રિસેપ્શનમાં શાહરુખ ખાનને પણ આમંત્રણ
સલમાન ખાનની બહેન અર્પિતા અને તેનો દિલ્હીસ્થિત બૉયફ્રેન્ડ આયુષ શર્મા આ મહિનાની ૧૮ તારીખે હૈદરાબાદમાં લગ્નગ્રંથિએ જોડાવાનાં છે. તેમનાં લગ્ન માટેની તૈયારીઓ પણ જોરશોરથી ચાલુ છે અને ૨૧ નવેમ્બરે મુંબઈમાં થનારા રિસેપ્શન માટે અનેક લોકોને આમંત્રણ આપવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે જેમાં બૉલીવુડના દિગ્ગજ ઍક્ટરોથી માંડીને રાજકારણીઓ, સ્ર્પોટ્સપર્સન્સ અને કેટલાક કૉર્પોરેટ્સનો પણ સમાવેશ છે. મુખ્ય વાત એ છે અર્પિતાના રિસેપ્શન માટે શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન, આમિર ખાન, હૃતિક રોશન, દીપિકા પાદુકોણ, કરીના કપૂર ઉપરાંત સાઉથની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીથી કમલ હાસન, વિજય, ચિરંજીવી, વ્યંકટેશ, સુરેશ બાબુને આમંત્રણ આપવામાં આવ્યું છે. બીજી બાજુ રાજકારણમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
લગ્નની વિધિઓ ૧૬ નવેમ્બરના રોજ હલ્દીથી શરૂ થશે. ત્યાર બાદ સંગીતની વિધિ માટે ખાન પરિવાર હૈદરાબાદ રવાના થશે જ્યાં સલમાને તેમના માટે ફલકનુમા પૅલેસ બુક કરી રાખ્યો છે. જોકે લગ્નમાં માત્ર પરિવારના લોકો જ રહેશે અને લગ્નની સમાપ્તિ બાદ ૨૧ નવેમ્બરે મુંબઈમાં મોટા પાયે રિસેપ્શન યોજાશે.

No comments:
Post a Comment