અમદાવાદ : જો ઓસ્ટ્રેલિયામાં G20 સમિટમાં આખી દુનિયાના પ્રમુખની ચૂંટણી યોજાઇ હોત તો નરેન્દ્ર મોદી
જ બિનહરિફ ચૂંટાઇને આવ્યા હોત. તેમનો પ્રભાવ એવો હતો કે એક સમયે તેમનો
વિરોધ કરનારા મુસ્લિમો પણ હવે સ્વીકારે છે કે અમે મોદીને ઓળખવામાં ભૂલ કરી
છે એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા ગુજરાતી
બિઝનેસમેન ઝફર સરેશવાલાએ દિવ્ય ભાસ્કર ડોટ કોમ સાથે તેમના અનુભવો વિશે વાત
કરતાં જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજ્બ, નરેન્દ્ર મોદી વિશેર મુસ્લિમોની
વિચારધારામાં જમીન-આસમાનનો ફરક આવી ગયો છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપની
જીતમાં સૌથી મોટો પ્લસ પોઇંટ મુસ્લિમ યુવાનો જ છે. છેલ્લા એકાદ-દોઢ વરસમાં
ઘણા બધા કાશ્મીરી યુવાનો ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. એ યુવાનો પણ મોદીને
મુસ્લિમ વિરોધી નથી માનતા એમ સરેશવાલા માને છે. કાશ્મીરમાં મોદી માટે
મુસ્લિમો બહુ જ પોઝિટિવ છે.
ઝફર સરેશવાલા એ જણાવ્યું કે હું મોદીજી સાથે તમામ કાર્યક્રમોમાં હાજર
હતો. હું અગાઉ અમેરિકા અને જાપાનની મુલાકાત વખતે પણ તેમના પ્રતિનિધમંડળમાં
હતો. ઓસ્ટ્રેલિયામાં તો તેમણે કમાલ જ કરી નાખી. G20 સમિટમાં મોદીજીએ જે
લીડરશીપનું ઉદાહરણ પુરું પાડ્યું છે તે જોઇ આખી દુનિયા દંગ રહી ગઇ છે. જો
ઓસ્ટ્રેલિયામાં આખી દુનિયાના પ્રમુખની ચૂંટણી યોજાઇ હોત તો નરેન્દ્ર મોદી જ
બિનહરિફ ચૂંટાઇને આવ્યા હોત. મેં બહુ જ નજીકથી તેમના વટને જોયો છે. આખી
દુનિયાના નેતાઓ તેમની સાથે મુલાકાત કરવા તલપાપડ હતા.
No comments:
Post a Comment