Translate

Friday, November 7, 2014

અમિતાભ બચ્ચને શાહરૂખના ઘરે જઈને તેની માફી માંગી

amitabh shahrukhઅભિષેક અને ઐશ્વર્યા પણ કિંગ ખાનના ઘરે જઈને સૉરી કહી આવ્યાં


થોડા દિવસ પહેલાં જયા બચ્ચને ‘હૅપી ન્યુ યર’ને ફાલતુ કહીને વિવાદ ઊભો કર્યો હતો. જયા બચ્ચને કરેલી એ તીખી કમેન્ટ તેમણે શાહરુખને પહેલાં જ જણાવી દીધી હતી, પણ ગયા રવિવારે યોજાયેલી એક ઇવેન્ટમાં પબ્લિક સામે પોતાની ફિલ્મને ફાલતુ કહી દેવાને કારણે શાહરુખ અને ‘હૅપી ન્યુ યર’ની ટીમને માઠું લાગી આવ્યું હતું. જોકે હાલમાં જાણવા મળ્યું છે જયા બચ્ચને કરેલી કમેન્ટ બાબતે અમિતાભ બચ્ચને શાહરુખ ખાનને ટેક્સ્ટ મેસેજ મોકલીને તેની માફી માગી છે, કારણ કે અમિતાભ બચ્ચનના મતાનુસાર જયાનો આ કટાક્ષ કરવાનો ભાવાર્થ કોઈની લાગણીઓ દુભાવવાનો નહોતો. વળી અમિતાભ અને શાહરુખના ઘર જેવા સંબંધો છે અને આ સંબંધ ટકી રહે એ માટે અમિતાભે આ પગલું ભર્યું છે. શાહરુખની માફી માગવા અભિષેક અને ઐશ્વર્યા પણ તેમના ઘરે ગયાં હતાં. જોકે તેમની મુલાકાત માત્ર ગૌરી સાથે જ થઈ હતી, કારણ કે એ સમયે શાહરુખ ઘરે હાજર નહોતો.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports