Translate

Thursday, November 20, 2014

ઇન્સાઇડર ટ્રેડિંગ હવે ભારે પડશે

ઇનસાઇડર ટ્રેડિંગને અંકુશમાં રાખવા સેબીએ તેના નિયમો વધુ કડક બનાવ્યા છે. આ ઉપરાંત નાના રોકાણકારો માટે કંપનીઓની ડિલિસ્ટિંગની પ્રક્રિયામાં ભાગ લેવાનું વધારે સસ્તું બનાવ્યું છે.

ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોના ભાગરૂપે નિયમનકારે લિસ્ટેડ કંપનીઓના ડિરેક્ટરો અને ચાવીરૂપ મેનેજમેન્ટ કર્મચારીઓને કંપનીના ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. હવેથી આરોપી પર એ સાબિત કરવાની જવાબદારી રહેશે કે તેની પાસે પ્રકાશિત ન થયેલી ભાવ સંવેદનશીલ માહિતી ન હતી.

નવા ડિલિસ્ટિંગ નિયમો મુજબ રોકાણકારો શેરબજારોને શેરો સુપરત કરવા સમર્થ બનશે. તેનાથી તેમના કરવેરાના ખર્ચમાં ઘટાડો થશે. રેગ્યુલેટરે ડિલિસ્ટિંગની પ્રક્રિયાનો સમયગાળો પણ 137 કેલેન્ડર દિવસથી ઘટાડીને 76 કામકાજના દિવસનો કર્યો છે.

આ ઉપરાંત લિસ્ટિંગ પ્રક્રિયા માટે નવા નિયમો ઘડ્યા છે. સેબીએ આ સહિત વિવિધ દરખાસ્તોને બુધવારે મંજૂરી આપી હતી. રેગ્યુલેટરે બે દાયકા જૂના ઇન્સાઇડર ટ્રેડિંગના નિયમોને કડક બનાવી તેને આંતરરાષ્ટ્રીય પ્રણાલી સાથે જોડ્યા છે. ઇન્સાઇડર ટ્રેડિંગના હાલના નિયમો મુજબ વ્યક્તિ ઇન્સાઇડર હતી કે નહીં અને તે ઇન્સાઇડર ટ્રેડિંગમાં સંડોવાયેલી છે કે નહીં તે સાબિત કરવાની જવાબદારી નિયમનકારની છે. પણ હવે આરોપીએ પોતે નિર્દોષ છે તે સાબિત કરવું પડશે.

જાણીતા વકીલ વાણીસા અભિષેકે આ નિયમો અંગે જણાવ્યું કે, "હવેથી સંલગ્ન વ્યક્તિએ સાબિત કરવાનું રહેશે કે તેની પાસે આંતરિક માહિતી ઉપલબ્ધ નથી, કારણ કે સેબી માટે સંલગ્ન વ્યક્તિ પાસે આ પ્રકારની માહિતી ટ્રેડિંગ પૂર્વે હતી તે પુરવાર કરવું અત્યંત અઘરું છે.'' ઇટીએ 12 નવેમ્બર 2014ની આવૃત્તિમાં જણાવ્યું હતું કે સેબીનું બોર્ડ આ પ્રકારની દરખાસ્તો વિચારણા હેઠળ આવશે.

રેગ્યુલેટરે કંપની સાથે કરારબદ્ધ, લાભાન્વિત અને નોકરી કરનારનો પણ સમાવેશ કરીને 'ઇન્સાઇડર'ની વ્યાખ્યા વિસ્તારી છે, જેના લીધે તેના માટે જાહેર ન થયેલી ભાવસંવેદી માહિતી સુધી પહોંચવું શક્ય હોય છે.

આ ઉપરાંત તેણે ડિરેક્ટરો અને કર્મચારીઓને પણ આવરી લીધા છે, જેની પાસે આ પ્રકારની માહિતી હોય છે. કંપનીના પ્રમોટરો અને ડિરેક્ટર જેવા ઇન્સાઇડરોએ તેમના ફ્યુચર ટ્રેડિંગ પ્લાનની શેરબજારોને આગોતરી જાણકારી આપવાની રહેશે અને ટ્રેડ પણ ચુસ્તપણે તે પ્લાન મુજબ જ થવો જોઈએ એમ સેબીની યાદીમાં જણાવાયું હતું.

આઇસી લીગલના પાર્ટનર તેજેશ ચિતલાંગીએ જણાવ્યું હતું કે, "આ જોગવાઈના લીધે ઇન્સાઇડર ટ્રેડર્સ માટે પણ વ્યવહારુ મુશ્કેલીઓ ઊભી થશે અને બજારમાં લોકોમાં પણ ઇન્સાઇડરની ટ્રેડિંગ પેટર્નની આગોતરી જાણકારી મળવાની સંભાવના છે.''

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports