મુંબઈ શેરબજારે સેંકડો રોકાણકારોને
સેન્સેક્સના લેવલ, શેરના ભાવ તેમજ સૂચકાંક અને શેરોના ખૂલતા અને બંધ ભાવના
લાઇવ અપડેટ્સ માટે ટ્વિટર સાથે જોડાણ કર્યું છે. સ્ટોક એક્સ્ચેન્જ અને
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વચ્ચે એશિયામાં આવું પહેલું જોડાણ છે.
ટ્વિટરે લોકોને બજારના લાઇવ અપડેટ્સ માટે ચાર નવા ફીચર્સ શરૂ કર્યા છે. ટ્વિટર અને BSEએ જણાવ્યું હતું કે, આ પગલું ભારતના રોકાણકારોને સ્ટોક માર્કેટ અને તેની સાથે જોડાયેલી માહિતી ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પૂરી પાડવા લેવાયું છે.
BSEના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એક્સ્ચેન્જ પાસે 2012થી ટ્વિટર હેન્ડલ હોવા છતાં રોકાણકારોને સોશિયલ મીડિયા પર લાઇવ અપડેટ્સ ઉપલબ્ધ ન હતા. BSE ઇન્ડિયાના એમડી આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, રોકાણકારો અને બિઝનેસમેનને આ ભાગીદારીથી ચોક્કસ અને લાઇવ માહિતી મળશે.જેમાં દર કલાકે ટ્વિટ્સ, સેન્સેક્સ-30 શેરના ભાવ માટે ઓટોરિસ્પોન્ડર ટ્વિટ્સ, સેન્સેક્સની ખૂલતી અને બંધ સપાટી માટે ઓટો ડાયરેક્ટ મેસેજિસ તેમજ સેન્સેક્સની સપાટી દર્શાવતા ફોટા (જે દર બે મિનિટે બદલાશે)નો સમાવેશ થાય છે.

No comments:
Post a Comment