Translate

Monday, September 19, 2016

ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સમાં 'પોતાના બોસ' બનવાનું આકર્ષણ

મેનેજમેન્ટ સ્નાતકો માટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં કારકિર્દી હંમેશા આકર્ષક રહી છે. જોકે, હવે આ સેક્ટરના પડકારોને લીધે ઘણા મેનેજમેન્ટ સ્નાતકો સ્ટાર્ટ-અપ તરફ વળી રહ્યા છે.

રોજેરોજ મોડે સુધી કામ કરવાની મજબૂરી અને તેને લીધે સતત તણાવની સમસ્યાથી ઘણા લોકો પ્રતિષ્ઠત ફાઇનાન્શિયલ કંપનીઓની ઊંચા પગારની નોકરી છોડી પોતાનું સાહસ શરૂ કરી રહ્યા છે. મેનેજમેન્ટ સ્નાતકોના વલણમાં ફેરફારથી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપનીઓ માટે સારી ટેલેન્ટને શોધવાની સમસ્યા ઊભી થઈ છે.

મેક્વેરી, બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચ અને કોટક જેવી ટોચની કંપનીઓના લગભગ છ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સે છેલ્લા કેટલાક મહિનામાં નોકરી છોડી 'પોતાના જ બોસ' બનવાનું પસંદ કર્યું છે.

એપ્રિલમાં બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચના વાઇસ પ્રેસિડન્ટનો હોદ્દો છોડી પોતાની કંપનીમાં CEO બનેલા 30 વર્ષના સુમિત અગરવાલે જણાવ્યું હતું કે, "ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં પ્રોફેશનલ અને વ્યક્તિગત જીવન વચ્ચે કોઈ સંતુલન રહેતું નથી. હું રોજ 14-15 કલાક કામ કરતો હતો અને તેને લીધે મારે પરિવાર સાથેની યોજનાઓ પડતી મૂકવી પડી હતી. મારા સિનિયર્સ પણ આટલું જ કામ કરે છે." IIM બેંગલોરના સ્નાતક અગરવાલે 2008માં અમેરિકાની એક બેન્ક સાથે કારકિર્દી શરૂ કરી હતી.

અગરવાલના જણાવ્યા અનુસાર "પુષ્કળ કામ માંગી લેતી હોવા છતાં મને મારી જોબ ખૂબ ગમે છે. મારી પાસે વધુ 7-8 વર્ષ દોડવાની તાકાત છે. હું આગામી 15 વર્ષ સુધી આવી જોબ કરી શકું તેમ નથી."

ભારતમાં સ્ટાર્ટ-અપ્સની તેજી કન્ઝ્યુ ગૂડ્ઝ, ટેલિકોમ અને બેન્કિંગ સેક્ટરની ઉત્કૃષ્ટ ટેલેન્ટને આકર્ષી રહી છે. HR નિષ્ણાતોના મતે આગામી સમયમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેશે. ટોચની રિક્રુટમેન્ટ સર્વિસિસ ફર્મ EAL સર્ચના ડિરેક્ટર અજિત પ્રેમકુમારે જણાવ્યું હતું કે, "2009માં ઘણા બેન્કર્સની છટણી થઈ ત્યારે ઘણાએ કંપનીઓમાં નોકરી સ્વીકારી હતી.

જોકે, આ વખતે બેન્કોમાં ભરતી ચાલુ હોવા છતાં બેન્કર્સે રાજીનામું આપી પોતાનો બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કંઈક નવો વિચાર ધરાવતા યુવા સ્માર્ટ ઉદ્યોગસાહસિકોને અત્યારના સમયમાં ટેકો મળી રહે છે.

તેને લીધે બેન્કિંગ સેક્ટરની સ્માર્ટ ટેલેન્ટ મોટા પાયે સ્ટાર્ટ-અપ્સ તરફ આકર્ષાઈ છે." આમ તો સ્ટાર્ટ-અપ્સમાં પણ કામનો માહોલ તણાવમુક્ત નથી. જોકે, તેમાં કર્મચારીને પોતાના નિયમો બનાવવાની છૂટ હોય છે. ૩૯ વર્ષના ગૌરવ ગુપ્તાએ અગરવાલના વિચારોને સંમતિ આપી હતી. તેમણે કહ્યું હતું કે, "ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ બિઝનેસ બહારથી દેખાય છે એટલો આસાન નથી. તે આકરી મહેનત માંગી લે છે."

ગુપ્તાએ 10 વર્ષની જોબ પછી માર્ચ ૨૦૧૪માં કોટક ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ છોડી એન્જિનિયરિંગ કોલેજના મિત્ર સાથે Myloancare.in શરૂ કરી છે. ગુપ્તાએ જણાવ્યું હતું કે, "સારા પગારની નોકરી છોડવી મુશ્કેલ છે.

અમે કંપનીઓ અને ઉદ્યોગસાહસિકોને કેવી રીતે બિઝનેસ શરૂ કરવો તેની સલાહ આપીએ છીએ. જોકે, મારા જીવનમાં એક તબક્કો એવો આવ્યો જ્યારે મારે મારું સાહસ કેવી રીતે શરૂ કરવું તેનો વિચાર કરવો પડ્યો. અન્ય લોકો જો ઉદ્યોગસાહસિક બની શકતા હોય, તો હું કેમ નહીં?" જોકે, બધા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સે નવો બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય લીધો નથી, કેટલાક સ્ટાર્ટ-અપ્સમાં જોડાઈ રહ્યા છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports