Translate

Friday, November 14, 2014

શેરોમાં એકધારી તેજીથી ડબ્બા ટ્રેડિંગ બંધ થયું

શેરબજારની તેજી અને કોમોડિટી સાઇકલના કડાકાએ ડબ્બા ટ્રેડિંગને અટકાવવાની નિયમનકર્તા અને સરકારની સમસ્યા હળવી કરી દીધી છે.

મુંબઈમાં ડબ્બા ઓપરેટર્સે નિફ્ટી 8,500ની આસપાસ સ્થિર ન થાય ત્યાં સુધી સોદા કરવાનું બંધ કર્યું છે. એવી રીતે ક્રૂડે બેરલ દીઠ 90 ડોલરનો સ્તર તોડ્યો અને 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.25,000 થયો ત્યારથી કોમોડિટીમાં પણ ડબ્બા ટ્રેડિંગ બંધ થઈ ગયું છે.

ડબ્બા ટ્રેડિંગનો પ્રારંભ અમેરિકામાં સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશન અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં થયો હતો. ડબ્બા શબ્દ બકેટ પરથી આવ્યો છે. એ વખતે અમેરિકામાં બ્રોકર્સ બકેટ શોપ્સ ચલાવતા હતા અને સરકારને ઊંચો ટેક્સ ચૂકવવાનું ટાળવા એક બકેટમાં બિડ્સ એકત્ર કરતા હતા. ખરીદદાર અને વેચનારના ઓર્ડરને મેળવવાનું કામ એક્સ્ચેન્જ સિવાયના પ્લેટફોર્મ પર ખાનગીમાં થતું હતું.

ભારતમાં આવી ડબ્બા શોપ્સ મોટા ભાગનાં ટાઉન અને શહેરોમાં ચાલે છે. જેમાં બ્રોકર્સ શેરના સોદા એક્સ્ચેન્જમાં કરતા નથી, પરંતુ તેની નોંધ ડાયરીમાં કરે છે. આ પ્રકારના ટ્રેડિંગમાં ગ્રાહકને ઓછું માર્જિન ચૂકવવું પડે છે. નિયમન સંબંધી કોઈ નિયંત્રણ હોતાં નથી અને ટેક્સ પેમેન્ટમાંથી પણ મુક્તિ મળે છે.

દિલ્હીના એક બ્રોકરે જણાવ્યું હતું કે, "બજારોની ચાલ એકતરફી બની છે. શેરોમાં એકધારો સુધારો અને કોમોડિટી માર્કેટમાં સતત ઘટાડો નોંધાયો છે.'' બજારમાં વોલેટિલિટી હોય ત્યારે જ ઓપરેટર્સ કમાય છે, કારણ કે એવા સમયે ગ્રાહકોને નુકસાન થતું હોય છે અને તેની પાસે બ્રોકર્સને ચૂકવવા નાણાં હોતાં નથી.

એક અંદાજ પ્રમાણે આવા સમયે દેશભરમાં ડબ્બા ટ્રેડિંગનું માસિક ટર્નઓવર લગભગ રૂ.2,000 કરોડ હોય છે. ગુજરાતના એક ડબ્બા ઓપરેટરે જણાવ્યું હતું કે, "બ્રોકર્સ નાણાં ગુમાવી રહ્યા હોવાથી મોટા ભાગના ડબ્બા ઓપરેટર્સે વાયદા સ્વીકારવાનું બંધ કર્યું છે. ગ્રાહકો શેરોમાં તેજીની પોઝિશન ગોઠવી રહ્યા છે. તેની સામે હેજિંગ માટે તેમણે સોના અને ક્રૂડ ઓઇલમાં શોર્ટ પોઝિશન ગોઠવી છે. બંને પ્રકારના ટ્રેડ સાચા પડ્યા છે અને તેને લીધે અમને નુકસાન થઈ રહ્યું છે.''
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે સેન્સેક્સ લગભગ 30 ટકા વધ્યો છે. ખાસ કરીને લોકસભામાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપના વિજય પછી બજારમાં સુધારો નોંધાયો છે. જ્યારે ક્રૂડ અને મેટલના ભાવ ધારણા મુજબ ઘટી રહ્યા છે. તેને લીધે ટ્રેડર્સને સ્પષ્ટ દિશા મળી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા ડબ્બા ઓપરેટર્સ ગ્રાહકોને પેમેન્ટ કરવામાં ડિફોલ્ટ થયા છે. ડબ્બા ઓપરેટર્સે જણાવ્યું હતું કે, "તેઓ વધુ પોઝિશન લેતાં પહેલાં નિફ્ટી 8,500ની આસપાસ સ્થિર થવાની રાહ જોશે. કોમોડિટીમાં પણ ક્રૂડે બેરલ દીઠ 90 ડોલરનો સ્તર તોડ્યો અને સોનું રૂ.25,000ને સ્પર્શ્યું ત્યારથી ડબ્બા ઓપરેટર્સે વાયદા સ્વીકારવાનું બંધ કર્યું છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports