમ પર આવેલું છે.
 
ઝાંગ્મુ ડેમની ફેક્ટ ફાઈલ
 
- આ એક ગ્રેવિટી ડેમ છે, જે બાંધકામ હેઠળ છે.
- રન-ઓફ-રિવર ટેક્નોલોજી થકી અહીં વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે.
- 2009માં ડેમનું બાંધકામ શરૂ થયું. 2015માં કામકામ પૂર્ણ થઈ જવાની અપેક્ષા
- બ્રહ્મપુત્રા નદી પરનો પ્રથમ ડેમ
- ડેમ 1972માં ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સમાં હાથ ધરાયેલા એક અભ્યાસનું માનસ પુત્ર છે
- પૂર્ણ થઈ ગયા બાદ ઝાંગ્મૂ ડેમ 116 મીટર ઉંચો હશે અને 389 મીટર લાંબો હશે.
- ડેમની જમણે કાઠે સ્પિલવે, પ્લન્જ પૂલ તેમજ આઉટલેટ આવેલા હશે.
- ડાબે કાંઠે 80 મીટર ઉંચાઈ પર પાવર પ્લાન્ટ
- ડેમની ડેઈલી રિઝવાયર કેપેસિટી 86,600,000 m3

FDને બદલે તગડું ડિવિડન્ડ આપતા શેરોમાં રોકાણ કરો

રિટેલ ઇન્વેસ્ટર્સ વોલેટિલિટીને કારણે શેરોમાં રોકાણ કરતાં ખચકાય છે. એટલે જે બેન્ક એફડી અને નાની બચત યોજનાઓ લોકપ્રિય છે. જ્યારે કુલ ઘરગથ્થુ બચતમાં શેર રોકાણનો હિસ્સો પાંચ ટકાથી પણ ઓછો છે. જોકે, કેટલાક શેરોએ આકર્ષક વળતરની સાથે નફાનો મોટો હિસ્સો ડિવિડન્ડ સ્વરૂપે વહેંચ્યો છે.

અમે એવી કંપનીઓને અલગ તારવી છે જેણે છેલ્લાં 10 વર્ષમાં ચોખ્ખા નફાના ૨૫ ટકા કરતાં વધુ હિસ્સાની વહેંચણી ડિવિડન્ડ તરીકે કરી હોય. બીએસઇ 500 ઇન્ડેક્સની માત્ર ૩૮ કંપનીઓ આ માપદંડના આધારે પસંદ થઈ શકી છે. જેમાંથી અમુક કંપનીઓએ જ સમીક્ષા હેઠળનાં 10 વર્ષમાંથી ઓછામાં ઓછાં ૭ વર્ષ સેન્સેક્સ કરતાં વધુ વળતર આપ્યું છે. સૂચિત ગાળામાં સેન્સેક્સ વાર્ષિક 17 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધ્યો છે. જ્યારે સમીક્ષા હેઠળના શેરોએ સરેરાશ વાર્ષિક 38 ટકાનું વળતર આપ્યું છે. રિટર્ન ઉપરાંત, આ શેરોની ડિવિડન્ડ યીલ્ડ પણ ઘણી ઊંચી રહી છે.

આગામી સમયમાં પણ આ કંપનીઓ ઊંચું ડિવિડન્ડ ચૂકવતી રહેશે? કેટલીક કંપનીઓની મેનેજમેન્ટ પોલિસી પ્રમાણે તેમણે વાર્ષિક નફાનો અમુક હિસ્સો ડિવિડન્ડ તરીકે ચૂકવવાનો હોય છે. એટલે આવા શેરોમાં રોકાણકારોને નિયમિત આકર્ષક ડિવિડન્ડની ખાતરી મળે છે.

તમે આવી કેટલીક કંપનીઓમાં લાંબા સમય સુધી રોકાણ કરશો તો નિવૃત્તિમાં તમને સારી આવક મળી રહેશે. જોકે, આ શેરોની ડિવિડન્ડ યીલ્ડ ઊંચી નથી. ડિવિડન્ડ યીલ્ડ એટલે શેરના બજાર ભાવના પ્રમાણમાં ડિવિડન્ડની ટકાવારી. આપણે જે શેરોની ચર્ચા કરી રહ્યા છીએ તેમાં ચોખ્ખા નફાના પ્રમાણમાં ડિવિડન્ડની ચુકવણી ઊંચી છે, પરંતુ આ શેરોનો ભાવ ઘણો વધારે હોવાથી તેમની યીલ્ડ નીચા સ્તરે છે.

