મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ્સના સંખ્યાબંધ ફોર્મ લઈને તમારી ઓફિસ કે ઘરની મુલાકાત લેતા મ્યુચ્યુઅલ ફંડ્સ ડિસ્ટ્રિબ્યુટર્સ રોષમાં છે. તેમના રોષનું કારણ સેબીનો નિર્ણય છે. મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમના વેચાણથી ડિસ્ટ્રિબ્યુટર્સને મળતા કમિશનની રકમ જાહેર કરવાની દરખાસ્તમાં સેબી આગળ વધી છે. રોકાણકારોને હવે પહેલી ઓક્ટોબરથી દર છ મહિને કોમન એકાઉન્ટ સ્ટેમેન્ટમાં કમિશનની રકમની માહિતી પણ મળશે.
જોકે એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં ફીની રકમ જાહેર કરવા સામે શો વાંધો હોઈ શકે? સેબીના આદેશ મુજબ કે મ્યુચ્યુઅલ ફંડ્સે રેગ્લુયર સ્કીમના વેચાણ માટે કમિશન પેટે કેટલી રકમ ડિસ્ટ્રિબ્યુટર્સને મળે છે તેને જાહેર કરવી પડશે. પ્રથમ વાત એ છે કે રોકાણકારો ડિસ્ટિબ્યુટર્સને કમિશન પેટે આવી રકમ પ્રથમ વખત ચૂકવી રહ્યા નથી. જોકે અત્યાર સુધી રોકાણકારોને એ માહિતી મળતી ન હતી કે તેઓ કમિશન પેટે ડિસ્ટ્રિબ્યુટર્સને કેટલી રકમ ચૂકવે છે.
ડિસ્ટ્રિબ્યુટર્સ માને છે કે આ નિર્ણયથી રોકાણકારોમાં રોષ ઊભો થઈ શકે છે અને તેનાથી બિઝનેસ પર ગંભીર અસર થઈ શકે છે. ડિસ્ટ્રિબ્યુટર્સને આ ચિંતા પણ સંપૂર્ણપણે અસ્થાને નથી. જો કોમન એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં દર્શાવવામાં આવ્યું હોય કે રૂ.10 લાખના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં ડિસ્ટ્રિબ્યુટર્સને દર વર્ષે કમિશન પેટે રૂ.10,000 મળે છે. આ માહિતી જાણ્યા પછી રોકાણકારોમાં રોષ ઊભો થઈ શકે છે. ડિસ્ટ્રિબ્યુટર્સના જણાવ્યા મુજબ હવે ગ્રાહકો પ્રશ્ન કરશે કે મારે ડિસ્ટ્રિબ્યુટર્સને આટલી બધી રકમ શા માટે ચૂકવવી જોઈએ.
રોકાણના નિર્ણય જાતે લેતા અને માત્ર ફંડ હાઉસિસમાં એપ્લીકેશન ફોર્મ સુપરત કરવા ડિસ્ટ્રિબ્યુટર્સને મદદ લેતા રોકાણકારોમાં આવો રોષ વધુ તીવ્ર બની શકે છે. એવી ઊંચી શક્યતા છે કે રોકાણકારો પણ હવે કમિશનમાં પોતાનો ભાગ માંગી શકે છે. તેનાથી ડિસ્ટ્રિબ્યુટર્સને પ્રોફિટ માર્જિનમાં ઘટાડો થઈ શકે છે.
મ્યુચ્યુઅલ ફંડ્સ માટે કમિશનની રકમ જાહેર કરવાની બાબતને ફરજિયાત બનાવવાના નિર્ણયનો હેતુ પારદર્શકતા છે. પરંતુ તેનાથી ડિસ્ટ્રિબ્યુટર ઇન્ડસ્ટ્રી બિઝનેસ તરફથી એડ્વાઇઝરી આધારિત ફીની સિસ્ટમ ચાલુ થઈ શકે છે. આવા મોડલમાં રોકાણકારો સલાહના બદલામાં ફાઇનાન્શિયલ એડ્વાઇઝર્સને ફીની સીધી ચુકવણી કરે છે. હાલમાં મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણકારોની કુલ રકમમાંથી અમુક રકમ કાપી લે છે અને પછી તેમાંથી ડિસ્ટ્રિબ્યુટર્સને કમિશન ચૂકવે છે.
એડ્વાઇઝરી આધારિત ફીના મોડલથી કેટલાક ડિસ્ટ્રિબ્યુટર્સ માટે માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સનું વેચાણ કરીને ટકી રહેવાનું મુશ્કેલ બની શકે છે. 2009માં સેબીએ એન્ટ્રી લોડ (રોકાણકારોનાં નાણાંમાંથી ડિસ્ટ્રિબ્યુટર્સને ચૂકવવામાં આવતી ફી) પ્રતિબંધ મૂક્યો ત્યારે ઘણા ડિસ્ટ્રિબ્યુટર્સે તેમની કામગીરી બંધ કરવી પડી હતી.
ડિસ્ટ્રિબ્યુટર્સના રોષનું બીજું કારણ એ છે કે મ્યુચ્યુઅલ ફંડ્સે કુલ ખર્ચ રેશિયો માત્ર ટકાવારીમાં જાહેર કરવો પડે છે. એક ડિસ્ટ્રિબ્યુટર્સે જણાવ્યું હતું કે ખર્ચ રેશિયો અને કમિશન બંનેને ટકાવારીમાં જાહેર કરવાનો નિયમ હોત તો તે વધુ વાજબી હતો. કુલ ખર્ચ રેશિયોમાં કોઈ એક ફંડના સંચાલન માટે ફંડ હાઉસ દ્વારા વસૂલ કરવામાં આવતી ફીનો સમાવેશ થાય છે.

No comments:
Post a Comment