ઇન્શ્યૉરન્સ, ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) અને શ્રમસુધારા જેવા મહત્વના ખરડાઓના પસાર થવા સામે મુશ્કેલી સર્જાવાની શક્યતા છે.
સંસદના શિયાળુ સત્રનો ગઈ કાલથી પ્રારંભ થયો હતો, પણ ગઈ કાલે કોઈ કામકાજ થયું નહોતું. કારણ કે તાજેતરમાં મૃત્યુ પામેલા સભ્યોને શ્રદ્ધાંજલિ આપી અને ગૃહની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. આજે સંસદનો પહેલો વર્કિંગ ડે છે અને સંસદમાં આ ખરડાઓને પસાર નહીં થવા દેવા માટે વિરોધ પક્ષોએ હાથ મિલાવ્યા છે.
તૃણમૂલ કૉન્ગ્રેસ અને જનતા દળ (યુનાઇટેડ) જેવા વિરોધ પક્ષો બ્લૅક મનીના મુદ્દે પણ સરકારને ઘેરવા ઇચ્છે છે. આ બન્ને પક્ષોએ રાજ્યસભામાં આજે પ્રશ્નકાળ સસ્પેન્ડ કરવાની નોટિસ આપી છે.
સરકારને ઊભા પગે રાખતાં કૉન્ગ્રેસે ગઈ કાલે જણાવ્યું હતું કે ઇન્શ્યૉરન્સ અને GST ખરડાની વિગત જાણ્યા વિના અમે સરકાર પર આંધળો ભરોસો નહીં કરીએ. GST ખરડાની રચના કૉન્ગ્રેસે કરી હતી, પણ આ ખરડો એના મૂળ સ્વરૂપમાં જ સરકાર રજૂ કરવાની છે કે કેમ એની અમને ખાતરી નથી એમ કોન્ગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું.

No comments:
Post a Comment