ઉપરાંત, આ કંપનીઓનો પીઇ 40-50ની આસપાસ હોવાથી તેને વેલ્યૂ પિક પણ કહી શકાય નહીં. કેટલાક શેરોમાં તો ટૂંકાથી મધ્યમ ગાળાની દૃષ્ટિએ વૃદ્ધિનો ખાસ અવકાશ નથી. તમારો રોકાણનો ગાળો માત્ર બે વર્ષ હોય તો આ શેરોમાં રોકાણ હિતાવહ નથી. જોકે, લાંબા ગાળે વળતર મેળવવું હોય તો આ શેરોના ઊંચા ભાવને જોઈને રોકાણ કરવાનું ટાળશો નહીં.
<a target="_blank" href="http://netspiderads2.indiatimes.com/ads.dll/clickthrough?slotid=36120"><img alt="Advertisement" height="48" width="462" border="0" src="http://netspiderads2.indiatimes.com/ads.dll/photoserv?slotid=36120"></a>

Friday, November 21, 2014

કોટક બેન્કે ING વૈશ્ય હસ્તગત કરી

કોટક મહિન્દ્રા બેન્કે બેંગલુરુની આઇએનજી વૈશ્ય બેન્કને હસ્તગત કરી છે. સોદામાં સંપૂર્ણપણે શેરની આપ-લે કરાશે. નવી ખાનગી બેન્કો ભારતીય બેન્કિંગ સેક્ટરમાં પ્રવેશે એ પહેલાં કોટક બેન્કે બ્રાન્ચ નેટવર્કનું વિસ્તરણ કરવાના હેતુથી એક્વિઝિશન કર્યું છે. બંને બેન્કે ગુરુવારે સાંજે મર્જરની જાહેરાત કરી હતી.

મર્જરના ભાગરૂપે આઇએનજી વૈશ્યના શેરધારકોને 1,000 શેર સામે કોટક બેન્કના ૭૨૫ શેર મળશે. અગ્રણી ડચ કંપની આઇએનજી હાલ આઇએનજી વૈશ્યમાં 42.73 ટકા હિસ્સો ધરાવે છે. મર્જર પછીની નવી બેન્કમાં આઇએનજીનો હિસ્સો લગભગ 25.3 ટકા થશે. આ સાથે તે સૌથી મોટી નોન-પ્રમોટર શેરધારક બનશે. આઇએનજીએ મર્જર પછી એક વર્ષના સ્વૈચ્છિક લોક-ઇન માટે સંમતિ આપી છે. બંને બેન્કે જણાવ્યું હતું કે, "આઇએનજી વૈશ્યની તમામ શાખા અને કર્મચારીનું કોટકમાં રૂપાંતર થશે. ટ્રાન્ઝેક્શન શેરધારકો, રિઝર્વ બેન્ક, કોમ્પિટિશન કમિશન (CCI) અને અન્ય એજન્સીઝની મંજૂરીને આધીન છે."

બેન્કિંગ સેક્ટરના નિષ્ણાતોના મતે આ કોટક માટે એક તક હતી. બેન્ક આગામી વર્ષોમાં ભારતના જીડીપીની વૃદ્ધિ સાથે નોંધપાત્ર વિકાસનો અંદાજ ધરાવે છે. પીડબલ્યુસી ઇન્ડિયાના ફાઇનાન્શિયલ સર્વિસિસના એસોસિયેટ ડિરેક્ટર રોબિન રોયે જણાવ્યું હતું કે, "બેન્કિંગ સેક્ટરમાં લાંબા ગાળાની દૃષ્ટિ રાખવી જરૂરી છે. આપણે જોયું છે કે, બજાર આધારિત મર્જર-એક્વિઝિશનમાં સમયાંતરે શેરધારકો માટે નોંધપાત્ર મૂલ્યસર્જન થયું છે.''

પ્રસ્તાવિત મર્જરને કારણે સંયુક્ત બેન્કની કુલ શેરમૂડીનો લગભગ 15.2 ટકા હિસ્સો ઇશ્યૂ કરાશે. મર્જર પછી કોટકના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન અને એમડી ઉદય કોટકનો હિસ્સો હાલના 39.71 ટકાથી ઘટીને 29.9 ટકા થશે, જે રિઝર્વ બેન્કની માર્ગરેખા સાથે સુસંગત છે.

