શેર સૂચકાંકમાં કેલેન્ડર વર્ષમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો હોય તો કોઈ પણ
રોકાણકાર નવાં નાણાં ઠાલવતાં ખચકાટ અનુભવે એ સ્વાભાવિક છે. જોકે, સીએલએસએના
એમડી અને ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ ક્રિસ વૂડને ભારતીય બજારમાં વધુ તેજીનો
ભરોસો છે.
'ગ્રીડ એન્ડ ફીયર' રિપોર્ટના લેખક વૂડ સોમવારે ભારતની મુલાકાતે હતા. જેમાં તેમણે ફીયર (ગભરાટ) કરતાં વધુ ગ્રીડ (લોભ)ની વાત કરી હતી. વૂડના જણાવ્યા અનુસાર ઇન્વેસ્ટમેન્ટ સાઇકલ પલટાશે તો સેન્સેક્સ (2014માં 33 ટકા વળતર સાથે વિશ્વનો સૌથી વધુ વળતર આપનારો સૂચકાંક) 40,000ની સપાટીએ પહોંચશે.
વૂડે દાવો કર્યો હતો કે, બજારમાં હાલના સ્તરથી ઘટાડો આવશે તો તે ભારતીય બજારમાં રોકાણ વધારશે. વૂડે ઇટી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ''ભારતમાં નવી ઇન્વેસ્ટમેન્ટ સાઇકલ ચાલુ થશે તો મારા મતે સેન્સેક્સ ટૂંક સમયમાં 40,000ની સપાટીએ પહોંચશે. ભારતે એવા વડાપ્રધાનને ચૂંટ્યા છે જે હાલના તબક્કે વિશ્વના કોઈ પણ વડાપ્રધાન કરતાં વધુ પ્રમાણમાં વૃદ્ધિ માટે કટિબદ્ધ છે.''
વૂડે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં મોદીની જીતના આશાવાદે શરૂ થયેલી તેજી હજુ અકબંધ છે. મોદી આગામી પાંચ વર્ષ કાર્યરત રહેશે તો ઘણી બાબતોમાં ફેરફાર થશે, પરંતુ સૌથી મોટું જોખમ કોઈ એક વ્યક્તિની મહત્ત્વાકાંક્ષા પરની નિર્ભરતા છે.
તેમણે કહ્યું હતું કે, "ભારતમાં કોઈ પણ પ્રકારે અંડરપર્ફોર્મ કરશે તો હું મારા એસેટની ફાળવણીમાં વધારો કરીશ. જાપાન સિવાયના એશિયા પેસિફિક સૂચકાંકમાં ભારતનું વેઇટેજ 7 ટકા છે ત્યારે હું ભારત માટે 18 પોઇન્ટનું વેઇટેજ ધરાવું છું.
આ આંકડો બેન્ચમાર્કની તુલનામાં 11 ટકાનું ઓવરવેઇટ સૂચવે છે. જોકે, કોઈ પણ ઘટાડે હું ભારતનું વેઇટેજ વધારી 21 ટકા સુધી લઈ જવાનો પ્રયાસ કરીશ. હું ભારત માટે બેન્ચમાર્કની તુલનામાં ત્રણ ગણા વધુ ઓવરવેઇટની પોઝિશન રાખવા માંગું છું.''
વૂડના મતે રિઝર્વ બેન્ક 2015માં ગમે ત્યારે વ્યાજદરમાં ઘટાડો કરવાનું શરૂ કરશે. તેમણે કહ્યું હતું કે, "મારા મતે 2015માં નાણાનીતિ હળવી કરવાની નોંધપાત્ર સંભાવના છે. ફુગાવો છેલ્લા ઘણા સમયથી પરેશાન કરી રહ્યો હોવાથી રિઝર્વ બેન્ક તેની પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માંગે છે.'' વૂડના જણાવ્યા અનુસાર આગામી પાંચ વર્ષ માટે ભારત કદાચ એશિયા અને ઊભરતાં બજારોમાં સૌથી આકર્ષક રોકાણ વિકલ્પ છે.
ક્રિસ વૂડે ખાનગી બેન્કો, અમુક કન્ઝ્યુ. કંપનીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મીડિયા, રિયલ એસ્ટેટ અને ઇ-કોમર્સ કંપનીઓને રોકાણ માટે આકર્ષક ગણાવી હતી. તેમના અંગત મંતવ્ય મુજબ અમેરિકા આવતા વર્ષે વ્યાજદરમાં વધારો નહીં કરે. કારણ કે, વૂડની ધારણા પ્રમાણે અમેરિકાનું અર્થતંત્ર બધાં માને છે એટલું મજબૂત નથી.

No comments:
Post a Comment