સરકારની યોજનાનો અમલ થશે તો તમે કાર ખરીદવાનું નક્કી કરશો એ પહેલાં તમારે
પાર્કિંગ સ્પેસનું બુકિંગ કરાવવું પડશે. નવા રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ સેફ્ટી
બિલ 2014ની જોગવાઈ પ્રમાણે વ્યક્તિ કાર ખરીદે એ પહેલાં તેની પાસે પાર્કિંગ
સ્પેસ હોવી ફરજિયાત બનશે. ખરડો સંસંદના શિયાળુ સત્રમાં રજૂ થવાની શક્યતા
છે.
ખરડાની જોગવાઈ અનુસાર નવા વાહનની નોંધણીની અરજી સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રમાણિત પાર્કિંગ સ્પેસનો પુરાવો આપવાનું ફરજિયાત બનશે. આ પગલાથી કાર ખરીદવાનું થોડું મુશ્કેલ બનશે. હજુ આ ખરડાને સંસદમાં મંજૂરી મળી નથી, પરંતુ ધીમા વેચાણનો સામનો કરી રહેલો કાર ઉદ્યોગ આ દરખાસ્તથી ખુશ નથી. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરમાં કારનું વેચાણ 2.55 ટકા ઘટીને 1.59 લાખ યુનિટ રહ્યું હતું.
ઓટો ઉદ્યોગે એવી દલીલ કરી હતી કે, ઉદ્યોગ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે આ પ્રકારની જોગવાઈનો અમલ યોગ્ય નથી. આ અવ્યાવહારિક પગલું છે. ભારત જેવા વિશાળ દેશમાં દરેક કાર ખરીદનાર પાસે પાર્કિંગ લોટ કેવી રીતે હોઈ શકે? હજુ ઘણાં ગામડાં અને શહેરી વિસ્તારો એવા છે જ્યાં મકાન બનાવવા માટે પણ આગોતરી મંજૂરીની જરૂર પડતી નથી. હા, પાર્કિંગનો પ્રશ્ન ધરાવતાં મહાનગરો અને કેટલાંક મોટાં શહેરોમાં આ નિયમ લાગુ પાડી શકાય, પરંતુ સમગ્ર દેશમાં તેનો અમલ કરવો યોગ્ય નથી.
ઓટો ઉદ્યોગ આ નિયમને અવરોધક ગણે છે, પરંતુ સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પગલાથી કાર ખરીદદારો માટે પાર્કિંગ સ્પેસની જવાબદારી અંગે સભાનતા વધશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, "દિલ્હીની ત્રીજા ભાગની જમીન પેસેન્જર કારથી ભરાયેલી હોય છે. પેસેન્જર વ્હિકલના વધી રહેલા વેચાણને લીધે ખુલ્લી જગ્યાઓમાં ઘટાડો થઈ રહ્યો છે. કાર પાર્કિંગની જગ્યા માટે સભાનતા કેળવવા વ્યાપક પોલિસી માળખાની જરૂર છે.''
ઓટો ઉદ્યોગે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર (SIAM) મારફતે પાર્કિંગના નિયમ સામે ચિંતા વ્યક્ત કરી છે. તેણે જોગવાઈને અવ્યવહારુ ગણાવી છે. માત્ર કાર ખરીદદારો પર જવાબદારી ઢોળવાને બદલે પ્રક્રિયામાં શહેરની યોજના તૈયાર કરનારા સત્તાવાળાને સાંકળી લેવા જણાવ્યું છે.
કેટલીક રાજ્ય સરકારોએ આંશિક રીતે આ જોગવાઈ દાખલ કરી છે. જોકે, સ્માર્ટ સિટી વિકસાવવા ઇચ્છુક મોદી સરકાર ઝડપથી વધી રહેલાં વાહનોની યોગ્ય વ્યવસ્થા માટે યોજના ઘડશે એવી શક્યતા છે.
થોડાં વર્ષ પહેલાં યુપીએ સરકારે એસયુવી અને લક્ઝરી કાર પર ઊંચો ટેક્સ લાદ્યો હતો. અત્યારે સેડાન અને એસયુવી પરની એક્સાઇઝ ડ્યૂટી ઊંચી લગભગ 24 ટકા છે. જ્યારે નાની કાર પર 8 ટકા ડ્યૂટી લાગે છે.

No comments:
Post a Comment