બંને બેન્કે સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, "આઇએનજી વૈશ્યના મૂલ્યને જોતાં શેર એક્સ્ચેન્જ રેશિયો વાજબી છે.'' કોટકના શેરનો 19 નવેમ્બર સુધીના એક મહિનાના સરેરાશ બંધ ભાવના આધારે એક્સ્ચેન્જ રેશિયો મુજબ આઇએનજી વૈશ્યના શેરનો ભાવ રૂ.790 થાય છે, જે આ જ માપદંડ પ્રમાણે આઇએનજી વૈશ્યના શેરના ભાવમાં 16 ટકાનું પ્રીમિયમ દર્શાવે છે.

નોમુરાએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, મર્જરનું આ પગલું સાનુકૂળ છે અને તે ઘણી બાબતમાં કોટકને પૂરક બનશે. મર્જર પછી કોટકની શાખાની સંખ્યા હાલના 641થી વધીને 1,214 થશે. કોટક પશ્ચિમ ભારતમાં 68 ટકા વિસ્તારમાં હાજરી ધરાવે છે. જ્યારે આઇએનજી વૈશ્ય આંધ્રપ્રદેશ, તેલંગણા અને કર્ણાટકમાં વ્યાપક હાજરી છે.

સેન્સેક્સનો નવો રેકૉર્ડ, નિફ્ટી 8500 ની નજીક

સવારે 11:32 વાગ્યે

સેન્સેક્સ અને નિફ્ટીએ આજે એક હજુ નવો શિખર બનાવ્યો છે. નિફ્ટીએ આજે 8482 નો નવો રેકૉર્ડ ઊપરી સ્તર પર પહોંચ્યો છે. જ્યાં સેન્સેક્સએ 28320.99 નો નવો રેકૉર્ડ ઊપરી સ્તર પર બનાવ્યો છે.

બેન્કિંગ, રિયલ્ટી, કન્ઝયુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ખરીદારીથી બજારને સહારો મળ્યો છે. જો કે આઈટી શેરોમાં વેચાણ હાવી છે. બીએસઈના આઈટી ઈન્ડેક્સ 1% સુધી ધટીને ગયા છે. પરંતુ દિગ્ગજ શેરોની સાથે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ ખરીદારીનું વલણ છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 223 અંક મતલબ 0.8% વધારાની સાથે 28290 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યાં એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 72 અંક મતલબ 0.9% વધીને 8474 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

કારોબારના આ સમય દરમ્યાન કોટક મહિન્દ્રા બેન્ક, એસબીઆઈ, સિપ્લા, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને હિન્ડાલ્કો જેવા દિગ્ગજ શેરોમાં 6.5-2.3% ની મજબૂતી આવી છે. જો કે ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, સન ફાર્મા, જેએસપીએલ, કોલ ઈન્ડિયા, એચયૂએલ અને ટીસીએસ જેવા દિગ્ગજ શેરોમાં 2-0.5% નો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે.

મિડકેપ શેરોમાં નેટવર્ક 18, ટીવી 18, સનોફી ઈન્ડિયા, સાઉથ ઈન્ડિયન બેન્ક અને વૈભવ ગ્લોબલ સૌથી વધારે 8.8-5.7% સુધી ઉછળા છે. સ્મૉલકેપ શેરોમાં ટેક્નો ઈલેક્ટ્રીક, કેજીએન એન્ટરપ્રાઈઝીસ, ટીટાગઢ વેગન્સ, સિમ્પ્લેક્સ ઈન્ફ્રા અને મનકસિયા સૌથી વધારે 11.1-5.9% સુધી મજબૂત થયા છે.

Thursday, November 20, 2014

NSEL મર્જરમાં FTILએ સરકારના ચુકાદાને પડકાર્યો

કૌભાંડગ્રસ્ત નેશનલ સ્પોટ એક્સ્ચેન્જ લિ (NSEL)ને પેરન્ટ કંપની ફાઇનાન્શિયલ ટેક્‌નોલોજિસ (ઇન્ડિયા) લિમિટેડ (FTIL) સાથે ભેળવી દેવાના અને પેરન્ટ કંપનીનો મેનેજમેન્ટ અંકુશ લઈ લેવાના સરકારના તાજેતરના આદેશને FTILએ પડકાર્યો છે. કંપનીએ સરકાર સામે તેમજ કોમોડિટી વાયદા બજારની નિયમનકાર ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (FMC) સામે બોમ્બે હાઈ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.

