ચીને તાજેતરનાં વર્ષોમાં આ પ્રદેશમાં તેની હાજરી મજબૂત બનાવી છે ત્યારે દિલ્હી પણ આગળ વધવા આતુર છે. લોકશાહી અને ડિજિટલ વર્લ્ડ સહિતની ક્ષમતા વિસ્તરણમાં ભારત તેની આવડતને આગળ ધરીને એશિયા પેસેફિક ક્ષેત્રમાં તેનું વ્યૂહાત્મક સ્થાન મેળવવા માંગે છે.
જોકે, આ પ્રસંગે ભારતે ચીનને પાછળ રાખી દીધું છે. વડાપ્રધાન મોદીની મુલાકાત ચીનના પ્રમુખ જિનપિંગની મુલાકાતથી આગળ ગોઠવવામાં આવી હતી. બુધવારે સવારે સુવા ખાતે આગમન બાદ મોદીએ બિલકુલ સમય વેડફ્યો ન હતો અને પેસેફિક ટાપુઓ માટે માળખાગત સુવિધાઓ, આઇટી સેક્ટર, કોમ્યુનિટી પ્રોજેક્ટ્સ તથા કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ માટે ભારતનો ટેકો જાહેર કર્યો હતો.
એશિયા પેસેફિક હવે ફક્ત અમેરિકા, રશિયા, જાપાન કે ઓસ્ટ્રેલિયાનો પ્રભાવ ધરાવતો વિસ્તાર રહ્યો નથી. ભૌગોલિક રીતે વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા આ પ્રદેશમાં 33 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની સૌ પ્રથમ મુલાકાત છે. તેમાં મોદીએ ફિજીના વડાપ્રધાન બેઈનીમારામા સાથે વાટાઘાટો યોજી, ત્રણ સમજૂતીપત્રકો પર હસ્તાક્ષર કર્યા તથા ફિજીની સંસદને સંબોધન કરનારા પ્રથમ વિદેશી નેતા બન્યા હતા. તેમણે પ્રથમ ઇન્ડિયા-સાઉથ પેસેફિક આઈલેન્ડ નેશન બેઠકમાં હાજરી આપી હતી તથા પછી ફિજી નેશનલ યુનિવર્સિટીને પણ સંબોધન કર્યું હતું.
મોદીએ ફિજીના નાગરિકો માટે વિઝા ઓન એરાઇવલની જાહેરાત કરી હતી અને કુલ 7.5 કરોડ ડોલરની લાઇન ઓફ ક્રેડિટ ઓફર કરી હતી. મોદીએ ડિજિટલ ફિજી રચવા માટે ભારતની મદદની પણ ઓફર કરી હતી.
No comments:
Post a Comment