પહેલા જ્યારે ડેબિટ કે ક્રેડિટ દ્વારા ટ્રાન્ઝેક્શન થયા બાદ એમએમએસ
દ્વારા જાણ કરવામાં આવતી હતી, પરંતુ હવે નિયમમાં ફેરફાર કરીને ક્લિયરિંગ
માટે ચેક આવ્યા બાદ બન્ને પક્ષને એસએમએસ કરી જાણ કરવામાં આવે છે. કોઈ પણ
ચેક પર શંકા જાય અથવા વધુ રકમના ચેકની સ્થિતિમાં બેંક બન્ને પક્ષને ફોન કરી
પુષ્ટિ કરશે. ઉપરાંત જે ગ્રાહકે ચેક લખ્યો છે તેની બેંકની શાખામાં પણ
સંપર્ક કરવામાં આવશે.
2 લાખ રૂપિયાથી વધુ ચેક માટે બેંકોને યુવી લેમ્પ દ્વારા ચેકને તપાસની સૂચના
આપવામાં આવી છે. પાંચ લાખ રૂપિયાથી વધુની રકમના ચેકની વિવિધ સ્તરે તપાસ
કરવાની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે. નવા ખુલેલા ખાતામાં રૂપિયા
કેવી રીતે જમા કરવામાં આવે છે અને ઉપાડવામાં આવે છે તેના પર પણ બેંકોએ
દેખરેખ રાખવાની છે.
બેંકોને ચેકના કિસ્સામાં ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ-2010નો કડકાઈથી અમલ કરવા
માટે કહેવામાં આવ્યું છે. આ સિસ્ટમમાં ચેક આપનારનું ખાતું જે શાખામાં હોય
તે શાખાને ચેકની ઇલેક્ટ્રોનિક ઇમેજ મોકલવામાં આવે છે. તેનાથી ખરાઈ માટે
ચેકને લઇ જવાની જરૂર નથી પડતી. આમ ધોખાધડીની શક્યતાઓ ઘટી જાય છે. ક્યારેક
એવું પણ બન્યું છે કે ચેક ગ્રાહક પાસે જ પડ્યો હોય અને ધોખાધડી કરનાર
વ્યક્તિ એ જ નબરનો ચેક કેશ કરાવી લીધો હોય.
બેંકોમાં સીટીએસ સિસ્ટમને માત્ર સામાન્ય મેકેનિક પ્રોસેસ ન માનવામાં આવે
પરંતુ તેને મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા સમજવા માટે કહેવામાં આવ્યું છે.
સિસ્ટમને હેંડલ કરવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ઉપકરણો અને કર્મચારીઓની
નિયુક્તિ કરવા માટે કહેવામાં આવ્યું છે.
No comments:
Post a Comment