NSEL ગયા વર્ષના જુલાઈમાં રૂ.5,600 કરોડની ચુકવણી કરવામાં નિષ્ફળ ગઈ હતી જેથી રોકાણકારોએ નાણાં ગુમાવ્યાં હતાં. તાજેતરમાં સરકારે FMCની ભલામણોના આધારે નાણાભીડનો સામનો કરી રહેલી NSELને કંપનીઝ એક્ટ 1956ની કલમ 396 હેઠળ FTIL સાથે ભેળવી દેવાનો અને પેરન્ટ કંપનીનો અંકુશ લઈ લેવાનો આદેશ આપ્યો હતો.

આ કલમ હેઠળ કેન્દ્ર સરકારને જાહેર હિત માટે મર્જર કરવાની છૂટ મળે છે. FTILએ તેની ફરિયાદમાં કંપનીઝ એક્ટ ૧૯૫૬ની ૩૯૬ કલમની બંધારણીય પ્રમાણભૂતતાને જ પડકારી છે.

ઇકોનોમિક ટાઇમ્સે આ ફરિયાદ જોઈ છે જેમાં FTILએ દલીલ કરી છે કે, "કોઈ શરતો કે ધારાધોરણો વિના જ સ્વતંત્ર ખાનગી કંપનીઓનું જબરજસ્તીથી મર્જર કરવાનો આદેશ આપવાની સરકારને સત્તા આપતી કલમ ૩૯૬ ગેરબંધારણીય, ગેરકાનૂની અને પાયાવિહોણી છે.

સરકારનો પડકારવામાં આવેલો ડ્રાફ્ટ ઓર્ડર અપવાદરૂપ છે અને ભારતીય કોર્પોરેટ ઇતિહાસમાં અજોડ છે." આ અંગે ટિપ્પણી મેળવવા FTILના પ્રવક્તાનો સંપર્ક થઈ શક્યો નહોતો.



માથાભારે બાબા રામપાલની આખરે ધરપકડ

કન્ટ્રોવર્શિયલ ગૉડમૅન રામપાલની ધરપકડને પગલે હિંસાની આશંકા: પૅરામિલિટરી ફોર્સ આશ્રમમાં પહોંચી, સતલોક આશ્રમની કિલ્લેબંધી ધ્વસ્ત : ૪૨૫ ચેલકાઓની ધરપકડ, છ લાશ મળી : રામપાલ સામે દેશદ્રોહ સહિતના અનેક ગંભીર ગુનાઓ, આશ્રમમાંથી પોલીસે ભોંયરાં શોધી કાઢ્યાં


બરવાલાના સતલોક આશ્રમમાંથી કન્ટ્રોવર્શિયલ ગૉડમૅન રામપાલની પોલીસે બુધવારે રાતે ધરપકડ કરી હતી. આજે સવારે રામપાલને હિસારની અદાલતમાં રજૂ કરવામાં આવશે અને આવતી કાલે પંજાબ અને હરિયાણા હાઈ ર્કોટમાં તેમને રજૂ કરવામાં આવશે.

રામપાલની ધરપકડ કરતા પહેલાં પોલીસે આશ્રમના દરવાજા પરથી મીડિયાના પ્રતિનિધિઓને દૂર હટાવ્યા હતા. એ પછી ત્રણ ઍમ્બ્યુલન્સ લાવવામાં આવી હતી. એમાંથી એક ઍમ્બ્યુલન્સમાં રામપાલને બેસાડીને પોલીસ લઈ ગઈ હતી. પોલીસે કહ્યું હતું કે રામપાલે આત્મસમર્પણ કર્યું નથી. અમે તેમની ધરપકડ કરી છે.

હિંસાની શક્યતા

રામપાલની ધરપકડ કરવાથી કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ વણસી શકે છે એવું જણાવીને ઇન્ટેલિજન્સ બ્યુરોએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે કે હિંસા પણ ભડકી શકે છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અર્ધલશ્કરી દળોના ૫૦૦ જવાનોને બરવાલા મોકલવામાં આવ્યા છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે સાંજે હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર સાથે વાત કરી હતી. હરિયાણા સરકારના આગ્રહને પગલે અર્ધ લશ્કરી દળના ૫૦૦ જવાનોને મોકલવામાં આવ્યા છે. આ જવાનો સ્થાનિક પોલીસને મદદ કરશે. બરવાળા આશ્રમની નજીકના વિસ્તારોમાં સલામતી જવાનોને એકઠા કરવામાં આવી રહ્યા છે.

