Translate

Thursday, November 20, 2014

NSEL મર્જરમાં FTILએ સરકારના ચુકાદાને પડકાર્યો

કૌભાંડગ્રસ્ત નેશનલ સ્પોટ એક્સ્ચેન્જ લિ (NSEL)ને પેરન્ટ કંપની ફાઇનાન્શિયલ ટેક્‌નોલોજિસ (ઇન્ડિયા) લિમિટેડ (FTIL) સાથે ભેળવી દેવાના અને પેરન્ટ કંપનીનો મેનેજમેન્ટ અંકુશ લઈ લેવાના સરકારના તાજેતરના આદેશને FTILએ પડકાર્યો છે. કંપનીએ સરકાર સામે તેમજ કોમોડિટી વાયદા બજારની નિયમનકાર ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (FMC) સામે બોમ્બે હાઈ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.

NSEL ગયા વર્ષના જુલાઈમાં રૂ.5,600 કરોડની ચુકવણી કરવામાં નિષ્ફળ ગઈ હતી જેથી રોકાણકારોએ નાણાં ગુમાવ્યાં હતાં. તાજેતરમાં સરકારે FMCની ભલામણોના આધારે નાણાભીડનો સામનો કરી રહેલી NSELને કંપનીઝ એક્ટ 1956ની કલમ 396 હેઠળ FTIL સાથે ભેળવી દેવાનો અને પેરન્ટ કંપનીનો અંકુશ લઈ લેવાનો આદેશ આપ્યો હતો.

આ કલમ હેઠળ કેન્દ્ર સરકારને જાહેર હિત માટે મર્જર કરવાની છૂટ મળે છે. FTILએ તેની ફરિયાદમાં કંપનીઝ એક્ટ ૧૯૫૬ની ૩૯૬ કલમની બંધારણીય પ્રમાણભૂતતાને જ પડકારી છે.

ઇકોનોમિક ટાઇમ્સે આ ફરિયાદ જોઈ છે જેમાં FTILએ દલીલ કરી છે કે, "કોઈ શરતો કે ધારાધોરણો વિના જ સ્વતંત્ર ખાનગી કંપનીઓનું જબરજસ્તીથી મર્જર કરવાનો આદેશ આપવાની સરકારને સત્તા આપતી કલમ ૩૯૬ ગેરબંધારણીય, ગેરકાનૂની અને પાયાવિહોણી છે.

સરકારનો પડકારવામાં આવેલો ડ્રાફ્ટ ઓર્ડર અપવાદરૂપ છે અને ભારતીય કોર્પોરેટ ઇતિહાસમાં અજોડ છે." આ અંગે ટિપ્પણી મેળવવા FTILના પ્રવક્તાનો સંપર્ક થઈ શક્યો નહોતો.



No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports