વજન ઘટાડવા માટે સૌથી
પહેલાં શું ખાવું અને શું નહીં તેની માટે શિખામણ આપવામાં આવે છે. પરંતુ
તમને બતાવી દઈએ કે તમારી પાચન શક્તિ જેટલી મજબૂત અને સ્વસ્થ હશે તમારું વજન
પણ એટલી જ ઝડપથી ઉતરશે અને કંટ્રોલમાં રહેશે. તો સવાલ એ છે કે પાચન
શક્તિને કઈ રીતે દુરસ્ત રાખવી, તેની માટે કંઈ ઝાઝુ કરવાની જરૂર નથી, બસ
તમારી રોજિંદી ડાયટમાં અહીં જણાવેલા સાત પ્રવાહીમાંથી કોઈ એક રોજ લેવાનું
શરૂ કરી દો. આ પ્રવાહી તમારી પાચન શક્તિને આજીવન સ્વસ્થ રાખશે. જેથી તમારું
વજન તો ફટાફટ ઘટશે જ સાથે જ તમને પેટ સંબંધી રોગો પણ સતાવશે નહીં. આ
પ્રવાહી તમારા મેટાબોલિઝ્મને તંદુરસ્ત રાખશે અને કેલરીને બર્ન કરવામાં મદદ
કરશે. તો ચાલો આજે જાણી લો આ પ્રવાહી વિશે.
1- ફેટ ફ્રિ મિલ્ક
જે લોકોનું વજન વધારે છે અથવા તો શરીરના કેટલાક ભાગો પરથી ચરબી ઘટતી
નથી તે લોકોએ પોતાની ડાયટમાં ફેટ ફ્રિ મિલ્કને સામેલ કરવું અને રોજ આ મિલ્ક
પીવું. આમ તો મિલ્ક સ્વાસ્થ્ય માટે અતિગુણકારી હોય છે આ વાત તો બધાં જાણે જ
છે પરંતુ જે લોકો વજન ઘટાડવા માગે છે તેવા લોકો માટે ફેટ ફ્રિ મિલ્ક બેસ્ટ
રહે છે. આ મિલ્કમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોવાની સાથે તે ફેટને પણ ખૂબ
જ ઝડપથી ઓછું કરે છે. આ પ્રવાહી પીવાથી થોડાક જ દિવસમાં તમારું વજન ઘટવા
લાગશે જે તમે અનુભવશો. કેલ્શિયમ સિવાય તેમાં અન્ય ઘણાં ન્યૂટ્રિશિયન્સ પણ
હોય છે જે મેટાબોલિઝ્મને દુરસ્ત રાખવામાં મદદ કરે છે.
પાણી એક એવું પ્રવાહી છે જે વજન ઘટાડવા માટે દરેક ડાયટીશિયન,
ન્યૂટ્રિશનિસ્ટ્સ અ ને ફિટનેસ ટ્રેનર પીવાની સલાહ આપે છે. આમ તો જળ એ જ
જીવન છે પરંતુ સ્વાસ્થ્ય અને વજન નિયંત્રણ માટે યોગ્ય માત્રામાં પાણી પીવું
અત્યંત જરૂરી છે. પાણી પીવાથી શરીરમાં જમા થયેલું ફેટ ખતમ થવા લાગે છે.
શરીરને પૂરતાં પ્રમાણમાં પાણી મળતું રહે તો શરીરમાં પાણીની ઉણપ સર્જાતી
નથી, જેથી મેટાબોલિઝ્મ પાવરફુલ રહે છે. એક સંશોધન મુજબ જે લોકો દરરોજ 8
ગ્લાસ પાણી પીવે છે તેમનું વજન હમેશાં કંટ્રોલમાં રહે છે અને વધેલું વજન પણ
ઘટે છે. જેથી શરીરમાં પાણીની ઉણપ સર્જાવા દેવી નહીં, અને સમયાંતરાલે પાણી
પીતાં રહેવું.
3- નારિયેળ પાણી
ગરમીના સિઝનમાં તો લોકો ખૂબ નારિયેળ પાણી પીતાં જ હોય છે પરંતુ
શિયાળામાં પણ નારિયેળ પાણી પીવું જ જોઈએ. દરરોજ એક નારિયેળ પાણી પીવાથી તે
મેટાબોલિક રેટ વધારે છે અને સાથે જ ભરપૂર ઊર્જા પણ શરીરને આપે છે. આને
પીવાથી શરીરમાં પાણીની કમી રહેતી નથી. ખાસ વાત તો એ છે કે નારિયેળ પાણી
પીવાથી ભૂખ પણ નિયંત્રણમાં રહે છે એટલે કે તમને આચરકુચર ખાવાની ઈચ્છા થતી
નથી અને તમને શૂગર ક્રેવિંગ્સ પણ થતું નથી. નારિયેળ પાણી પીવાથી શરીરમાંથી
ટોક્સિન્સ પણ નિકળી જાય છે. માત્ર એટલું જ નહીં પણ તેમાં એન્ટીએજિંગ
પ્રોપર્ટી હોવાથી નારિયેળ પાણીનું સેવન તમને જુવાન પણ રાખે છે.
No comments:
Post a Comment