ગુપ્તચર અહેવાલ

ગુપ્તચર એજન્સીએ જણાવ્યું હતું કે રામપાલના આશ્રમમાં પરિસ્થિતિ હજી પણ નાજુક છે. આ સંજોગોમાં આશ્રમ ખાલી કરાવવામાં આવશે તો હિંસા ભડકી શકે છે. એટલે પોલીસે બહુ જ સાવચેતી સાથે કામ લેવું પડશે. આશ્રમમાં હજી પણ ૧૨,૦૦૦ લોકો હોવાનું ગુપ્તચર એજન્સીએ જણાવ્યું હતું.

૧૫,૦૦૦થી વધુની મુક્તિ

પોલીસે સતલોક આશ્રમના પ્રવક્તા રાજ કપૂર અને રામપાલના ભાઈ પુરુષોત્તમ દાસ સહિત કુલ ૪૨૫ લોકોની ધરપકડ કરી હતી. ૧૫,૦૦૦થી વધુ લોકોને ગઈ કાલે આશ્રમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આશ્રમમાંથી બહાર કાઢવામાં આવેલા લોકો પૈકીના મોટા ભાગના પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના હતા. તે બધાને તેમના ગામ મોકલી આપવામાં આવ્યા હતા.

છ ડેડ-બૉડી મળી

આશ્રમમાંથી ચાર મહિલાઓ સહિત કુલ છ ડેડ-બૉડી મળી આવી હતી. હરિયાણાના પોલીસ ચીફ એન. એન. વશિષ્ઠે જણાવ્યું હતું કે ચાર મૃત મહિલાઓમાં દિલ્હીની સવિતા, રોહતકની સંતોષ, પંજાબના સંગરુરની મલકીત કૌર અને બિજનૌરની રાજબાલાનો સમાવેશ છે. મંગળવારની પોલીસ-કાર્યવાહીમાં ઘવાયેલી એક મહિલા અને તેના પાંચ વર્ષના બાળકનું હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું.

મૃત્યુ પામેલી મહિલાઓ પૈકીની એકેયના શરીર પર ઘાનાં નિશાન ન હોવાનું પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું, પણ સબલોક આશ્રમે દાવો કર્યો હતો કે પોલીસ-કાર્યવાહીને કારણે જ ચારેય મહિલાઓનું મોત થયું હતું.

રામપાલ સામે ગંભીર ગુના

સત્તાવાળાઓએ રામપાલ પર રાજદ્રોહ અને બીજા ગંભીર આરોપસર ગુના નોંધ્યા હતા. પોલીસે બાબા રામપાલ સામે ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવાનો, યુદ્ધ માટે લોકોને ઉશ્કેરવાનો, યુદ્ધ છેડવાના હેતુસર શસ્ત્રો એકઠાં કરવાનો, હત્યાના પ્રયાસ, મારામારી અને શસ્ત્ર અધિનિયમ ધારાની વિવિધ કલમો અનુસારના અનેક કેસ નોંધ્યા છે.

ચારે તરફ તબાહી
મંગળવારે પોલીસે હાથ ધરેલી કાર્યવાહી પછી ગઈ કાલે સવારે સતલોક આશ્રમનો નજારો વાવોઝોડું પસાર થઈ ગયા પછીના વિનાશના નજારા જેવો હતો. પોલીસ આશ્રમની દીવાલ તોડીને અંદર ઘૂસી હતી અને તમામ કામચલાઉ બાંધકામ તોડી પાડ્યું હતું. આશ્રમમાં બાન પકડવામાં આવેલા બાબાના એક પછી એક ચેલકાઓને બહાર કાઢવામાં આવ્યા હતા.

આશ્રમમાં અનેક ભોંયરાં

સતલોક આશ્રમમાં અનેક ભોંયરાં બનાવવામાં આવ્યાં હોવાનું પોલીસ-તપાસમાં બહાર આવ્યું હતું. એ પૈકીનાં કેટલાંક ભોંયરાંમાં તો પોલીસ-કર્મચારીઓ આંટો પણ મારી આવ્યા હતા. આશ્રમમાં રામપાલ જે પાંચ માળના મકાનમાં રહે છે એમાંથી મહિલાઓ અને બાળકોની ચીસો સાંભળવા મળી હતી.

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports