(તસવીરઃ નેપાળ-દિલ્હી બસને લીલી ઝંડી આપતા પહેલા મોદી મુસાફરોને મળ્યા હતા)
કાઠમંડૂઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
મંગળવારે નેપાળ પહોંચ્યા. તેઓ બુધવારથી શરૂ થનારા સાર્ક સંમેલનમાં ભાગ
લેવા માટે અહીં આવ્યા છે. મોદીએ અહીંયા નેપાળ અને ભારત વચ્ચે બસ સર્વિસ શરૂ
કરવાની ઘોષણા કરી. બાદમાં પીએમે કાઠમંડૂથી દિલ્હી જનારી બસને લીલી ઝંડી
દેખાડી હતી. આ બસને 'પશુપતિનાથ એક્સપ્રેસ' નામ આપવામાં આવ્યું છે. નેપાળ
અને ભારત વચ્ચે આ બસો કાઠમંડૂથી દિલ્હી, કાઠમંડૂથી વારાણસી અને પોખરાથી નવી
દિલ્હી એમ ત્રણ રૂટ પર દોડશે.
બસની લીલી ઝંડી દર્શાવતા પહેલા મોદી બસમાં ચઢ્યા હતા ને મુસાફરોને પણ
મળ્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ બસને કારણે પર્યટનને ઉત્તેજન
મળશે. તેમણે કહ્યું હતું કે, શક્ય હશે તો બસોમાં વાઇ-ફાઇની સુવિધા પણ
આપવામાં આવશે. અગાઉ મોદીએ કાઠમંડૂ ખાતે નેશનલ ટ્રોમા સેન્ટરનું ઉદ્ધાટન પણ
કર્યું હતું. મોદી તથા નેપાળના પીએમ સુશીલ કોઇરાલા વચ્ચે એમઓયૂ પણ સાઇન થયા
હતા.
જિયો ન્યૂઝના અહેવાલ અનુસાર પાકિસ્તાન વડાપ્રધાન નવાઝ શરીફે મંગળવારે
કહ્યું હતું કે, પાકિસ્તાન ભારત સાથે વાત કરવા તૈયાર છે, પરંતુ ભારતની
સરકારે તે દિશામાં પહેલું પગલું ઉપાડવું પડશે.
No comments:
Post a Comment