(તસવીરઃ મ્યાનમારના રાષ્ટપ્રતિ થેન સેન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી)
નેઈ પે તો: ત્રણ રાષ્ટ્રોની દસ દિવસીય મુલાકાતે માટે રવાના થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મ્યાનમારના પાટનગર નેઈ પે તોપહોંચ્યા હતાં. જ્યાં તેમનું લાલ જાજમ પાથરી પારંપરીક સ્વાગત કરાયું હતું. મ્યામારના પાટનગર પહોંચ્યા વડાપ્રધાને થેન સેન સાથે મુલાકાત કરી હતી. મોદીએ આ અંગેની તસવીર પણ ટ્વિટ કરી હતી.
મ્યાનમારમાં યોજાઈ રહેલા આસીયાન ઈન્ડિયા સંમેલનમાં મોદી ભાગ લેવા માટે મ્યાનમાર પહોંચ્યા છે. મ્યાનમાર મુલાકાત દરમિયાન મોદી આંગ સાન સૂ કી સાથે પણ મુલાકાત યોજશે. વડાપ્રધાને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આ યાત્રા દરમિયાન તેઓ વિશ્વના 40 નેતાઓને મળશે. અહીંથી તેઓ જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચશે.
મોદીનો કાર્યક્રમ
મોદીએ લખ્યો પત્ર

'એક્ટ ઈસ્ટ' પોલિસી
મોદીની 'એક્ટ ઈસ્ટ' નીતિ હેઠળની આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવે
છે. દસ દિવસ દરમિયાન મોદી ત્રણ દેશોની મુલાકાત લેશે. આ પ્રવસા દરમિયાન મોદી
આશિયાન તથા જી-20 દેશોના શિખર સંમેલનમાં ભાગ લેશે. મોદી સરકારની 'એક્ટ
ઈસ્ટ' પોલિસીમાં આસિયાનને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.મોદીએ ઓસ્ટ્રેલિયા
તથા ફિજીની યાત્રા અંગે વિશેષ ઉત્સાહ વ્યક્ત કર્યો છે. મોદીએ લખ્યું છે,
'હું ઉત્સાહપૂર્વક ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છું.'
મોદીનો કાર્યક્રમ
પ્રથમ તબક્કામાં મોદી મ્યાનમાર પહોંચ્યા છે. કુલ દસ દિવસમાં ત્રણ
રાષ્ટ્રોની મુલાકાત કરશે. આસિયાન તથા જી-20 દેશોની બેઠકમાં ભાગ લેશે.
એશિયા, આફ્રિકા, યુરોપ, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા તથા પેસિફિક વિસ્તારના
40 દેશોના નેતાઓ કે રાષ્ટ્રાધ્યક્ષો સાથે મોદી મુલાકાત કરશે. મોદી ત્રણ
દિવસ માટે ઓસ્ટ્રેલિયા જશે તથા ચાર શહેરોની મુલાકાત કરશે. ત્યાના વડાપ્રધાન
એબોટ સાથે મુલાકાત કરશે.
મોદીએ લખ્યો પત્ર
મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોની વિદેશયાત્રા પર જવા
રવાના થયા. તે પહેલા તેમણે એક પત્ર લખ્યો હતો. જેને પોતાની વેબસાઈટ પર
મુક્યો હતો. આ પત્રમાં તેમણે આસિયાન તથા જી-20 શિખરસંમેલનોમાંથી શું
અપેક્ષા છે, તેનો ચિતાર આપ્યો છે. મોદીના કહેવા પ્રમાણે, એક્ટ ઈસ્ટ
પોલિસીમાં આસિયાન મહત્વપૂર્ણ સ્તાન ધરાવે છે. જેમાં સહકાર તથા પરસ્પર સંકલન
મહત્વપુર્ણ બાબત છે. મોદી આસિયાન રાષ્ટ્રો સાથેના સંબંધને નવા સ્તર પર લઈ
જવાની તથા દ્વિપક્ષીય સંબંધોને મજબુત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.
મોદીના કહેવા પ્રમાણે, 28 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છે.
મોદીના કહેવા પ્રમાણે, 28 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છે.
એટલે વિશેષ ઉત્સાહિત છું. અહીં તેઓ ત્રણ દિવસ દરમિયાન ચાર શહેરોની
મુલાકાત કરશે. ઓસ્ટ્રેલિયાની સંસદને સંબોધિત કરશે તથા ત્યાંના એનઆરઆઈ
સમુદાય દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં ભાગ લેશે. ફિજીની પણ મુલાકાત
કરશે અને દ્વિપક્ષી સંબંધોને મજબુત કરવા માટે પ્રયાસ કરશે. અહીં લગભગ 32
વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન મુલાકાત લેશે.
No comments:
Post a Comment