ગયા સપ્તાહે નિફ્ટી આશરે એક ટકા ઘટીને 8,779.85એ બંધ આવ્યો હતો. વૈશ્વિક
વોલેટિલિટી વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીના વીકલી અને મન્થલી ચાર્ટ બાય
મોડમાં હોવાથી બજાર સ્થિર રહેશે.
નિફ્ટીમાં 8,733 અને 8,689એ સપોર્ટ તથા 8,851અને 8,932એ અવરોધ છે. બજારની સામાન્ય સ્થિતિમાં નિફ્ટી ઉપરોક્ત સ્તરથી નીચે ન જાય તેવી ધારણા છે. સોમવારે નબળા ઓપનિંગ છતાં નીચા સ્તરે ખરીદી કરી શકાય છે.
ડાઉ જોન્સ આપણા બજાર કરતાં થોડો નરમ છે. ડાઉ શુક્રવારે 18,1213એ બંધ આવ્યો હતો અને તેને 18,013એ સપોર્ટ મળ્યો હતો. તેમાં 18,354 અને 18,500એ અવરોધ છે. વીકલી અને ડેઇલી ચાર્ટ ટૂંકાગાળા માટે નરમાઇનો સંકેત આપે છે. જોકે S&P 500 VIX શુક્રવારે 5.17 ટકા ઘટીને 15.37એ બંધ આવ્યો હતો, જે નીચા સ્તરે શેર ખરીદીનો સંકેત આપે છે. ઇન્ડિયા VIX શુક્રવારે ૦.૬૬ ટકા ઘટીને ૧૪.૫૩એ બંધ આવ્યો હોવાથી ટૂંકસમયમાં ટ્રેન્ડ રિવર્સલનો સંકેત છે.
શુક્રવારે સવારે ભારે ખરીદી થઈ હતી, પરંતુ ખાસ કરીને બેન્ક શેરોમાં પ્રોફિટ બુકિંગથી નિફ્ટીમાં થોડો ઉછાળો ધોવાયો હતો. બેન્ક નિફ્ટી 19,855એ બંધ આવ્યો હતો અને તેમાં 19,729 અને 19,522એ સપોર્ટ છે. પ્રથમ સપોર્ટ મજબૂત છે અને વ્યાજકાપની ધારણાએ બેન્ક નિફ્ટીમાં યુ-ટર્નની ધારણા છે.
ઇરાકે મોટાપાયે નિકાસ ચાલુ કરી હોવાના અહેવાલથી ક્રૂડમાં તીવ્ર નરમાઈ લાગે છે. ઓગસ્ટમાં તેની નિકાસ જુલાઇથી 15 ટકા વધી હતી, જે પ્રતિબંધો પહેલાના સ્તર જેટલી છે. નાઇજિરિયા અને લિબિયામાંથી ઊંચી નિકાસના અહેવાલથી પણ બજારમાં દબાણ હતું. રોકાણકારોને સપ્લાયમાં તીવ્ર વધારાની ચિંતા છે અને તેનાથી નજીકના ગાળામાં ભાવમાં વધુ ઘટાડો થવાની ધારણા છે. ક્રૂડમાં બેરલ દીઠ 42.42 અને 41.09એ સપોર્ટ તથા 45.48એ અવરોધ છે.
સોનાનું આઉટલૂક નબળું છે અને તેમાં ઔંશ દીઠ 1,300 ડોલરે સપોર્ટ છે. તેનાથી નીચે જશે તો વધુ પ્રોફિટ બુકિંગ આવી શકે છે. તેમાં 1,313.25 અને 1,321.50 ડોલરે અવરોધ છે. અમેરિકાના મહત્ત્વના આર્થિક ડેટામાં જોબલેસ ક્લેમ અને માર્કિટ મેન્યુફેક્ચરિંગ PMI તથા યુરો ઝોનના મહત્ત્વના ડેટામાં કરન્ટ એકાઉન્ટ, કન્ઝ્યુમર કોન્ફિડન્સ, બેરોજગારી, બેલેન્સ ઓફ ટ્રેડ, જીડીપી, માર્કેટ પીએમઆઇનો સમાવેશ થાય છે. મધ્યમથી લાંબા ગાળા માટે ઓટો, સિમેન્ટ, OMC, કેપિટલ ગૂડ્સ, અને બેન્ક શેરો સારા લાગે છે.

No comments:
Post a Comment